શું સાચું વાવાઝોડું ત્રાટકવાનું? સૌરાષ્ટ્રમાં પવનના સુસવાટા સાથે તોફાની વરસાદને લઈને કરવામાં આવી મોટી આગાહી, હવે તમે થોડુક ધ્યાન રાખજો નહીંતર…

0
121

આજે રક્ષાબંધનના પર્વમાં મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં જુદા જુદા ગામો શહેરોમાં પધરામણી કરી હતી. મુશળધાર વરસાદથી માર્ગો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા.ક્યાંક છુટો છવાયો વરસાદ હતો અને જામનગર જિલ્લામાં લાલપુર માં આજે સૌથી વધુ બે ઇંચ વરસાદ પડ્યો હતો.કેટલાક બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ ચડાવાયું હતું અને માછીમારોને દરિયામાં ન જવાની સુચના આપી છે.

કેટલાક શહેરો અને ગામડાઓમાં વાવાઝોડા સાથે વરસાદથી વૃક્ષોને જમીન દોસ્ત થયા છે તો ક્યાંક મકાન પણ ધરાસાઈ થઈ ગયા છે.જામનગર જિલ્લામાં જળવાઈ રહેલા વરસાદી વાતાવરણ વચ્ચે જામજોધપુર અને જામનગર અને ધ્રોલમાં અડધો ઇંચ,જોડિયા માં પોણો અને લાલપુર માં બે ઇંચ વરસાદ થયો હતો. જામનગર ના તમામ બંદરો ઉપર ત્રણ નંબર નું સાવચેતી સૂચક સિગ્નલ ચઢાવી દેવામાં આવ્યું છે

અને માછીમારો ને દરિયામાં ન જવાની પણ ખાસ સૂચના આપવામાં આવી છે. જામનગર જિલ્લા છેલ્લા પાંચેક દિવસથી વરસાદી માહોલ જળવાયો છે. પરંતુ માત્ર છૂટો છવાયો વરસાદ જ વરસી રહ્યો છે અને ગત રાત્રે જામજોધપુર પંથકમાં વધુ 10 મીમી વરસાદ થયો હતો જ્યારે આજે સવારે ચાર મીમી વરસાદ વરસ્યો હતો.

ગુજરાત રાજ્યના દરિયામા લો પ્રેશર સિસ્ટમ સર્જાતા રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. આજથી વરસાદનું જોર કરશે તેવી પણ આગાહી કરવામાં આવી છે પણ સિસ્ટમ વધુ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે અને આગામી ચાર દિવસ સામાન્યથી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે

અને 15 થી 16 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે અને અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાથી માછીમારો ને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે ને ભારે વરસાદ અને પવનને જોતા દરિયાઈ બંદરો પર સિંગલ નંબર એક લગાવવામાં આવ્યો છે.રાજ્યમાં શુક્રવાર સવારથી 206 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ મંગાયો છે. રાધનપુરમાં 3.75 ઇંચ, ઈડરમાં 2.5 ઇંચ, વિજયનગરમાં 2.25 ઇંચ, ઉમરપાડામાં 2.25 ઇંચ, મહેસાણામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.