રાજ્યમાં ઠંડી સાથે વરસાદને લઈને હવામાન નિષ્ણાત અશોક પટેલે કરી મોટી આગાહી..! આ તારીખે આ વિસ્તારોમાં આવશે વાવાઝોડું…

0
130

હાલમાં મિત્રો શિયાળો હોવાના કારણે ભારતના અનેક વિસ્તારોમાં રાજ્યોમાં ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે અને એમાં પણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ખૂબ જ ઠંડી જોવા મળી રહી છે. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન નિષ્ણાત એવા અશોકભાઈ પટેલ દ્વારા પણ એક આગાહી

કરવામાં આવી છે જેના વિશે આજે આપણે જાણવાનું છે.અશોક પટેલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું છે કે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં ડિપ્રેશન સિસ્ટમ ચેન્નઈ થી 900 કિલોમીટર દૂર દક્ષિણ પૂર્વમાં સ્થિત છે અને આ સિસ્ટમ એક દિવસ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તથા ત્યારબાદ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે અને મિત્રો ઉત્તરીય તમિલનાડુ,પોંડેચેરી તથા

દક્ષિણ આંધ્ર પ્રદેશ તરફ આગળ વધશે અને 9 તારીખની રાત્રેથી માંડીને 10 તારીખે સવાર સુધીમાં કિનારા પર ત્રાટકવાની શક્યતા છે.મિત્રો વિવિધ હવામાન મોડલ મુજબ આ સિસ્ટમ જમીન પર આવ્યા બાદ અરબી સમુદ્રમાં દાખલ થવાની શક્યતા છે અને તેની અસરે દક્ષિણ ભારતમાં સાર્વત્રિક વરસાદ થવા ઉપરાંત મહારાષ્ટ્ર સુધી પણ અસર

રહેશે અને તેના પ્રભાવ હેઠળ મહારાષ્ટ્રને લાગુ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવામાં માવઠા વરસાદની સંભાવનાઓ છે.મિત્રો સૌરાષ્ટ્ર તાપમાન વિશે તેઓએ જણાવ્યું કે તારીખ 7 થી 11 દરમિયાન તાપમાન મધ્યમ રહેશે જ્યારે 12 તારીખને સોમવારથી ન્યૂનતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે એટલે કે ઠંડી

ઓછી પડશે અને હવે જોવાનું રહેશે કે આગામી દિવસો ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને ખેતી પર તેની કેવી અસર પડી શકે છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ કશ્મીર ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પહાડી વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે અને આગામી દિવસોમાં પારો વધુ ગગડી શકે છે અને આગામી દિવસોમાં

ઠંડીમાં વધારો પણ થવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશના હવામાન અંગે હવામાન વિભાગનું કહેવું છે કે આગામી ત્રણ થી ચાર દિવસ સુધી સવારે ધુમ્મસ રહેશે અને જ્યારે ઠંડીમાં વધારો થશે ત્યારે બિહારમાં હવામાન હવે સામાન્ય રહેશે અને રાજ્યમાં દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ મધ્ય જિલ્લાઓમાં વધુ ઠંડી પડવાની શક્યતા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.