Breaking News

રસ્તો ઓળંગતી વખતે આ વસ્તુઓને ભૂલથી પણ ઓળંગવી જોઈએ નહિ થઈ જશો બરબાદ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, વિષ્ણુ પુરાણમાં જીવનને સુખી અને ખુશહાલ બનાવવાના નિયમો જણાવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવાથી ભગવાન વિષ્ણુ, મહાલક્ષ્મી અને તમામ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. આવા જ કેટલાક નિયમો છે રસ્તા પર ચાલતી વખતે ધ્યાનમાં રાખવાના. સવાર હોય કે સાંજ જ્યારે પણ આપણે બહાર જઈએ કે બહારથી ઘરે પરત ફરીએ ત્યારે રસ્તા પરની કેટલીક વસ્તુઓને ઓળંગવી ન જોઈએ. આમ કરવાથી વ્યક્તિને દુ:ખ અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

સ્નાન પછી રસ્તા પર નીકળેલું પાણી.રસ્તા પર નીકળેલું આવું પાણી ક્યારેય ઓળંગવું ન જોઈએ. આમ કરવાથી વ્યક્તિની પવિત્રતા નષ્ટ થઈ જાય છે. જ્યારે પણ આવું ગંદુ પાણી રસ્તા પર નીકળેલું જોવા મળે તેનાથી દૂર રહીને જ ચાલવું. અસ્થિ.શાસ્ત્રોનુસાર મૃત પ્રાણીઓના સ્પર્શથી પણ વ્યક્તિ અપવિત્ર થઈ શકે છે. આવું થાય તો અવશ્ય સ્નાન કરી લેવું જોઈએ. રોડ પર જો કોઈ પ્રાણી કે પક્ષીના હાડકાં કે અન્ય ભાગ પડ્યાં હોય તો તેને પણ ઓળંગવા નહીં.

વાળ.વાળને પણ અપવિત્ર ગણવામાં આવે છે. રસ્તામાં કોઈ વ્યક્તિના વાળ જોવા મળે તો તેના પર ક્યારેય પગ ન મુકવો. તેનાથી હંમેશા દૂર ચાલવું જોઈએ. ભસ્મ.યજ્ઞ કે હવન કર્યા પછી થયેલી ભસ્મને પાણીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ. અનેક સ્થળોએ રસ્તા પર પણ તેને ઢોળી દેવામાં આવી હોય છે. તેના પર પણ ક્યારેય ચાલવું નહીં. ભસ્મ અત્યંત પવિત્ર હોય છે. તેથી તેના પર ચાલવાથી સમસ્યા સર્જાઈ શકે છે.

અપવિત્ર વસ્તુઓ.રસ્તામાં આવતાં-જતાં અનેકવાર અપવિત્ર વસ્તુઓ જોવા મળે છે. આવી વસ્તુઓથી પણ દૂર રહેવું સારું. તેના સ્પર્શથી પણ શરીર અપવિત્ર થઈ જાય છે. આવી વસ્તુને અડ્યા પછી કરેલું પૂજાનું કર્મ પણ ભગવાન સ્વીકારતાં નથી.આ તમામ વસ્તુઓથી દૂર જ રહેવું ખાસ કરીને જ્યારે પૂજા કરવા બેસો ત્યારે ખુબજ પવિત્રતા જાળવવી. કેમકે આ તમામ વસ્તુઓ ઓળંગવાથી કે સ્પર્શવાથી તમામ પવિત્રતાનો નાશ થાય છે.

આ ઉપરાત દૈનિક જીવનમાં ભગવાનની પૂજાનું ખાસ મહત્વ હોય છે. તેથી જ દરેક ઘરમાં સવારે અને સાંજે પૂજા-પાઠ કરવામાં આવે છે. આ પૂજામાં અનેક પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરવાં આવે છે. તેમાંથી કેટલીક વસ્તુ એવી હોય છે જેનો પૂજામાં વારંવાર કરી શકાય છે. જેમકે કંકુ, ચોખા, અબીલ, ગુલાલ વગેરે. આ વસ્તુઓ સિવાય અન્ય કેટલીક સામગ્રી એવી હોય છે જેનો ઉપયોગ માત્ર એકવાર કરી શકાય છે.

પૂજામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જ્યારે વધે છે તો તેને તુલસીજીમાં પધરાવી દેવામાં આવે છે અથવા તો પાણીમાં વહાવવામાં આવે છે. કારણ કે આ વસ્તુઓને જ્યાં-ત્યાં કે કચરામાં ફેંકી શકાતી નથી. આવી વસ્તુઓને કચરાંમાં ફેંકવાથી અપશુકન થાય છે. તો આજે જાણી લો કે પૂજામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જ્યારે ખંડિત થાય તો તેને ઘરમાંથી નિકાલ કેવી રીતે કરવો.

ખંડિત મૂર્તિ.ખંડિત મૂર્તિ પણ ઘરમાં રાખવી હિતાવહ નથી. ખંડિત મૂર્તિ ઘરમાં રાખવાથી ઘરની શાંતિ પણ ખંડિત થાય છે. તેમજ ઘરમાં નેગેટિવ શક્તિ પણ આવે છે, તેથી ખંડિત થયેલી મૂર્તિને ઘરમાં રાખવા કરતાં કોઇ પિપળના ઝાડ નીચે મૂકી દેવી કે પાણીમાં પધરાવવી જોઇએ.ખંડિત કોડિયા.આપણે દિવાળીમાં દીવાઓ મૂકવા માટે હંમેશા માટીના કોડિયા લાવીએ છીએ, વળી ઘણા લોકો પૂજામાં પણ માટીના કોડિયાનો જ ઉપયોગ કરતા હોય છે. હવે આ માટીના કોડિયા થોડા તુટેલા હોય કે તેની અંદર તિરાડ પડી હોય તો આ પ્રકારના ખંડિત કોડિયાને ઘરમાં ન રાખવા જોઇએ. ખંડિત કોડિયા ઘરમાં રાખવામાં આવે ત્યારે પણ નકારાત્મક ઊર્જા વધે છે અને આર્થિક ક્ષતિ પણ થાય છે.

પૂજામાં વપરાયેલા ફૂલ કે તેનો હાર.કોઇપણ પૂજા કરતાં પહેલાં આપણે ફૂલોના હાર તેમજ ફૂલો પૂજામાં વાપરવા માટે જે તે સમયે મંગાવતા હોઇએ છીએ. હવે પૂજા પત્યા બાદ આ ફૂલ મોટેભાગે સાવ સુકાઇ ન જાય કે કરમાઇ ન જાય ત્યાં સુધી તેને ભગવાન ઉપર ચડાવેલા રહેવા દેવાય છે. આ ખરેખર ખૂબ જ ખોટી વાત છે. જેમ આપણને માથામાં નાખેલું સુકાયેલું ફૂલ રાખવું નથી ગમતું તેમ જ ભગવાનને પણ સુકાયેલા ફૂલો ચડાવી ન રાખવા જોઇએ. સુકાયેલું ફૂલ કે સુકાયેલો હાર ઘરમાં રાખવો ખૂબ અશુભ માનવામાં આવે છે, અને આ કારણે ઘરમાં નેગેટિવિટી ફેલાય છે. આથી યોગ્ય સમયે તેનો નિકાલ અવશ્ય કરવો જોઇએ.

સુકાયેલો તુલસીનો છોડ.દરેક પૂજામાં તુલસીનું ખાસ મહત્વ છે. પૂજા સમયે પ્રભુના પ્રસાદમાં તુલસીનું એક પાન અવશ્ય મૂકવામાં આવે છે, વળી ઘરમાં પણ લોકો તુલસીનો છોડ ઉગાડે છે. વાસ્તુ મુજબ ઘરઅંગણે તુલસીનો છોડ હોવો જ જોઇએ. તમારા ઘરને સમૃદ્ધ બનાવવું હોય તો તુલસીનાં છોડને અવશ્ય તમારા ઘરમાં વાવેલો રાખો, પરંતુ આ છોડ જો કોઇ કારણોસર સુકાઇ ગયો હોય તો તેને ફરીથી ઉગશે તે આશાએ ન રાખવો જોઇએ. સુકાયેલા છોડને તળાવ કે નદીમાં પધરાવી દેવો વધારે યોગ્ય ગણાશે. સુકાયેલા તુલસીનાં છોડને ઘરમાં રાખવું અશુભ ગણાય છે. આ કારણે ઘરમાં દરિદ્રતા આવે છે.

અમુક એવી ઘટનાઓ પણ હોય છે જે શુભ સંકેત ગણાય છે. જેમ કે ઘર માંથી બહાર નીકળતી વખતે ગાય સામે આવવી, કુંવારીકા કન્યા સામે આવવી વગેરે. આ ઉપરાંત પણ અનેક એવી ઘટનાઓ છે જે શુકન અપશુકન દર્શાવે છે તે વિશે આજે વિસ્તૃત માહિતી મેળવીએ.જો તમે કોઈ અગત્ય ના કાર્ય પર જઈ રહ્યા હોવ અને તે જ સમયે જો કોઇ વ્યક્તિ તમને પાછળ થી ટોકી દે તો તમે જે કામ માટે જઇ રહ્યા હોવ તેમાં સામાન્ય રૂપે વિઘ્ન આવી શકે છે અથવા તો અસફળતા હાથ લાગી શકે છે.જો તમે કોઈ અગત્ય ના કાર્ય માટે જઈ રહ્યા હોવ અને તે સમયે જો કોઇ કૌટુંબિક સભ્ય તમને ચા માટે પૂછે તો તે પણ તમારા કાર્ય ની અસફળતા નું કારણ બની શકે છે. માટે જયારે પણ કોઈ વ્યક્તિ બહાર જઈ રહ્યું હોય તે સમયે તેને કયારેય પણ જમવા માટે કે ચા પીવા માટે આગ્રહ ના કરવો તેના થી અપશુકન થાય છે.

જો કોઇપણ કૌટુંબિક સદસ્ય બહાર કોઈ મહત્વપૂર્ણ કાર્ય હેતુ થી જઈ રહ્યો હોય અને તેના જવાના સમયે ઘર મા કચરો વાળવામા આવે તો વ્યક્તિ ની સફળતા પર વિઘ્ન ના વાદળ ઘેરાઈ શકે છે. આ ઉપરાંત જો કોઈ અગત્ય ના કાર્ય પર જતા સમયે જો ઘર ની બહાર કોઇ કૂતરું પોતાનું શરીર ખંજવાળતું જોવા મળે તો તે કાર્ય અધૂરું રહી શકે છે.

આ સિવાય જો તમારું પાળેલું કૂતરું તમારી ગાડી ની અંદર સતત ભસ્યા કરે તો આ કોઇ અનિષ્ટ ઘટના બનવાના અથવા અકસ્માત થવાના સંકેત દર્શાવી રહ્યું છે. જો પાળેલું કૂતરું પોતાના માલિક ને બહાર જતા સમયે ચાટે અથવા તો લાડ કરે તો તે સમયે બહાર જવું તેમના માટે અશુભ સાબિત થઇ શકે છે.કોઈ અગત્ય ના કાર્ય પર જતી વખતે બિલાડી નું રડવું અને લડવું અપશુકન ગણવામાં આવે છે. તમારા બનતાં તમામ કાર્ય બગડી શકે છે. આ ઉપરાંત જો કોઇ કાળી બિલાડી તમારો રસ્તો કાપે તો તે તમારા માટે અપશુકનિયાળ સાબિત થઈ શકે છે.

આ ઉપરાંત બહાર જતાં સમયે બિલાડી ના મુખ મા કોઇ ખાવા ની વસ્તુ દબાતી જોવા મળે તો આ પણ અપશુકનનો જ એક સંકેત માનવામાં આવે છે. ઘરે જતાં સમયે બિલાડી ડાબી સાઈડ જુએ તો શુભ અને જમણી સાઈડ જુએ તો અશુભ ઘટના બનવાના યોગ સર્જાય છે. સંધ્યા કાળે વાનર જોવા મળે તો યાત્રા સુખદ રહે છે.જો તમે કાર્ય પર જતાં સમયે નોળિયો જુઓ તો આ સંકેત અતિશુભ ગણવામાં આવે છે. મહત્વપૂર્ણ કાર્ય પર જતા સમયે જો ગાય વાછરડા ને દૂધ પીવડાવતી જોવા મળે તો આ સંકેત અતિશુભ સંકેત ગણવામાં આવે છે.

About bhai bhai

Check Also

શું તમે જાણો છો કે કાનખજૂરો દેખાવું શુભ છે કે અશુભ જાણો શું છે રહસ્ય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દુનિયાભરમાં ઘણી એવી વસ્તુઓ છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *