ગુજરાત પોલીસ કોઈ ફિલ્મ કે કોઈ ફિલ્મના ગીતો ના આધારે સામાજિક સુરક્ષા કે ચેતવણીરૂપ માટેના સંદેશ આપતી નથી. તેનાથી પોલીસની ગરિમા ઝંખવાઈજવાનો ભય રહેતો હોય છે.આ વચ્ચે
અપવાદરૂપ કિસ્સાઓમાં પોલીસ વિભાગ ફિલ્મો કે તેના સંવાદ નો સહારો લેતી હોય છે.અગાઉ મુંબઇ પોલીસે સરફરોશ કે પછી સિંહમ જેવી ફિલ્મ ના શો પોલીસ વિભાગ માટે ખાસ રાખીને નૈતિક જુસ્સો ઊંચો રાખવાનો પ્રયાસ કર્યો હતો.
હાલમાં વડોદરા પોલીસે ટોલિવૂડની સુપરડુપર હિટ ફિલ્મ પુષ્પા ને આધાર બનાવી સાયબર સેલ નો નવતર પ્રયોગ કરાયો છે.ફિલ્મ પુષ્પના ડાયલોગ ને લઈને તેઓ એ મહત્વનો સંદેશ આપ્યો છે.
સંદેશ આપતા કહ્યું છે કે કોઈ આર્કષક સ્કીમ કે ફ્રેન્ડ રિક્વેસ્ટ મા ફસાયશે નહીં.આજના સમયમાં લોકો સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહેતા હોય છે. ત્યારે આપણે એવા ઘણા બધા કેસો વિશે સાંભળ્યું હશે કે
સોશિયલ મીડિયામાં લોકોને ભેળવીને આ લોકો પૈસા પડાવવાનું કામ કરતા હોય છે. લોકોને આ વિશે સમજણ થાય તે માટે વારંવાર રાજ્યના તમામ સાયબર સેલ કંઈક ને કંઈક રીતે સંદેશા આપતા હોય છે.
તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.