2022 વિધાનસભા ચૂંટણી : કોરોના વાયરસના કેસો વધતા આ તારીખ સુધી રેલીઓ પર મૂકવામાં આવ્યો પ્રતિબંધ

0
24

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન વહેલી થવી જોઈએ કે કેમ તે અંગે ચૂંટણી પંચે શનિવાર એટલે કે આજરોજ એક મહત્વની બેઠક યોજવા જઇ રહ્યું છે. અત્યારે 22 જાન્યુઆરી સુધી રેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

અને કેન્દ્રીય આરોગ્ય સચિવ સહિત રાજ્યના અધિકારીઓ આજની બેઠકમાં હાજરી આપશે અને ચૂંટણી પંચે 8 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ, ઉતરાખંડ, ગોવા, પંજાબ અને મણીપૂરમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી.

કોરોનાવાયરસ ના વધતા જતા કેસોને જોતા રેલીઓ પર 15 જાન્યુઆરી સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અને આ પ્રતિબંધ 22 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવેલ છે. કમિશને 300 લોકો અથવા

હૉલની ક્ષમતાના 50 ટકા સમાવવા માટે પાર્ટીઓની ઇન્દોર મીટીંગ ની મંજૂરી આપી હતી.માત્ર સોશિયલ મીડિયા પર પ્રચાર કરવાની છૂટ આપી હતી.આ પ્રતિબંધ ની મુદત આજે સમાપ્ત થઈ રહી છે.

ઉત્તર પ્રદેશમાં 10 ફેબ્રુઆરી થી 7 માર્ચ સુધી અલગ અલગ સાત તબક્કામાં મતદાન થશે.ઉત્તરાખંડ અને ગોવામાં 14 ફેબ્રુઆરી એક સાથે મતદાન થશે. પંજાબમાં 20 ફેબ્રુઆરીએ જ્યારે મણિપુરમાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે મતદાન થશે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.