ગજબ હો બાકી! આ દેશમાં ભારત વિરુદ્ધ પ્રદર્શન કરવા પર લાગ્યો પ્રતિબંધ,જાણો આવું કેમ?

0
78

કોઈપણ પ્રકારના કેમ્પેઇન ચલાવવા પર રાષ્ટ્રપતિને પ્રતિબંધ જાહેર કરવો પડ્યો. હિંદ મહાસાગર માં ભારત માટે સ્ટ્રેટેજિક રીતે ખાસ મનાતા દેશ માલદીવમાં ભારત વિરુદ્ધ વિરોધ પ્રદર્શન અને કેમ્પેન ચલાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ત્યાંના રાષ્ટ્રપતિ એ જાહેર કરેલા નિર્ણય મુજબ કોઈપણ પ્રકારના ભારત વિરુદ્ધના પ્રદર્શન એ માંલદીની સુરક્ષા માટે હાનિકારક માનવામાં આવશે .તેથી જ આ પ્રકારના પ્રદર્શનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.માલદીવ ના રાષ્ટ્રપતિએ સ્પેશિયલ આદેશ જાહેર કર્યો છે જેમાં માલદીવમાં ભારત વિરુદ્ધ કોઈ પણ વિરોધ પ્રદર્શન અને કોઈપણ પ્રકારના કેમ્પેન ચલાવવા પર રોક લગાવી દીધી છે.

માલદીવમાં છે છેલ્લા મહિનાથી ‘ઇન્ડિયા આઉટ‘ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે .જેને લઇને રાષ્ટ્રપતિએ આ નિર્ણય જાહેર કરવો પડ્યો છે. આ આદેશ રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ મોહમ્મદ સોલીહે જાહેર કરવો પડ્યો છે. જેનો મુખ્ય હેતુ અભિયાન અને વિરોધ રોકવાનો હતો.

માલદીવમાંભારતવિરોધી કેમ્પેન ચાલી રહ્યા છે. માલદીવ ની સરકારે જણાવ્યું હતું કે જે કેમ્પેન ચાલી રહ્યા છે તે બંને દેશો વચ્ચેના સંબંધો ખરાબ કરી શકે છે અને દેશની શાંતિ અને સુરક્ષા જાળવવામાં વિરોધ ઊભો કરી શકે છે.અહીંના રાષ્ટ્રપતિએ તમામ અધિકારીઓને કાયદાના નિયમો સહિત કલમો અનુસાર પગલાં લેવા માટે આદેશ આપ્યો હતો.

આ આદેશ માલદીવની સ્થાનિક ઘિવેહી ભાષામાં જાહેર કર્યો હતો .આ આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે દેશમાં તૈનાત રાજ્ય નાયકો અને રાજનીતિક મિશનની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ દેશ નું કર્તવ્ય છે.જાણવા જેવું એક છે કે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર ભારતીય રાજનાયક ધમકીઓ આપવામાં આવી હતી.

અને સોશિયલ મીડિયા પર ભારત વિરુદ્ધ કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું અને તેને લઈને સરકારે ભારતીય મિશન ને વધારે સુરક્ષા આપવાનું નક્કી કર્યું હતું.માલદીવ માં આવતા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી આવે છે આગળના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન ચીનની વધારે નજીક હતા અને તેઓને ચીન સાથે સારા સંબંધો પણ હતા.

તેઓ જેલમાંથી બહાર આવ્યા ત્યારથી ભારત વિરોધી અભિયાનનો ચહેરો બની ગયા છે.બુધવારે રાજધાની માંલેમા તેના નિવાસસ્થાનની બહાર ‘ઇન્ડિયા આઉટ‘ બેનર લટકેલું જોવામાં આવ્યું હતું .જોકે ત્યાર પછીથી પોલીસે ગુરુવારે કોર્ટ અને આદેશ આપ્યો હતો અને તેને હટાવવા માટે કહેવામાં આવ્યું હતું.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.