સુરતની માર્કેટમાં રત્નાગીરી હાફુસ કેરી ની પધરામણી, કેસર કેરીનો ભાવ સાંભળીને બે ઘડી તો…

0
2220

કેસર કેરી ખાવાના શોખીનો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ વખતે કેરીના ભાવમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે. વાવાઝોડાના કારણે આંબાના ઝાડ મૂળમાંથી ઉખડી જવા કે ડાયો ફસાઈ જવાના કારણે આ વર્ષે પૂરતો ફાલ આવ્યો નથી. કેસર કેરીનું જૂનાગઢના બજારમાં થઈ ગયું છે પરંતુ ભાવ ગયા વર્ષ કરતાં વધારે છે અને સુરતની માર્કેટમાં રત્નાગીરી હાફુસ કેરી ની પધરામણી થઇ ગઈ છે.

ખેડૂતોના જણાવ્યા અનુસાર વાવાઝોડા ના કારણે કેરી ના બગીચા બરબાદ થઈ ગયા છે. બગીચા તૈયાર થવામાં પાંચ વર્ષ જેટલો સમય લાગે છે અને વાવાઝોડાના કારણે કેસર કેરી ની ખેતી કરતા ખેડૂતોને આશરે 2000 કરોડનું નુકસાન થયું છે.વાવાઝોડાના કારણે કેરીના પાકને નુકસાન થયું છે જેને લીધે આ વર્ષે કેરીના પાક ના ભાવ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

સુરત શહેરના વેપારીઓ કહે છે કે માર્કેટમાં રત્નાગીરી હાફૂસ કેરીનું આગમન થઇ ગયું છે. પરંતુ વાવાઝોડાની અસરને લીધે આ વખતે ઉત્પાદન 50 ટકા જેટલો ઘટી ગયો છે અને ભાવમાં 50 થી 70 ટકાનો વધારો જોવા મળ્યો છે.હાફુસ ની વાત કરવામાં આવે તો આ વખતે 700 થી 1200 ની ડઝન કરી મળશે જ્યારે ચાર થી પાંચ હજાર મણ કેરીનો ભાવ હશે.

ગત વર્ષ કરતા આ વર્ષે કેરીના ભાવમાં 25 થી 30 ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને ગરીબ અને સામાન્ય વર્ગ માટે આવે કેરી ખાવી હાલની તારીખમાં પોસાય તેમ ન હોવાથી આ વર્ગહાલ કેરી થી દૂર થઈ રહ્યો છે. કેરીના ભાવ ને જોતા લગ્ન સિઝનમાં જમણવાર કેરીનો રસ રાખવાનું પણ મધ્યમ વર્ગ ટાળી રહ્યો છે.

અમદાવાદમાં કેરીની આવક વેપાર અને લોકોની માંગ અંગે વાત કરતા અમદાવાદ હોલસેલ ફૂટ મંચન એસોસિયેશનના ચેરમેન ના જણાવ્યા મુજબ સમગ્ર ભારતમાં આ વર્ષે કેરીનો ફક્ત 25 થી 30 ટકા જ પાક થયો છે અને વાવાઝોડું વરસાદ ને કારણે કેરીનું ઉત્પાદન મોટા પાયે ઘટયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.