Breaking News

રામાયણ અનુસાર જાણો કયાં લોકો પાસે પૈસા ક્યારેય નહિ ટકતા જાણો તમે તો નથીને

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જીવનને સરળતાથી અને આરામદાયક રીતે પસાર કરવા માટે દરેક પોતાની યથાશક્તિ અનુસાર મહેનત અને પ્રયત્ન કરે છે. પેલી કહેવત છે ને કે નાણાં વગરનો નાથીઓ નાણે નાથા લાલ. મતલબ કે જો તમારે માન સન્માન મોભો મેળવવો હોય તો પૈસા કમાવવા ખુબજ જરૂરી છે. ઘણી વખત એવુ પણ થાય છે કે અથાગ મહેનત કરવા છતા ધાર્યુ પરિણામ મળતું નથી ત્યારે આપણે જયોતિષ શાસ્ત્ર કે આપણા ધાર્મિક ગ્રંથોનો સહારો લઈએ છીએ.

આપણા બે મહાકાવ્ય રામાયણ અને મહાભારતમાં આ અંગે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યુ છે. રામચરિત માનસ એટલે કે રામાયણમાં એવા લોકો વિષે જણાવવામાં આવ્યું છે જેમની પાસે પૈસા નથી ટકતા. અને એ તો તમે જાણો જ છો કે, હિંદુ ધર્મમાં રામાયણ કે રામ ચરિત માનસને જીવન જીવવાનો આધાર ગણવામાં આવે છે. રામાયણ આપણને દરેકને જીવવાની સાચી દિશા દેખાડે છે. અને એ જ રામચરિત માનસમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઘણા લોકો પાસે ધન કેમ નથી રહેતું? જાણકારી માટે જણાવી દઈએ કે, રામાયણ મુજબ જે લોકો લાલચુ છે, તેમની પાસે ક્યારેય ધન નથી રહેતું. લાલચ ખરાબ ભાવ છે. એટલા માટે તમારે સુખી રહેવા માટે લાલચ છોડીને તમારા ધર્મનું અનુસરણ કરવું જોઈએ.

રામાયણ અનુસાર જેમનો જીવન સાથી યોગ્ય નથી, તેમની પાસે પણ લક્ષ્મી ક્યારેય નહિ ટકતી. જે લોકો પોતાના જીવન સાથીને દગો આપે છે, તેની પાસે લક્ષ્મી ક્યારે પણ રહેતી નથી. જો તમે એમ કરો છો, તો તમારા ઘરનું સત્યાનાશ થઇ જાય છે. એ સિવાય રામાયણ મુજબ જે ઘરમાં કેફી પદાર્થોનું સેવન કરવામાં આવે છે, ત્યાં ક્યારેય લક્ષ્મીજી વાસ નથી કરતા. એટલા માટે જો તમારી અંદર પણ એવી કોઈ ખરાબ ટેવ છે, તો અત્યારે જ છોડી દો, જેથી માં લક્ષ્મીની કૃપા તમારા ઉપર હંમેશા જળવાઈ રહે.

રામાયણ મુજબ અહંકારી વ્યક્તિ પાસે ધન ક્યારે પણ રહી શકતું નથી. જો એવા કોઈ વ્યક્તિ પાસે ધન છે તો તે ખુબ જલ્દી ખલાસ થઇ જશે. ધનને પોતાની પાસે રાખવા માટે માણસે અહંકારનો ત્યાગ કરવો પડશે. આમ હંમેશા સત્યનો સાથ આપવો જરૂર જણાય ત્યાં સત્ય માટે લડી લેવું જે પણ કમાણી કરો તેનો ચોથો ભાગ હંમેશા સત્કાર્ય પાછળ વાપરવો.

જે લોકો ગંદા કપડા પહેરે છે તેમની પાસે લક્ષ્મી ક્યારેય આવતી નથી. જેમને ગંદકી ગમે છે, તેઓ આજુબાજુની સ્વચ્છતાની કાળજી લેતા નથી, તેઓ ની પર ધન ની દેવી લક્ષ્મીની કૃપા બનતી નથી. ઉપરાંત, આવા લોકો સમાજને પસંદ નથી કરતા અને તેમને દરેક રીતે અપમાનનો સામનો કરવો પડે છે. જે વ્યક્તિના દાંત સાફ નથી અને જે આ તરફ વધારે ધ્યાન આપતો નથી, તે ચોક્કસપણે ગરીબીનો સામનો કરે છે. લક્ષ્મી આવા લોકોને ત્યાગ કરે છે. તે જ સમયે, જેઓ દરરોજ દાંત સાફ કરે છે તેમના પર લક્ષ્મીનો આશીર્વાદ રહે છે.

ભૂખ કરતાં વધારે ભોજન કરનાર વ્યક્તિ કદી ધનવાન થઈ શકતો નથી. નિર્દયતા ધીમે ધીમે વ્યક્તિને ગરીબીમાં ડૂબી જાય છે. વળી, જે વ્યક્તિ વધારે ખોરાક લે છે તેની તબિયત પણ બરાબર નથી રેહતી. તે હંમેશાં કોઈક રોગથી ઘેરાયેલા રહે છે. જે લોકો કડવા શબ્દો બોલે છે તે હંમેશાં ગરીબ હોય છે. ચાણક્યના જણાવ્યા મુજબ, દરેક વ્યક્તિએ મીઠી બોલી લેવી જોઈએ, અને જે લોકો પોતાની વાણી થી બીજા ના મન ને ઠેસ પોહ્ચાડે છે તેને માં લક્ષ્મી ગુસ્સો કરે છે. કઠોર વાણી બોલનારાને લક્ષ્મી કૃપા આપતા નથી. આવા લોકોમાં ઘણું દુશ્મનો હોય છે અને તેઓ હંમેશા દુશ્મનોથી ઘેરાયેલા રહે છે.

જે વ્યક્તિ સવારથી સાંજ સુધી ખાલી સુતા રહે છે, તે કદી ધનિક બની શકતો નથી. ચાણક્ય અનુસાર, જે લોકો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી નિંદ્રામાં રહે છે, તેઓ ક્યારેય પણ લક્ષ્મી દેવીના આશીર્વાદ મેળવતા નથી. તે હંમેશાં આર્થિક મુશ્કેલીઓ સાથે સંઘર્ષ કરે છે. કારણ વગરનું સોનું મનુષ્ય માટે હાનિકારક હોવાનું કહેવાય છે. આ સિવાય તે લોકો પણ ક્યારેય અમીર નથી બનતા, કે તે અન્યાય,ધુતારા કે બેઇમાનીથી પૈસા કમાવામાં માનતા હોઈ છે. આ રીતે પૈસા કમાતા લોકો લાંબા સમય સુધી શ્રીમંત રહેતાં નથી. ખૂબ જ ટૂંક સમયમાં લક્ષ્મી આવા લોકો ઉપર ગુસ્સે થઈ જાય છે અને તેઓ કાયમ માટે ગરીબ થઈ જાય છે.

આ ઊપરાંત રામાયણમાં જણાવ્યા મુજબ દરેક પતિ પત્નીને પોતાના સંબંધો અને પોતાના સંબંધો સાથે જોડાયેલી થોડી વિશેષ જવાબદારીઓ અને હક્કની ખબર હોવી જોઈએ. રામાયણ વિષે જાણ્યા પછી ઘણા લોકોને લાગે છે કે શ્રીરામ અને સીતાનું લગ્ન જીવન સારું ન હતું. તેમના જીવનમાં સુખ ન હતું. પરંતુ એ વાત ખોટી છે. શ્રીરામ અને સીતાને ભૌતીક સુખ જરૂરી ન હતું. તેમણે તો બસ એક કર્તવ્ય અને અધિકારોને સારી રીતે સમજ્યા. જેથી થોડા સમયમાં જ એમને લગ્ન જીવનનું સુખ ઘણું બધું મળ્યું. શ્રીરામ અને સીતાના સંબંધો જોઈને આપણે પણ થોડી વાતો શીખવી જોઈએ.

રામાયણમાં જણાવ્યા મુજબ પતિ પત્નીના સંબંધો કાંઈક આવા હોવા જોઈએ.રામાયણના જણાવ્યા મુજબ સીતા સાથે લગ્ન કરીને ભગવાન શ્રીરામે સફળ લગ્ન જીવનનો પાયો નાખ્યો. સીતાને ભગવાન શ્રી રામ દ્વારા લગ્ન પછી ઉપહાર તરીકે વચન આપવામાં આવે છે, કે જેવી રીતે બીજા રાજાઓ ઘણી રાણીઓ રાખે છે, ઘણા લગ્નો કરે છે, તે એવું ક્યારે પણ નહિ કરે. હંમેશા સીતા પ્રત્યે જ નિષ્ઠા રાખશે.રામાયણના જણાવ્યા મુજબ લગ્નના પહેલા દિવસે જ એક દિવ્ય વિચાર આવ્યો. સંબંધોમાં વિશ્વાસ અને આસ્થાનો સંચાર થઇ ગયો. સફળ ગૃહસ્થીનો પાયો નખાયો. શ્રીરામે પોતાનું એ વચન નિભાવ્યું પણ હતું. અને સીતાને જ તમામ અધિકાર પ્રાપ્ત થયા. શ્રીરામે તેને ક્યારે ઓછા નથી ગણ્યા.

રામાયણ કહે છે કે પતિ પાસે જ બધી અપેક્ષાઓ રાખવી અને પતિને તમામ મર્યાદાઓ અને નિયમોમાં પોતાની રીતે છૂટ આપવી એકદમ નિષ્પક્ષ અને ન્યાયથી અલગ છે. પતિ પત્ની ત્યારે સાર્થક છે જયારે તેમની વચ્ચેનો પ્રેમ હંમેશા એવો ને એવો જ તાજગીભર્યો રહે. ત્યારે તો પતિ પત્નીને બે શરીરમાં એક જીવ કહે છે. બન્નેની અપૂર્ણતા જયારે પૂર્ણતામાં ફેરવાઈ જાય છે તો અધ્યાત્મના રસ્તે આગળ વધવું સરળ અને આનંદપૂર્ણ બની જાય છે. રામાયણમાં જણાવ્યું છે કે સ્ત્રીમાં એવા ઘણા ઉત્તમ ગુણ હોય છે, જે પુરુષોએ અપનાવી લેવા જોઈએ. પ્રેમ, સેવા, ઉદારતા, સમર્પણ અને ક્ષમાની ભાવના સ્ત્રીઓમાં એવા ગુણ છે, જે તેને દેવી જેવું સન્માન અને ગૌરવ પૂરું પાડે છે.

રામાયણમાં જે રીતે પતિવ્રતની વાત કરવામાં આવી રહી છે, તે મુજબ પત્નીવ્રત પણ એટલું જ જરૂરી અને મહત્વનું છે. જોકે ઊંડાણ પૂર્વક વિચારીએ તો એ વાત સ્પષ્ટ થાય છે, કે પત્ની માટે પતિ વ્રતનું પાલન કરવું જેટલું જરૂરી છે તેનાથી વધુ જરૂરી છે પતિનું પત્ની વ્રતનું પાલન કરવું. બન્નેનું મહત્વ સરખું છે. કર્તવ્ય અને અધિકારોની દ્રષ્ટિએ એક સરખું જ છે. રામાયણમાં જણાવ્યા મુજબ જે નિયમ અને કાયદા પત્ની ઉપર લાગુ થાય છે, તે પતિ ઉપર પણ લાગુ થાય છે. ઈમાનદારી અને નિષ્પક્ષ થઇને જો વિચારીએ તો એ સાબિત થાય છે, કે સ્ત્રી પુરુષની સરખામણીએ વધુ મહત્વપૂર્ણ અને સન્માનની હક્કદાર છે.

About bhai bhai

Check Also

દક્ષિણ ભારતથી એક સાધુ જ્યારે બજરંગ દાસ બાપા ને મળવા આવ્યાં ત્યારે બાપાએ કહી હતી આ ખાસ વાત…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *