રાઇના આ ઉપાયોથી ચમકી જશે નસીબ, દૂર થઇ જશે દુર્ભાગ્ય,એક જ વાર અજમાવો અને જાતે જ જોઈ લો પરિણામ….

જો તમને પણ આ વાત નથી ખબર તો અમે તમને જણાવીશું કે ધાર્યા કામ પાર પાડવા કે ખરાબ નજરથી બચવા રાઇનો ઉપયોગ કેવી રીતે કરી શકાય..રાઈ એક એવી વસ્તુ છે જે દરેકના રસોઈઘરમાં ઉપલબ્ધ હોય છે, રસોઈમાં વઘાર માટે રાઈનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ ઘણા લોકો રાઈનું તેલ પણ ઉપયોગ કરતા હોય છે. પરંતુ શું તમે જનો છો કે રાઈ થી ઘણા ચમત્કારિક ઉપાયો પણ થાય છે જી હા, તમારા બગડેલા કામ સુધારવા માટે રાઈનો ઉપાય કરી શકાય છે. રીના ચમત્કારિક ઉપાયથી ઘણીબધી સમસ્યાઓ પણ દુર કરી શકાય છે. તો ચાલો જાણીએ રાઈના ઉપાયોથી સમસ્યાઓ કેવી રીતે દુર કરી શકાય છે.

જો પરિવારમાં કોઇને ખરાબ નજર લાગી ગઇ હોય તો રાઇનો ઉપયોગ કરી નજર ઉતારી શકો છો. આ માટે સૌથી પહેલા 7 રાઇના દાણા લો, તેની સાથે સાત આખા લાલ મરચા અને સાત મીઠાના ગાંગડા લો. આ ત્રણ વસ્તુઓને પીડિતના માથેથી સાત વખત ફેરવી ઉતારી લો અને અગ્નિમાં નાખી દો. અગ્નિ માટે આંબાની ડાળોનો જ ઉપયોગ કરો. આ કામ જમણા હાથથી કરવુ. આ પ્રક્રિયા ચાલુ હોય ત્યારે નજર ઉતારનારા શખ્સને ટોકવુ નહી.જો તમારા કામો કોઇ કારણોસર પૂરા નથી થઇ રહ્યા તો આ બાધાને દૂર કવરા માટે ગુરુવારને દિવસે રાઇનું દાન કરો. આમ ઉપાયને શુભ માનવામાં આવે છે. આમ કરવાથી તમારી તમામ બાધાઓ દૂર થશે અને અટકેલા કામ પણ પૂરા થશે.

જો તમારા ઘરમાં કોઈ એક બાળક જીદ્દી થઈ ગયો હોય અથવા તેના સ્વભાવમાં ત્રાસદાયક આવી ગયુ હોય, તો આ રીતે, તમારે રાયનો ઉપાય કરવો જોઈએ તમે રાય અને મરચા બાળકના ઉપરથી ઉડાવીને બાળી નાખો અને  બાળકને તેના તરફ ધ્યાન રાખવાનું કહો. જો તમે આ ઉપાય કરો છો, તો વાત વાત માં ગુસ્સો , સ્વભાવમાં ત્રાસદાયકતાવગેરે દૂર થઈ જશે. આ ઉપાય મોટા વ્યક્તિ પર પણ કરી શકાય છે.

જો તમારું નસીબ તમારુ સાથ આપતુ નથી, દુર્ભાગ્ય તમારો પીછો ના છોડતુ હોય તો તમે રાઇનો ઉપયોગ કરીને સારા દિવસો પાછા મેળવી શકો છો. એક ઘડામાં પાણી ભરી, તેમાં રાઇના પત્તા નાખો. આ શુદ્ઘ જળથી સ્નાન કરનારનું દુર્ભાગ્ય દૂર થાય છે અને જીવનમાં સુખ-સમુદ્ઘિ આવે છે.જો પરિવારમાં કોઇ સભ્યનો ગુસ્સો વધારે છે અથવા તો વધારે ચીડિયાપણુ છે તો આ માટે પણ રાઇ એક અસરકારક ઉપાય છે. પરિવારના તે સભ્યના માથા પરથી રાઇ અને મરચા સાત વખત ફેરવી લઇ અને ફેંકી દો. થોડા જ સમયમાં તમને તેમના સ્વભાવમાં પરિવર્તન જોવા મળશે.

મિત્રો આગળ આ ઉપાય છે તે ખાસ કરીને હેલ્થ માટે છે આ ઉપાય ખાસ મહિલાઓ માટે છે કોઈ કારણે ગર્ભાશયમાં દુખાવો થાય તો કમર કે નાભિની નીચે રાઈને પાણી સાથે વાટી તેની લુગદી લગાડવાથી લાભ થાય છે. સફેદ કોઢને પણ રાઈ મટાડી શકે છે.આયુર્વેદ તેની વિધિ જણાવે છે કે પીસેલી રાઈનો પાવડર આઠ ગણ્યા ગાયના ઘીમાં મેળવી જ્યાં કોઢ હોય ત્યાં લેપ કરવાથી કોઢ મટવાની શક્યતાઓ વધી જાય છે. આ પ્રયોગ દાદર ખરજવું વગેરે ચામડીના રોગમાં કરવાથી પણ લાભ થાય છે. મિત્રો રાઈ ભલે નાની છે પરંતુ તેના ફાયદા ઘણા મોટા છે આ રાઈ ખુબજ ઉપયોગી પણ છે. માટે તેને ખાસ ઉપયોગ માં લેવી.

રાઇ ખાસ કરીને ભોજન બનાવતી સમયે વઘાર કરવા માટે કરવામાં આવે છે. પેટમાં રહેલા કીડા દૂર કરવા માટે રાઇનું પાણી બેસ્ટ ઉપાય છે. રાઇને પીસીને પેટ પર લેપ લગાવવાથી પેટમાં થતા દુખાવા અને પેટમાં આવતી મરોડથી આરામ મળે છે. જો તમને કોઇ જગ્યાએ દુખાવો થઇ રહ્યો છે તો એક કાપડમાં રાઇ ભરીને પોટલી બનાવી લો અને તેને ગરમ કરી તેનો શેક કરવાથી દુખાવામાં રાહત મળે છે. તે સિવાય રાઇના લેપ સોજો આવ્યો હોય તે જગ્યા પર લગાવવાથી સોજો ઓછો થાય છે.

ગરમ પાણીમાં રાઇ ઉમેરવાથી રાઇ ફુલી જાય છે. આ પાણીને નવશેકુ રાખો. આ પાણીમાં બેસવાથી યૌન સંબંધિત રોગ સહિતના રોગથી રાહત મળે છે. રાઇને પીસી મધમાં મિક્સ કરીને સૂંઘવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે. તે સિવાય જો કોઇને વાઇ આવી હોય તો રાઇને પીસીને સુંઘાડવાથી રાહત મળી શકે છે.રાઇના તેલમાં મીઠું ઉમેરીને મંજન કરવાથી પાયોરિયા જેવા રોગનો નાશ થાય છે.
નોટ – રાઇના વધારે ઉપયોગથી ઉલટી થઇ શકે છે. જેથી રાઇ સીમિત પ્રમાણમાં લઇને તેનો ઉપયોગ કરો. તે સિવાય તમે ડોક્ટરની સલાહ લઇ શકો છો.

Leave a Comment