Breaking News

રાતોરાત દુર થશે પીઠ પરના ખીલ, બસ ખાલી કરો આ ઘરેલું ઉપચાર…

ચહેરા પર ખીલ તો ઘણાં લોકોને થતાં હોય છે. પણ કેટલીક છોકરીઓને પીઠ પર પણ ખીલ થાય છે. જેને બેક્ને કહેવાય છે. ચહેરાના ખીલ દૂર કરવા બધાં જ ધ્યાન આપે છે પણ પીઠના ખીલ દૂર કરવા માટે કોઈ ધ્યાન આપતું, પણ જ્યારે બેકલેસ ડ્રેસ કે બ્લાઉઝ પહેરવાનું આવે ત્યારે પીઠ બહુ જ ખરાબ દેખાય છે. પીઠ પર ખીલ પરસેવો, ધૂળ-માટીને અને ખાસ કરીને હોર્મોનના કારણે થાય છે. જે વધુ સીબમ પેદા કરે છે. પીઠના રોમછિદ્રો ચહેરાની તુલનામાં વધુ મોટાં હોય છે. જેથી ઘણાં લોકો આખી પીઠ પર ખીલ થતાં હોય છે અને તેના કારણે ડાઘ પણ પડી જતાં હોય છે.

જોકે આજનો મોટા ભાગનો યુવાવર્ગ ખીલની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. તેનું એકમાત્ર કારણ છે કે, બહારનું ગમે તેવું ખાવાનું.. સ્વાસ્થ્યનું વિચાર્યા વગર જે આવે તે બસ ખાઈ જ લેવાનું. ખરેખર આજના યુવાધનને વિચારવા જેવી બાબત છે કે, સ્વાદ માનવાના ચક્કરમાં પોતાનું શરીર કેટલું ખરાબ થઇ રહ્યું છે તેનો સેજમાંત્ર પણ વિચાર નથી કરી રહ્યા. પહેલા ન ખાવાનું ખાઈ લે.. અને પછી કોઈ સસ્યાઓ ઉભી થતા ઉંચી ઉંચી ફી આપીને તેની સારવાર કરાવે છે. ખીલ કોઈ બીમારી નથી પરંતુ ઉંમર પ્રમાણે આવતી શરીરની એક પ્રક્રિયા છે.

ખીલની સમસ્યા ઘણાં લોકોને રહે છે ત્યારે ખીલને લઇને લોકો ચહેરા માટે અલગ-અલગ પ્રકારની દવાઓ કરે છે. ખીલ ફક્ત ચહેરા પર જ નહિ, પરંતુ શરીરના બીજા ભાગોમાં પણ થઇ શકે છે. ચહેરા પર ખીલની સમસ્યાથી પીડાતા લોકોમાંથી 2 ટકા લોકોને પીઠમાં પણ ખીલ થતા હોય છે. ઘણા લોકોને પીઠ પર પણ ખીલની સમસ્યા છે, અને તેના ઈલાજ માટે ઘણી દવાઓ પણ કરતા હશે. શરીરમાં પીઠ પર થતા ખીલને ઘણી વખત નજરઅંદાજ કરવામાં આવે છે. પીઠ પર થતા ખીલની સમસ્યા ચહેરાના ખીલની જેમ સામાન્ય હોય છે. પરંતુ હાર્ડ ત્વચા, વધારે પ્રમાણમાં રોમ છિદ્રો, હોર્મોનલ અસંતુલન તથા તણાવ ખીલના ઉપચારને હાર્ડ બનાવી દે છે. પરંતુ શું તમે જાણો છો કે, હવે ઘરેબેઠા જ ખીલની સમસ્યાથી છુટકારો મળી શકે છે…

સામાન્ય રીતે: પીઠ પર ખીલ ત્યારે થાય છે જ્યારે તેલના વધારે ઉત્પાદનના કારણે ત્વચાના રોમ છિદ્ર બંધ થઈ જાય છે. ક્યારેક ક્યારેક મૃત ત્વચા કોશિકાઓના જમા થવાના કારણે પણ ખીલ થાય છે.પીઠ પર ખલી થવાના કારણે કપડાં પહેરવામાં અને ઉંઘવામાં સમસ્યા થાય છે. જવા દો, જો તમે પીઠના ખીલથી હેરાન છો તો તમારા માટે કેટલાક ઘરગથ્થું ઉપાય જણાવવામાં આવ્યા છે જેનો ઉપયોગ તમારે અવશ્ય કરવો જોઈએ આવો જોઈએ:

પીઠ પરના ખીલ માટે સરળ ઘરેલું ઉપચાર…સ્ટીમ બાથઘણા લોકોને હંમેશા ઠંડા પાણીથી નાહવાની ટેવ હોય છે, પરંતુ ક્યારેક ગરમ પાણીથી પણ નાહવું જોઈએ. ગરમ પાણીથી સ્નાન કરવા પર ત્વચાના રોમછિદ્ર ખુલી જાય છે. સ્ટીમ લેતા પહેલા તેની પીઠ પર તેલથી માલિશ જરૂર કરો.ખાસકરીને પીઠ પર તેલ જરૂરથી લગાવો. સ્ટામ ચેમ્બરમાં 10 થી 15 મિનિટ બેસવું તમારા માટે ઘણું હશે. સ્ટીમ લેવાથી શરીર પર એકઠી થયેલ ગંદકી બહાર નીકળી જાય છે અને ત્વચા ચમકદાર થઇ જાય છે. તો આ ઉપચાર એકદમ સરળ અને બિનખર્ચાળ છે.

સ્ક્રબત્વચાને ગંદકી અને મૃત સ્કિનથી મુક્તિ અપાવવા માટે સ્ક્રબ કરવું ખૂબ જરૂરી છે. અને ચામડીના રોગમાં સ્ક્રબનું ઘણું આગવું મહત્વ રહેલું છે. તમે ઇચ્છો તો આ પ્રયોગ કરી શકો છો. જેનાથી રક્ત સંચાર પણ સારુ થાય છે. તમે સોલ્ટ સ્ક્રબનો પ્રયોગ કરી શકો છો. સ્નાન કર્યા બાદ એક ટીંપૂ એપ્સમ ક્ષાર અને સ્ક્રબને પીઠ પર લગાવો. થોડીક વાર મસાજ કરો. તમે આ સોલ્ટ સ્ક્રબને એક અઠવાડિયામાં એક કે બે વાર પ્રયોગ કરી શકો છો. જો તમારો હાથ ન પહોંચે તો તમે સ્ક્રબ બ્રશનો ઉપયોગ કરી શકો છો કે પછી કોઇની પણ સહાયતા લઇ શકો છો. જેના કારણે પીઠ પર રહેલા ખીલથી કાયમી છુટકારો મળી શકે છે.

ખીરા કાકડીખીરા કાકડી ત્વચાને મુલાયમતા પ્રદાન કરે છે અને ત્વચાની અશુદ્ધિઓને પણ દૂર કરે છે. જો નિયમિત રીતે તેનો ઉપયોગ કરવામાં આવે તો આ બંધ રોમ છિદ્રોને પણ ખોલે છે. કેટલીક કાકડી લો અને તેના ટુકડાં કરો. હવે તેને પીસીને પેસ્ટ બનાવો અને પીઠ પર લગાવો. થોડીવાર સુધી રાહ જોવો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો.

તેલ મસાજસામાન્ય રીતે લોકોને મસાજ કરાવવું ખુબ જ પસંદ હોય છે, ઘણા લોકો હજારો રૂપિયા ખર્ચીને સ્પામાં મસાજ કરાવવા જતા હોય છે. જો તમારે પણ ખીલની સમસ્યા હોય તો, બે-બે દિવસે તમારે પીઠની મસાજ કરવી જોઇએ. સુગંધિત તેલ જેવા, બદામ,ઓલિવ કે લેવેન્ડરનો પ્રયોગ કરો. શિયાળાની ઋતુમાં આ તેલ ઘણું લાભકારક સાબિત થાય છે.

કુદરતી ઉપાય.મુલ્તાની માટી તેમજ દહીંનુ મિશ્રણ બનાવીને તમારી પીઠ પર લગાવો. તેનાથી પીઠ પર ત્વચાના ડાઘ દુર થઇ જશે. તમે તેના માટે મુલ્તાની માટીનો ઉપોયગ કરી શકો છો. તે પહેલા તમારી પીઠની ત્વચાને જરૂરી પોષણ પણ મળશે.ડુંગળી.ડુંગળીમાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી-વાયરલ ગુણ હોય છે જેના કારણે તે ખીલાના ઉપાય માટે લાભદાયક છે. તે ના ફક્ત પીઠના ખીલ માટે ઉપાયમાં મદદરૂપ થાય છે પરંતુ દાગ ધબ્બાને પણ દૂર કરે છે. બે સફેદ ડુંગળી લો અને તેનો રસ નીકાળો. તેમાં એક ટીંપુ લીંબુનો રસ અને એક ટીંપુ મધ મિક્સ કરો. બધી વસ્તુઓને સારી રીતે મેળવી લો. આ માસ્કને ત્વચા પર લગાદો અને ૧૫-૨૦ મિનીટ પછી ધોઈ લો.

ડાર્ક સ્પોટ્સ.જો તમારી પીઠ પર ડાઘ હોય તો તેને છુપાવવા માટે કંસીલરનો પ્રયોગ કરો. તેના માટે તમારે મેડિકેટેડ કંસીલરનો પ્રયોગ કરવો જોઇએ. જેનાથી પિમ્પલથી છૂટકારો મળે છે અને ડાઘ પણ દૂર થશે.ફાસ્ટફૂડ જમવાનું ટાળો…આજના યુવાધનને ઘર કરતા બહારનું વધારે પસંદ આવે છે, પરંતુ આ પ્રકારના રોગ ધરાવતા લોકોને બહારનું જંકફૂડ બંધ કરવું પડશે. જો તમે પીઠના ખીલથી છૂટકારો મેળવવા માંગો છો તો જંક ફુડ ટાળો. તેનાથી ત્વચાની ચમક બરાબર રહેશે અને સ્કિન પર નિશાન પણ નહીં રહે. જંક ફૂ઼ડ ખાવાથી એક્નેની સમસ્યા વધે છે.

અનાનસ.અનાનસમાં બ્રોમોલિન યૌગિક મળી આવે છે જેના કારણે અનાનસમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. તે પીઠ પર થનાર ખીલના ઉપાયમાં મદદરૂપ થાય છે. અનાનસના થોડા ટુકડાં લો અને તેનો રસ નીકાળો. કોટન બોલની મદદથી તે રસને પીઠ પર લગાવો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો. પીઠના ખીલથી છુટકારો મેળવવા માટે દિવસમાં બે વખત આ ઉપાય કરો.

જાયફળ.જાયફળમાં એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. આ બધા જ પ્રકારના ખીલના ઉપાય માટે મદદરૂપ છે. તેના ઉપરાંત જાયફળમાં ત્વચાને ઠકડ પહોંચાડનાર ગુણ હોય છે. તે ખીલના દાગ ધબ્બાને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. જાયફળનો પાવડર લો અને તેમાં એક ચમચી મધ અને તજનો પાવડર મિક્સ કરો. બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને તેને ખીલવાળી જગ્યા પર લગાવો પછી પાણીથી ધોઈ લો.

સંતરાની છાલ.પીઠના ખીલ માટે આ પણ એક ઘરગથ્થું ઉપાય છે. સંતરાની થોડી છાલ લો અને તેને તડકાંમાં સૂકવો. પછી તેને પીસીને પાવડર બનાવો. સંતરાની છાલમાંથી બનેલ આ પાવડરમાં એક ચમચી હળદર અને મધ મિક્સ કરો. આ માસ્કને પીઠ પર લગાવો અને ૧૦ મિનીટ પછી ઠંડા પાણીથી ધોઈ લો.

ટામેટાંનો પલ્પ.પીઠાના ખીલ અને દાગ ધબ્બા માટે ટામેટાંનો પલ્પ એક ઉત્તમ ઉપાય છે. તેમાં એસિડિક (અમ્લીય) ગુણ મળી આવે છે તેના અમ્લીય ગુણોના કારણે આ ખીલના ઉપાય માટે મદદરૂપ છે. હવે આ જ્યુસને તમારી પીઠ પર લગાવો અને ૩૦ મિનીટ પછી ધોઈ લો.

મુલ્તાની માટી.મુલ્તાની માટી ત્વચામાંથી વધારાના તેલને શોષી લેવામાં મદદ કરે છે. તે રોમ છિદ્રોને ખોલે છે અને પીઠના ખીલનો ઉપાય કરે છે. થોડી મુલ્તાની માટી લો અને તેને તમારી પીઠ પર લગાવો. જો જરૂરી હોય તો મુલ્તાની માટીમાં ચંદન પાવડર અને ગુલાબ જળ મિક્સ કરીને પેસ્ટ બનાવો. દિવસમાં બે કે ત્રણ વખત આવું કરો અને પીઠના ખીલથી છુટકારો મેળવો.

લીંબુનો રસ.લીંબુમાં સિટ્રીક એસિડ મળી આવે છે. તે પીઠ પર થનાર ખીલના ઉપાયમાં મદદરૂપ છે. તેમાં એસ્ટ્રેનજન્ટના ગુણ પણ મળી આવે છે. તે ખીલના દાગ ધબ્બાને દૂર કરવામાં પણ મદદગાર છે. એક લીંબુ લો અને તેના ટુકડાં કરો. તેનો રસ પીઠ પર લગાવો કે તેના ટુકડાંને ખીલ પર ઘસો. રસને હવાથી સૂકાવા દો અને પછી પાણીથી ધોઈ નાંખો. લીંબુનો રસ ત્વચાના પીએચ સ્તરને બનાવી રાખે છે.

બેકિંગ સોડા.બેકિંગ સોડામાં પ્રાકૃતિક એક્સ્ફોલિયેટિંગ ગુણ મળી આવે છે. આ પ્રભાવી રીતે ખીલનો ઉપાય કરાવમાં મદદરૂપ છે. તેના ઉપરાંત બેકિંગ સોડામાં એન્ટીસેપ્ટિક અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ પણ મળી આવે છે. તે સરળતાથી પીઠના ખીલનો ઉપાય કરવામાં મદદરૂપ છે. થોડો બેકિંગ સોડા લો અને તેમાં પાણી મિક્સ કરો. આ મિશ્રણને લગાવો.

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *