Breaking News

રામાયણ મુજબ જીવનની આ ભૂલોને કારણે ઘરમાં આવે ગરીબી, અત્યારેજ સુધારીલોઆ ભૂલો…

મનુષ્ય ના જીવન માં સારા અને ખરાબ પરિવર્તન આવતા રહે છે, ક્યારેક વ્યક્તિ પોતાનું જીવન હસી ખુશી વ્યતીત કરે છે તો ક્યારેક અચાનક જ જીવન માં પરેશાનીઓ આવવા લાગે છે, સમય ની સાથે સાથે વ્યક્તિ ને બહુ બધા ઉતાર ચઢાવ થી પસાર થવું પડે છે, જયારે વ્યક્તિ નો ખરાબ સમય આવે છે તો તે પોતાના ખરાબ સમય ને દુર કરવા માટે દરેક શક્ય કોશિશ કરે છે અને પ્રકાર-પ્રકારના મોટા મોટા ઉપાય અપનાવે છે પરંતુ ઘણી વખત દેખવામાં આવ્યું છે કે આ મોટા ઉપાયો ને કરવા છતાં પણ વ્યક્તિ ના જીવન ની પરેશાનીઓ ઓછી નથી થતી.

એવામાં તમારા જીવનમાં સુખ અને સંપત્તિ પ્રાપ્ત કરવા માટે, માતા લક્ષ્મીજીની કૃપા ખૂબ જ જરૂરી છે,જો માતા લક્ષ્મી તમાર‍ા ઘરમાં વાસ કરે તો તમારા ઘરમાં પૈસાથી જોડાયેલી કોઇ સમસ્યા નહી થાય, દેવી લક્ષ્મીજી ને ચંચલ સ્વભાવની માનવામાં આવે છે,તે ક્યારેય એક જગ્યા પર ટકી રહેતી નથી,માતા લક્ષ્મીજી ને પ્રસન્ન કરવી ખુબજ આસાન છે પરંતુ જેટલી જલ્દી તેઓ ખુશ થાય છે તેટલી જ જલ્દી તેઓ નારાજ પણ થાય છે.

વાસ્તવમાં, આપણે જાણીએ છીએ કે અજાણ્યામાં અપણે એવા કાર્યો કરીએ છે જેના કારણે માતા લક્ષ્મીજી આપણાથી રુષ્ટ થઇ જાય છે,જો તમે ઇચ્છો છો કે માતા લક્ષ્મીજી ની કૃપા દૃષ્ટિ હંમેશાં તમારા પર રહે,તો તમારે કંઇક કામ કરવું જોઈએ કારણ કે આ કામ શાસ્ત્રો અનુસાર, મનાય છે, તમારા દ્વારા કરાયેલી આ ભૂલોને કારણે માતા લક્ષ્મીજી,તમારાથી હંમેશ માટે નારાજ થઈ શકે છે અને તમારુ ઘર છોડીને ચાલ્યા જશે,જેના કારણે તમારે દરિદ્રતાનો સામનો કરવો પડશે તેથી તમે આ ભુલોને હંમેશાં કરતા બચો.

જો કોઈ વ્યક્તિ દારૂ પીતો હોય તો તેના કારણે માતા લક્ષ્મીજી તે વ્યક્તિ પર ગુસ્સે થાય છે,જો તમે ઇચ્છો છો કે માતા લક્ષ્મીજી ની કૃપા દૃષ્ટિ તમારા ઉપર હંમેશાં રહે છે,તો તમે દારૂ પીવો નહીં.તમે આ બાબતની ખાસ કાળજી રાખો કે તમે ક્યારેય પણ પૈસાની દેવી માતા લક્ષ્મીજીની મૂર્તિને નીલા રંગના કપડાં પહેરીને સ્પર્શ ન કરો, કારણ કે તેનાથી લક્ષ્મીજી ક્રોધિત થાય છે.તમે તમારા ઘરમાં કાથા ને જમા કરીને ન રાખો, કારણ કે તેનાથી માતા લક્ષ્મી જી તમારાથી રુષ્ટ થઇ શકે છે.

જો તમે માતા લક્ષ્મીજી ને પીળા રંગનાં ફૂલ,પીળા રંગનાં કપડાં અર્પિત કરો તો તેનાથી માતા લક્ષ્મી જી તમે ખૂબ ખુશ થાય છે કારણ કે પીળો રંગ ભગવાન વિષ્ણુજીને ખુબ પ્રિય છે, જો કે તમે પીળા રંગની વસ્તુઓ લક્ષ્મીજી માટે લાવ્યા હો તો તેનાથી પણ તેઓ હંમેશા ખુશ થાશે.ઘરમાં ક્યારેય તૂટેલી વસ્તુઓ ન રાખવી જોઈએ જેમ કે તૂટેલા ચશ્માં, ફર્નીચર, કોઈ કાચનું વાસણ, સાવરણી, ફોટા વગેરે. કારણ કે આ તૂટેલી વસ્તુ આપણા ઘરમાં નકારાત્મક પ્રભાવ પાડે છે જેના કારણે આપણી માનસિક સ્થિતિમાં બદલાવ આવે છે માનસિક રીતે ખુબ દુઃખી થઇ જાય છે વ્યક્તિઓ. કહેવાય છે કે આ વસ્તુઓના કારણે વાસ્તુદોષ પેદા થાય છે જેના કારણે આપણા ઘરે લક્ષ્મી પણ નથી આવતી.

આપણા ઘરમાં રાખેલી છબીઓ અને પોસ્ટર્સ પણ એક સકારાત્મક અને નકારાત્મક એનર્જી ધરાવે છે જેમ કે તમે ઘણા ઘરોમાં જોયું હશે કે તાજમહેલનું પોસ્ટર લગાવ્યું હોય પરંતુ તે પોસ્ટર ક્યારેય ઘરમાં લગાવવું ન જોઈએ. કારણ કે આપણે જેને પ્રેમનું પ્રતિક માનીએ છીએ તે તાજમહેલમાં શાહજહાંની પત્ની મુમતાઝની કબર પણ છે તેથી એવું કહેવાય કે આપણે આપણા ઘરમાં એક કબરનું પોસ્ટર લગાવ્યું છે.

મિત્રો તમે જોયું હશે કે કોઈ લોકો ડાન્સર હોય ખાસ કરીને ક્લાસિકલ ડાન્સર તો તે પોતાના ઘરમાં નટરાજની મૂર્તિ રાખતા હોય છે જેમાં ભગવાન શિવ નૃત્ય કરતા હોય છે તેવી મૂર્તિ એક ચક્રમાં હોય છે. તે મૂર્તિને માત્ર કાર્ય સ્થળ પર જ રાખવી જોઈએ. ક્યારેય તેને ઘરમાં ન રાખવી. કારણ કે તે ભગવાનના ક્રોધનું તાંડવ હતું. ક્રોધનું વિકરાળ સ્વરૂપ હતું તેથી ન રાખવી જોઈએ. તેવી જ રીતે રામાયણ કે મહાભારતના યુદ્ધના પોસ્ટર કે ફોટો પણ ન લગાવવા જોઈએ.

આ ઉપરાંત કોઈ પણ જંગલી પ્રાણીઓ હોય જેમ કે સિંહ, ચિત્તો વગેરેના પોસ્ટર પણ ઘરમાં ક્યારેય ન લગાવવા જોઈએ તે આપણા ઘર માટે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અશુભ છે.મિત્રો ક્યારેય પણ કાંટાવાળા છોડ અથવા તો દૂધવાળા છોડ જેમ કે પપૈયું વગેરે જેવા છોડ ન લગાવવા જોઈએ કારણ કે તે આપણા માટે બેડલક લઈને આવે છે. ઘરમાં ક્યારેય ફૂવારાઓ પણ ન લગાવવા જોઈએ.

ક્યારેય ડૂબતા જહાંજ તેમજ હાથે બનાવેલા પોસ્ટર્સ કે ફોટો ઘરમાં ન લગાવવા જોઈએ કારણ કે તે આપણા નસીબને પણ ડુબાવે છે.આ ઉપરાંત એક સૂકાયેલા છોડ વૃક્ષ કે જગ્યાની પેઇન્ટિંગ, કોઈ રોતી છોકરીની પેઇન્ટિંગ અથવા માનવરહિત વસ્તી અથવા તો વિખરાયેલા ઘરની પેઇન્ટિંગ હોય વગેરે કળા અને સર્જનાત્મકતાનો નમૂનાઓ છે પરંતુ આવું ક્યારેય ન લગાવવું જોઈએ. પરંતુ આ વસ્તુઓ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વધારે નકારાત્મકતા પેદા કરે છે.

મિત્રો ઘણા લોકોને એવી આદત હોય છે કે ઘરમાં ફાટેલા તથા બિનઉપયોગી કપડા કબાટમાં તથા પોટલા બાંધી બાંધીને ઘરમાં રાખતા હોય છે તો તે રીતે આવી રીતે બિનજરૂરી કપડા અથવા તો ચાદર, ઓછાડ વગેરેના પોટલા રાખ્યા હોય તો તે તુરંત હટાવી દેવા જોઈએ કારણ કે આવા પોટલાઓ ઘરમાં ખુબ જ નકારાત્મક ઉર્જા ઉત્તેજિત કરે છે જેની અસર ઘરના માલિક પર થાય છે. માટે આવા કપડાને દાનમાં આપી દેવા જોઈએ.

મિત્રો ભંગાર ઘરમાં ક્યારેય ભેગો ન થવા દેવો જોઈએ કારણ કે ઘરમાં રાખેલો ભંગારથી પૈસાની તંગી ઉદ્દભવે છે. બરકત રહેતી નથી તેનાથી ઘરનો માલિક બીમાર રહે છે.પર્સ ફાટેલું ક્યારેય ન રાખવું અથવા તીજોરી હમેંશા ઉત્તર તરફ રાખવી જોઈએ. કારણ કે તે કૂબેર મહારાજની દિશા છે. તે દિશા તરફથી ધનનો પ્રવેશ થાય છે. પર્સમાં ક્યારેય જૂની વસ્તુ, ચાવી, અપવિત્ર વસ્તુ, ઉધારીના, લોનના કાગળિયાં વગેરે જેવી વસ્તુઓ ક્યારેય ન રાખવી.

પુસ્તકની અલમારી અથવા કોઈ અન્ય સજાવટની વસ્તુઓ રાખી હો તે અલમારી ક્યારેય ખુલી ન રાખવી. કારણ કે તે કાર્યોમાં વિઘ્નો પેદા કરે છે. તેમજ પૈસા પાણીની જેમ વહે છે.ખંડિત મૂર્તિઓ તથા ભગવાનના ફાટેલા પોસ્ટર તેમજ ફોટા ક્યારેય ન રાખવા કારણ કે તે આર્થિક હાનીનું કારણ બને છે.ક્યારેય ઘરમાં પ્લાસ્ટર ઉખડી જતું હોય તો તરત જ તે ઠીક કરી લેવું કારણ કે તે વાસ્તુદોષ ગણાય છે.

પૂજાના ફૂલ ક્યારેય એકઠા ન કરવા જોઈએ તેને તરત જ પધરાવી દેવા કારણ કે આ ફૂલ એકઠા કરવા તે અશુભ ગણાય છે.લીંબુ મરચા બાંધ્યા હોય તો દર રવિવારે તે ઉતારી લેવા જોઈએ તેમજ શનિવારે નવા લીંબુ મરચા રાખી દેવા જોઈએ.કરોળીયાની જાળ ક્યારેય ન થવા દેવા કારણ કે તે ઘરમાં વિપત્તિની પરિસ્થિતિ લાવે છે.

પ્લાસ્ટિકની વસ્તુઓનો વધારે પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે તો નુકશાનકારક તો છે પરંતુ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ તે નકારાત્મક ઉર્જા પેદા કરે છે. તે આપણા નસીબમાં બાધાઓ ઉભી કરે છે.ઘરમાં દવાઓ, એસિડની બોટલ વગેરે સુરક્ષિત જગ્યાએ રાખવી જોઈએ તેને બેડરૂમ પાસે તથા રસોડા પાસે ક્યારેય ન રાખવી. તેના માટે અલગથી બહાર લાકડાનો કબાટ બનાવી તેમાં આ બધી વસ્તુઓ રાખવી.

મળેલી વસ્તુઓ જેમ કે વીટી અથવા કોઈ સ્ટોન ગમે ત્યાં રાખવી નહિ. પરંતુ ઘણીવાર તે આપણા ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે માટે તેને ઘરમાં રાખવાના બદલે ફેંકી દો.સ્મશાન, ફેક્ટરીનો ધૂમાડો વગેરે બારીઓમાંથી દેખાવું ન જોઈએ આ ઉપરાંત જો દેખાતું હોય તો હંમેશા બારીઓ પર પડદા લગાવી રાખવા જોઈએ. આ ઉપરાંત ઘર એવું પસંદ કરવું કે જ્યાં ઘરની સામે કોઈ વીજળીનો થાંભલો ન હોય કારણ કે તે પણ આપણા ભાગ્યને રોકી શકે છે.

આ ઉપરાંત બહારનો કચરો ઘરમાં આવે તેવી પરિસ્થિતિ ક્યારેય ઉભી ન થવા દેવી જોઈએ. તેનાથી પણ ઘરમાં અશાંતિ ફેલાય છે.તો મિત્રો આવી નાની નાની વસ્તુઓ તમારા ઘરમાં આવતા દુઃખો અને સમસ્યાનું કારણ હોય છે. તેમજ તે તમારા ભાગ્યને નબળા બનાવતી હોય છે માટે આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવી રીતે વસ્તુઓ ક્યારેય ઘરમાં ન રાખવી.

જો તમે ઇચ્છો કે માતા લક્ષ્મીજીની કૃપા દૃષ્ટિ તમારા ઉપર હંમેશાં રહે,તો તમે હાવન પૂજન માં લવિંગ, એલચીનો ઉપયોગ કરો, આથી માતા લક્ષ્મીજી ઝડપથી ખુશ થશે.માતા લક્ષ્મીજી ખુશ કરવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય તે છે કે તમે તલના તેલનો દીવો તેમની સમક્ષ કરો.જો તમે ઇચ્છો કે ધનની દેવી માતા લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે તો તમે હંમેશા તમારા ઘરમાં કચરો ન થવ‍ા દો.

માતા લક્ષ્મીજી ની કૃપા ખૂબ જ જરૂરી છે,જો તમે જીંદગીમાં સતત વિકાસ ઇચ્છો છો તો તમારી પાસે ધન હોવુ ખુબજ જરુરી છે, ઉપરોક્ત કેટલીક બાબતો જણાવે છે કે જો તમે આ બાબતો પર ધ્યાન આપશો તો માતા લક્ષ્મીજી તમને હંમેશાં ખુશ કરશે, જેના કારણે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી અથવા પૈસાની કમી નહીં રહે,તમારા ઘરના પરિવારથી દરિદ્રતા દૂર રહે છે.

About bhai bhai

Check Also

શું તમે જાણો છો કે કાનખજૂરો દેખાવું શુભ છે કે અશુભ જાણો શું છે રહસ્ય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દુનિયાભરમાં ઘણી એવી વસ્તુઓ છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *