સુરતમાં બનેલી ઘટનાને લઇને રાજભા ગઢવી આકરા શબ્દોમાં બનાવ્યો વીડિયો,કહી દીધી એવી વાત કે જુઓ વિડિયો

0
30

સુરતમાં બનેલી ચોંકાવનારી ઘટનાના પડઘા આજે ગુજરાતની અંદર સંભળાવી રહ્યા છે. સુરતની અંદર રહેતા પાસોદરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને ગ્રીષ્મા નામની દીકરી નો જાહેરમાં જીવ લઇ લીધો હતો. સુરતમાં બનેલી ઘટનાના કારણે સમગ્ર રાજ્યમાં શોકનું વાતાવરણ છે.

આ ઘટના ઉપર અલગ અલગ લોકોની પ્રતિક્રિયા આવી રહી છે જ્યારે લોક સાહિત્યકાર એવા રાજભા ગઢવી એ પણ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમને આ ઘટનાને સંપૂર્ણપણે વખોડી કાઢી છે અને આ મામલે રાજભા ગઢવી ફેસબુક પર એક વીડિયો બનાવીને પોતાની પ્રતિક્રિયા આપી હતી.

આ સમગ્ર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને લોક સાહિત્યકાર રાજભા ગઢવી એ વિડીયો મૂકીને ઘણા બધા સવાલો પણ કર્યા છે.તેમને વીડીયોમાં કહ્યું કે મારે ખાલી એટલું કહેવું છે કે કેટલા લોકો મારો વીડીયો જોવે છે તેટલા લોકોને દરેક માતા-પિતા માટે આપણે આપણાં બાળકોને ખૂબ સારા સંસ્કાર આપવા જોઈએ

આ વીડિયો જોયો કે મારા થી રહેવાયું નહિ અને હું એટલે વીડિયો બનાવી રહ્યો છું.તેમને જણાવ્યું કે આપણા સંસ્કાર છે આપણી પરંપરા છે. ભારતની અંદર બધાની સામે ગમે તે લોકોને ગમે ત્યાં જીવ લઈ લેવામાં આવે, આ બધી વસ્તુઓ ના બનાવ બનતા આવે છે

જેથી આપણે એકવીસમી સદીમાં કહીએ છીએ તે ભણેલ ગણેલ કહિએ છીએ, ખૂબ સફળતા મેળવી અને મંગળ સુધી પહોંચી ગયા પણ કોઈ પૃથ્વી ઉપર સીધી રીતે રહી નહીં શકે તેનું કારણ શું છે. આખો વિડિયો જોવા રાજભા ગઢવી નો આખો વિડિયો વિસ્તૃતમાં જોવો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.