Breaking News

રામાયણ યાત્રા ટ્રેન શરૂ, જાણો કયાં-કયાં ફરી શકાશે, ભાડું કેટલું?

ભગવાન શ્રીરામમાં આસ્થા રાખનારા ભક્તો માટે રેલવે એક મોટા સમાચાર લઈને આવ્યું છે. IRCTC એ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ‘દેખો અપના દેશ’ પહેલ હેઠળ ડીલક્સ એસી ટુરિસ્ટ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેન શ્રી રામાયણ યાત્રા માટે ચલાવવામાં આવી છે. આ ટ્રેન 7 નવેમ્બરે દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી રવાના થઈ છે. જો તમે પણ આ ટ્રેનની મુસાફરીનો આનંદ માણવા માંગો છો તો જાણો તેની સાથે જોડાયેલી દરેક માહિતી. ક્યારે અને ક્યાંથી આ ટ્રેન ઉપડશે, કેટલા દિવસની મુસાફરી અને કેટલા રૂપિયાની ટિકિટ.બધું જ અહીં જાણો

આ ટ્રેન ક્યાં-ક્યાં મુસાફરી કરશે?

યાત્રાનું પહેલું સ્ટોપ ભગવાન શ્રી રામનું જન્મસ્થળ અયોધ્યા હશે, જ્યાં શ્રી રામ જન્મભૂમિ મંદિર, શ્રી હનુમાન મંદિર અને નંદીગ્રામમાં ભારત મંદિરના દર્શન કરાવશે. અયોધ્યાથી રવાના થઈને આ ટ્રેન સીતામઢી જશે, જ્યાં જાનકીના જન્મ સ્થળ અને નેપાળના જનકપુરમાં રામ જાનકી મંદિરના દર્શન કરાવશે. ટ્રેનનું આગળનું સ્ટોપ શિવની નગરી કાશી હશે જ્યાંથી પ્રવાસીઓ સીતા સમાહિત સ્થળ, પ્રયાગ, શૃંગવેરપુર અને ચિત્રકૂટનો પ્રવાસ કરશે.

આ પ્રવાસમાં કેટલા દિવસો લાગશે?

1233

ચિત્રકૂટથી નીકળ્યા બાદ આ ટ્રેન નાસિક પહોંચશે, જ્યાં પંચવટી અને ત્ર્યંબકેશ્વર મંદિરના દર્શન કરી શકાશે. નાસિક બાદ હમ્પીનું પ્રાચીન કિષ્કિંદા શહેર આ ટ્રેનનું આગામી સ્ટોપ હશે, જ્યાં શ્રી હનુમાન જન્મ સ્થળ અને અંજની પર્વત સ્થિત અન્ય મહત્વપૂર્ણ ધાર્મિક અને વિરાસત મંદિરોના દર્શન કરી શકાશે. આ ટ્રેનનું છેલ્લું સ્ટોપ રામેશ્વરમ હશે. પ્રવાસીઓને રામેશ્વરમમાં પ્રાચીન શિવ મંદિર અને ધનુષકોડીના દર્શન થશે. રામેશ્વરમથી નીકળ્યા બાદ આ ટ્રેન 17માં દિવસે દિલ્હી પહોંચશે. એટલે કે આખા પ્રવાસ કુલ 17 દિવસનો સમય લાગશે. આ દરમ્યાન ટ્રેન લગભગ 7500 કિલોમીટરનું અંતર કાપશે.

આ ટ્રેનમાં શું છે ખાસ?

અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ એસી ટુરિસ્ટ ટ્રેનમાં પેસેન્જર કોચ ઉપરાંત બે રેલ ડાઇનિંગ રેસ્ટોરન્ટ, એક આધુનિક કિચન કાર અને મુસાફરો માટે ફૂટ મસાજર, મિની-લાઇબ્રેરી, આધુનિક સેનિટરી ટોઇલેટ અને શાવર ક્યુબિકલ્સ હશે. આ સાથે સુરક્ષા માટે દરેક કોચમાં સુરક્ષા ગાર્ડ, ઈલેક્ટ્રોનિક લોકર અને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ રહેશે. IRCTC ટીમ મુસાફરીના સમગ્ર સમયગાળા દરમિયાન તમામ સ્વચ્છતા અને આરોગ્ય પ્રોટોકોલનું ધ્યાન રાખશે. તમામ પ્રવાસીઓને ફેસ માસ્ક, હેન્ડ ગ્લવ્ઝ અને સેનિટાઈઝર લઈ જવા માટે સેફ્ટી કીટ આપવામાં આવશે. તમામ પ્રવાસીઓ અને સ્ટાફના તાપમાનની તપાસ અને હોલ્ટ સ્ટેશનો પર વારંવાર ટ્રેનની સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવશે. દરેક ભોજન સેવા પછી રસોડું અને રેસ્ટોરન્ટને સાફ અને સેનિટાઇઝ કરવામાં આવશે.

આ પ્રવાસનું ભાડું કેટલું છે?

IRCTC એ એસી ફર્સ્ટ ક્લાસની મુસાફરી માટે 1,02,095 રૂપિયાની ટિકિટ રાખી છે. જ્યારે 2 ટાયર એસી કોચ માટે તમારે 82,950 રૂપિયા ચૂકવવા પડશે. આ ટુર પેકેજની કિંમતમાં મુસાફરોને સ્વાદિષ્ટ શાકાહારી ભોજન, એસી બસો દ્વારા પ્રવાસી સ્થળદર્શન, એસી હોટલમાં રહેવાની વ્યવસ્થા, રેલ મુસાફરી ઉપરાંત ગાઈડ અને ઈન્સ્યોરન્સ જેવી સુવિધાઓ આપવામાં આવશે. સરકાર/પીએસયુ કર્મચારીઓ પણ ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાના આધારે પાત્રતા મુજબ આ પ્રવાસ પર એલટીસીનો લાભ પણ ઉઠાવી શકે છે.

ટિકિટ ક્યાંથી મળશે, કોણ બુક કરાવી શકશે?

આ ટ્રેન દિલ્હીથી રવાના થઈ છે, પરંતુ જો તમે આ ટ્રેનમાં બેસવા માંગતા હોવ અને જો બધી સીટો ફુલ ન હોય તો તમે ટિકિટ ચેક કરી શકો છો. આ ટ્રિપ બુક કરવા માટે ઉંમર 18 કે તેથી વધુ હોવી જોઈએ. તેમજ તમે કોરોના રસીના બંને ડોઝ લીધેલા હોવા જોઈએ. તમે IRCTC વેબસાઇટ https://www.irctctourism.com પર જઈને આ ટ્રેન ટિકિટ ઓનલાઈન બુક કરી શકો છો. ધ્યાનમાં રાખો કે બુકિંગ સુવિધા સત્તાવાર વેબસાઇટ પર પહેલા આવો-પહેલા-મેળવોના ધોરણે ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે 8287930202, 8287930299 અને 8287930157 મોબાઈલ નંબર પર પણ સંપર્ક કરી શકો છો.

About bhai bhai

Check Also

‘બાળક સાથે ઓરલ સે@ક્સ એ બહુ ગંભીર ગુનો નથી’, High Court એ આરોપીઓની સજા ઘટાડી..વિવાદિત ફેંશલા થી જાણતા માં રોષ..

બાળકોની જાતીય સતામણી સાથે જોડાયેલા એક મામલામાં સુનાવણી કરતા અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *