રાજકોટ ની ધોરણ-10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને બોર્ડની પરીક્ષાના ટેન્શનના કારણે ટૂંકાવ્યું પોતાનું જીવન,કારણ જાણીને તમે પણ રડી પડશો

0
222

હાલ, ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ ચાલુ થઈ ગઈ છે ત્યારે ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે વિદ્યાર્થીઓ તણાવમાં પોતાની જાતને નુકસાન કરી બેસતા હોય છે. માતા-પિતા અને શિક્ષકો દ્વારા તેઓને હંમેશા સમજાવવમાં આવતું હોય છે કે માત્ર એક પરીક્ષાથી જિંદગી પુરી નથી થઇ જતી….છતાં પણ વિદ્યાર્થીઓ પોતાની નાસમજ ના કારણે ન લેવાના પગલાં લઇ લેતા હોય છે.

કોરોના મહામારી ના કારણે બે વર્ષ બાદ પરીક્ષાઓનું આયોજન થયું છે, ત્યારે પરીક્ષાના ડર ના કારણે રાજકોટ શહેરમાંથી ધોરણ-10ની વિદ્યાર્થિનીએ પોતાનું જીવન ટૂંકાવતા હોય છે અને આ બનાવ સામે આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, આ વિદ્યાર્થીનીનું પોતાનું જીવન ટૂંકાવતા હોય છે અને કરવા પાછળનું કારણ પરીક્ષાનું ટેન્શન હતું. પરીક્ષામાં નાપાસ થવાના ડરને કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

આ દીકરી ધોરણ-૧૦માં અભ્યાસ કરતી હતી અને અત્યાર સુધીના તમામ પેપર તેણે રેગ્યુલર આપ્યા હતા. પરંતુ પરીક્ષાનો ડર તેને સતાવતો હતો અને ગુરૂવારના રોજ સાંજે પાંચ વાગ્યાની આસપાસ તેણે પોતાને બાથરૂમમાં બંધ કરી હતી અને પેટ્રોલ છાંટીને અગ્નિ સ્નાન લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

તાત્કાલિક ધોરણે આ દીકરીને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી, પરંતુ સાંજે દોઢ વાગ્યાની આસપાસ તે મોતને ભેટી હતી. આ દીકરી ના મૃત્યુની ખબર સાંભળીને સમગ્ર મોહલ્લામાં ચકચાર મચી ગયો હતો. તેના પિતા ડ્રાઇવિંગ કરીને આખા પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

દીકરી ના મોતના સમાચાર સાંભળીને સમગ્ર પરિવારમાં માતમ છવાયો છે.આ પહેલા પણ 2 વિદ્યાર્થીઓના મોતના બનાવ સામે આવ્યા હતા. ત્યારે વધુ એક બનાવ નોંધાવા પામ્યો છે. આજના નવયુવાનો સમજવાની જરૂર છે કે માત્ર એક પરીક્ષા કોઈની જિંદગીનો અંત લાવી શક્તિ નથી.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.