અંબાલાલ પટેલ ની વરસાદ ની આગાહી ના પગલે સૌરાષ્ટ્રમાં કડાકા ભડાકા સાથે વરસાદ,જાણો કયા કેટલો પડ્યો વરસાદ

0
935

રાજ્યભરમાં માવઠાનો માહોલ સર્જાયો છે. કડાકા-ભડાકા સાથે આખી રાત વરસાદી છાંટા પડયા હતા અને સૌરાષ્ટ્ર અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં ઝરમર ઝાપટા અથવા ક્યાક કયાંક છાટા પડ્યા હતા. સૌથી વધારે વરસાદની અસર જૂનાગઢ અને જામનગરમાં જોવા મળી હતી. જૂનાગઢમાં રાત્રી દરમિયાન વરસાદી ઝાપટા પડતા રસ્તા પર પાણી વહેતા થઇ ગયા હતા અને જામનગરમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો.

મધ્ય ગુજરાતમાં દાહોદ અને ભરૂચમાં છાંટા પડ્યા ત્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ ઝરમર વરસાદ પડ્યો છે. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં રાત્રિના સમયે કમોસમી વરસાદ પડયો હતો. વરસાદી ઝાપટાથી રોડ-રસ્તા પાણી-પાણી થઇ ગયા હતા.

ભવનાથ તેમજ જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ થી ઠંડક પ્રસરી હતી જ્યારે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.જૂનાગઢ જિલ્લામાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આખી રાત વીજળીના કડાકા ભડાકા થયા હતા અને વિસાવદર, ભેસાણ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છાંટા પડયા હતા.

ગાજવીજ સાથે આખી રાત વીજળીના ચમકારા ચાલુ રહેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. અમરેલીના બાબરા શહેરમાં વરસાદી ઝાપટું પડતા રોડ ભીના થઇ ગયા હતા અને કમોસમી વરસાદના કારણે જૂનાગઢ અને ગીર સોમનાથ માં કેરીના પાકને નુક્સાન જવાની ભીતિ છે.

વરસાદની આગાહીના પગલે જામનગરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદને પગલે માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા ખુલ્લા માં રખાયેલ જણસ સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી શરૂ કરાઇ હતી. મોટા પ્રમાણમાં વેપારીઓ દ્વારા ખરીદી કરાયેલ માલ,મરચા અને રાયડો ખુલ્લામાં પડયો હોવાથી નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું અને વાતાવરણ વચ્ચે વચ્ચે સેલવાસના છેવાડાના વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ પડયો હતો. વલસાડ જિલ્લાના છેવાડાના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડયા હતા.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.