Breaking News

પૂજા નું શ્રીફળ ખરાબ નીકળે તો સમજી લેજો મળ્યા છે જીવનમાં આ ખાસ સંકેત, એકવ જરૂર વાંચજો……

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે પુજા દરમિયાન વધેરવામાં આવતા શ્રીફળ વિશે વાત કરીશું, ભગવાનની પૂજા દરમિયાન શ્રીફળને વધેરવામાં આવે છે અને જો આ શ્રીફળ ખરાબ નીકળે છે તો આપે રાજી થવું જોઈએ.હિંદુ ધર્મની ધાર્મિક ક્રિયાઓ કરવા દરમિયાન કેટલીક બાબતોનું ખુબ ધ્યાન રાખવું પડે છે. મનુષ્યના જન્મથી લઈને મૃત્યુ સુધી કરવામાં આવતા સોળ સંસ્કારની દરેક વિધિમાં અને ભગવાન માટે કરવામાં આવતા પૂજા- અર્ચનાના કાર્યોમાં કેટલીક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે જો તેનું ધ્યાન નથી રાખવામાં આવતું આ વસ્તુઓ આપના માટે ધાર્મિક દ્રષ્ટીએ અપશુકન કે પછી શુભ માનવામાં આવતા નથી.

આજે આ લેખમાં અમે આપને આવા જ કેટલાક ધાર્મિક ક્રિયા દરમિયાન થતા અપશુકન વિષે જણાવીશું. જેનાથી આપ ધ્યાન આપના ઘરે આયોજિત કરવામાં આવતા ધાર્મિક કાર્યો દરમિયાન ખાસ ધ્યાન રાખી શકો. હિંદુ ધર્મની ધાર્મિક ક્રિયાઓમાં શ્રીફળનું ખુબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ભગવાનને પ્રસાદ તરીકે, બાધા- માનતા, આવા જ ઘણા બધા કાર્યો માટે શ્રીફળનો ઉપયોગ કરવામાં આવે છે.

હિંદુ ધર્મમાં પ્રાચીન કાળથી જ ધાર્મિક ક્રિયાઓ માટે શ્રીફળનો ઉપયોગ કરવામાં આવતો રહ્યો છે. તેનો ઉલ્લેખ આપને હિંદુ ધર્મના ધાર્મિક ગ્રંથોમાં કરવામાં આવ્યો છે. પૂજા- અર્ચના કરવા દરમિયાન દીવાનું ઓલવાઈ જવું, થાળીનું હાથ માંથી એકાએક છૂટી જવું, આવા ઘણા બધા સંયોગ બને છે જેને પૂજા- અર્ચના કરવા દરમિયાન અશુભ માનવામાં આવે છે.

હવે આપને જણાવીશું કે, જો આપ પૂજા કાર્ય કરી રહ્યા છો અને આપે પૂજામાં ભગવાનને ધરાવવામાં આવેલ શ્રીફળ વધેર્યા પછી તે બગડેલું નીકળે છે તો તેને પણ મોટાભાગની વ્યક્તિઓ અશુભ માનવા લાગે છે. એટલું જ નહી, આવી રીતે ખરાબ નીકળેલ શ્રીફળને જોઈને વ્યક્તિનો મુડ પણ ખરાબ થઈ જાય છે ઉપરાંત ઘણી વ્યક્તિઓ એવું માને છે કે, તેમનો દિવસ નિષ્ફળ જશે અને કોઈ અશુભ ઘટના થવાના સંકેત મળતા હોય તેવું માનવા લાગે છે. હવે અમે આપને જણાવીશું કે, પૂજા કરવા દરમિયાન શ્રીફળનું ખરાબ કે પછી બગડેલા નીકળવું શુભ માનવામાં આવે છે કે પછી અશુભ માનવામાં આવે છે તેને કેટલાક કારણો સાથે જણાવીશું.

પ્રાચીન કાળના વિદ્ધવાનોની માન્યતા મુજબ, પૂજા કરવા દરમિયાન ભગવાનને ધરાવવામાં આવેલ શ્રીફળ વધેરવામાં આવે છે ત્યારે જો આ શ્રીફળ બગડેલું કે પછી ખરાબ નીકળે છે તો તેનો અર્થ અશુભ માનવામાં આવતો નથી પરંતુ આવી રીતે અંદરથી ખરાબ નીકળેલ શ્રીફળનો અર્થ એવો થાય છે કે, ભગવાન આપને એવો સંકેત આપી રહ્યા છે કે, આપનો પ્રસાદ ભગવાને સ્વીકાર કરી લીધો છે અને આપની પૂજાનો પણ સ્વીકાર કરી લીધી છે. આવી રીતે ખરાબ શ્રીફળ નીકળવાનો અર્થ આપની જે પણ ઈચ્છા હોય છે તે અવશ્ય પૂર્ણ થશે. જો શ્રીફળ વધેરતા સમયે શ્રીફળ સારું નીકળે છે તો આપે તેને અન્ય ભક્તોમાં વહેચી દેવું જોઈએ.

જ્યારે પ્રભુ શ્રી નારાયણે પૃથ્વી પર અવતાર લીધો હતો તે પોતાની સાથે દેવી માતા લક્ષ્મી, નાળિયેરનુ વૃક્ષ અને કામધેનુ લાવ્યા હતા. એવુ કહેવામા આવે છે કે, પૂજામા શ્રીફળને ચડાવ્યા બાદ તેને માત્ર પુરુષો જ વધેરી શકે છે. તેમાથી નીકળતા પાણીથી પ્રભુની પ્રતિમાઓનો અભિષેક કરવામા આવે છે. પ્રભુ નારાયણની સાથે-સાથે મહાદેવને પણ શ્રીફળ ખૂબ જ પસંદ છે. તેમા બનેલી ત્રણ આંખોની તુલના શિવજીના ત્રિનેત્ર સાથે કરવામા આવે છે. જ્યોતિષ મુજબ શ્રીફળ શુભ, સમૃદ્ધિ, ઉન્નતિ અને સન્માનનુ સૂચક હોય છે.

ભારતમાં દેવી દેવતાઓની મૂર્તિ સામે નારિયેળ ફોડવાનો ખૂબ જૂનો રિવાજ છે. હિંદુ ધર્મના મોટાભાગના ધાર્મિક સંસ્કારોમાં નારિયેળનું વિશેષ મહત્વ છે. કોઇપણ વ્યક્તિ જ્યારે પોતાનો નવો વ્યવસાય શરૂ કરે છે તો તે મૂર્તિ સામે નારિયેળ ફોડે છે. ભલે તે લગ્ન હોય, તહેવાર હોય કે પછી કોઇ મહત્વપૂર્ણ પૂજા, પૂજાની સામગ્રીમાં નારિયેળ ચોક્કસ રહે છે.

નારિયેળને સંસ્કૃતમાં શ્રીફળના નામે વધુ ઓળખવામાં આવે છે. શ્રીફળ એટલે ભગવાનનું ફળ. તો એવામાં નારિયેળ ચોક્કસ ભગવાનનું ફળ બની જાય છે. નારિયેળ ફોડવાનો અર્થ છે કે તમે તમારા અહંકાર અને સ્વયંને ભગવાન સમક્ષ સમર્પિત કરી રહ્યાં છો. માનવામાં આવે છે કે આમ કરવાથી અજ્ઞાનતા અને અહંકારનું કઠોર કવચ તૂટી જાય છે અને આ આત્માની શુદ્ધતા અને જ્ઞાનનો દ્વાર ખોલે છે, જેનાથી નારિયેળના સફેદ ભાગના રૂપમાં જોવા મળે છે. આવો હિંદુ ધર્મમાં નારિયેળના મહત્વ પર નજર કરીએ.

એક સમયે હિંદુ ધર્મમાં મનુષ્ય અને જાનવરોને બલિ સામાન્ય વાત હતી. ત્યારે આદિ શંકરાચાર્યએ આ અમાનવીય પરંપરાને તોડી અને મનુષ્યના સ્થાને નારિયેળ ચઢાવવાની શરૂઆત કરી. નારિયેળ ઘણા પ્રકારે મનુષ્યના મસ્તિષ્ક સાથે મેચ થાય છે. નારિયેળની જટાની તુલના મનુષ્યના વાળ સાથે, કઠોર કવચની તુલના મનુષ્યની ખોપડી સાથે અને નારિયેળના પાણીની તુલના લોહી સાથે કરવામાં આવે છે. સાથે જ નારિયેળના ગૂદાની તુલના મનુષ્યના મગજ સાથે કરવામાં આવે છે.

જો કોઇને ખરાબ નજર લાગી જાય છે તો તેને નારિયેળની મદદથી ઉતારવામાં આવે છે. તેના માટે એક નારિયેળ લેવામાં આવે છે અને વ્યક્તિની લંબાઇ બરાબર લાલ દોરો નારિયેળ પર વીટવામાં આવે છે. પછી તેના માથાની ચારેય તરફ ઝડપથી સાત વખત ફેરવવામાં આવે છે અને નારિયેળને નદીમાં વહેડાવવામાં આવે છે.ઘણા લોકોને શનિની છાયાના કારણે જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરે છે. પોતાને શનિની છાયાથી દૂર રાખવા માટે એક નારિયેળ લો, જવ અને કાળી અડદની દાળને એકસાથે લો. હવે તેને પોતાના માથાની ચારેબાજુ 7 વખત ફેરવીને નદીમાં વહાવી દો.

મંગળવારના દિવસે જાસ્મીનનું તેલ અને સિંદૂરની પેસ્ટ વડે નારિયેળ પર સ્વસ્તિક દોરો. હવે તેને ભગવાન ગણેશની પ્રતિમા પર ચઢાવીને ‘ઋણમોચક સ્તોત્ર’નો ઉચ્ચારણ કરો.જો તમારા પર કાળા જાદૂનો પ્રભાવ છે તો મંગળવાર, શનિવાર અને રવિવારના દિવસે દુર્ગાના મંદિરે જાવ. મંદિર જતાં પહેલાં એક નારિયેળ, શૃંગારનો સામાન, કપૂર, ફૂલોની માળા લઇ લો અને તેને પ્રતિમા પર ચઢાવતી વખતે ‘હમ ફટ’ મંત્રનું ઉચ્ચારણ કરો. ત્યારબાદ કપૂર વડે આરતી કરો. ટૂંક સમયમાં કાળા જાદૂનો બધો પ્રભાવ દૂર થઇ જશે.

About bhai bhai

Check Also

આ ચમત્કારિક યંત્રમાં થી ઘરમાં રાખીલો કોઈપણ એક ઉપાય થઈ જશો કરોડપતિ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તંત્ર શાસ્ત્રમાં યંત્રને અત્યંત શક્તિશાળી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *