Breaking News

રાતો રાત ઘુંટણનો દુખાવો થઈ જશે દૂર,બસ કરો આ ઘરગથ્થુ ઉપચાર,મોટી ઉંમર ના લોકો ખાસ જાણીને લે….

રચનાની ર્દષ્ટિએ ઘૂંટણનો સાંધો જટીલ છે. શરીરનાં અન્ય સાંધાઓ કરતાં સૌથી વધુ કાર્યરત અને ભારવહન કરતો સાંધો છે. શરીરનાં હલન-ચલન અને ઉભા રહેવા દરમ્યાન પણ ઘૂંટણનો સાંધો ગતિ અને સ્થિતિ બંને માટે મહત્વપૂર્ણ કામ કરે છે. આજની આધુનિક શૈલીથી જીવાતા જીવનમાં ઘૂંટણનાં સાંધામાં ઘસારો અને દુઃખાવાની ફરિયાદ વધુ જોવા મળે છે.ઘૂંટણનાં સાંધા વિશે સમજીએઘૂંટણનો સાંધો શરીરનો સૌથી મોટો અને જટીલ જોડાણો ધરાવતો સાંધો છે. જ્યાં એકથી વધુ હાડકા જોડતા હોય તેને સાંધો (Joint) કહે છે. ઘૂંટણમાં થાયબોન, શીનબોન, ફીબ્યુલા અને નિકેપ જોડાઈ અને હલન-ચલન થઇ શકે તેવો સાંધો બને છે.

ઘૂંટણનાં સાંધામાં હાડકાઓને બાંધતા સ્નાયુઓ, ટેન્ડન્સ અને સાંધામાં સ્નિગ્ધતા જળવાય તેવું સાયનોવિયલ ફલ્યુડ હોય છે.આથી જ ઘૂંટણમાં સોજો આવે, દુખાવો થાય, ઘૂંટણની હલન-ચલનની ક્રિયામાં બાધા થાય તે દરેક તકલીફ ઉભી કરે. સામાન્ય ભાષામાં તો ઘૂંટણનો દુખાવો કહેવાય પરંતુ ઘૂંટણનો સાંધાના કયા ભાગમાં તકલીફ છે, તે જાણવું અને તેને અનુરૂપ ઉપચાર કરવો જરૂરી છે. આથી સામાજિક પ્રસંગે કે અન્ય પ્રસંગે ઘૂંટણની તકલીફથી પીડાતા હોય તેઓ ઘૂંટણનો દુખાવો મેથી ખાવાથી મટી જાય છે, સાચી વાત ? અથવા તો ઘૂંટણ દુખતા હોય તો ચાલવાની કસરત કરવાથી તકલીફ થાય ખરૂં ને ? આવા પ્રશ્નો પુછતાં હોય છે.

પ્રશ્ન પુછનારની આતુરતા સમજી શકાય. પરંતુ તેઓને થતાં ઘૂંટણનાં દુખાવા માટેનાં કારણ વિશે સમજ્યા-નિદાન કર્યા પહેલાં જવાબ આપી શકાય નહીં. આથી જ બઝારમાં ઘૂંટણનો દુખાવા માટે ચમત્કારિક ઉપચાર તરીકે વહેંચાતી દવાઓથી દર્દીઓને ફાયદો થતો નથી. ઘૂંટણની રચનામાં જોડાયેલા સ્નાયુમાં ઈજા, ખેંચાણ, સોજો હોય કે નિકેપમાં ઈજા થઇ હોય, ડિસપ્લેસમેન્ટ થયું હોય, સાયનોવિયલ ફલ્યુડ ઘટી ગયું હોય, વ્યક્તિનું વજન વધવાથી, અયોગ્ય રીતે ચાલવા, ઉઠવા-બેસવા, રમત-ગમત જેવી અન્ય ક્રિયાઓથી હાડકામાં ઘસારો અથવા અલાયન્મેન્ટમાં તકલીફ થઇ હોય શકે છે. આથી જ યોગ્ય પરિક્ષણ, વ્યક્તિગત જીવનશૈલી જ્યારે જરૂર જણાય તો રક્ત પરિક્ષણ કરી અને નિદાન થાય છે. રક્તમાં રૂમેટોઈડ આર્થરાઈટીઝ ફેક્ટરની હાજરી હોય, યુરિક એસિડનું પ્રમાણ વધુ હોઈ શકે. આ બધી જ બાબતો-ક્લિનિકલ જજમેન્ટ તથા પ્રકૃતિ પરિક્ષણને આધારે ઘૂંટણનાં સોજા, દુખાવા કે ઘસારા માટે ઉપચારક્રમ નક્કી થાય છે.

જે રીતે બારી-બારણામાં મિજાગરા કામ કરે છે, લગભગ તેવું જ કામ ઘૂંટણનો સાંધો પણ કરે છે. ઉભા રહેવા દરમ્યાન કોઇપણ સ્નાયુનાં વપરાશ વગર માત્ર સાંધો જ આધાર આપે છે. શરીર નીચે નમે, બેસે, ઉઠે ત્યારે ઘૂંટણ વપરાય છે. ચાલવા કે દોડવા દરમ્યાન થડકારો ન આવે તે માટે ઘૂંટણ વપરાય છે, થડકારો ઝીલી અને શોક અબ્ઝોર્બર તરીકે કામ કરતાં કૂર્ચાસ્થિ –મિનિસ્કસ અને આર્ટીક્યુલર કાર્ટીલેજ કુશન જેવું કામ કરે છે. સાંધામાં જોડાયેલા વિવિધ હાડકાઓનું ચલન ઘસારા વગર થવામાં મદદ કરે છે. આ ઉપરાંત મિનિસ્કસ કાર્ટીલેજ સાથે જોડાયેલી નર્વસ શરીરનું બેલેન્સ જાળવવામાં તથા નીચેના બંને ટિબ્યુલા અને ફિમર હાડકાઓમાં વજન યોગ્ય રીતે વહેંચાય તેનું નિયમન આ નર્વસ કરે છે. આ ઉપરાંત હાડકાઓને એકબીજા સાથે બાંધતા લીગામેન્ટ તથા હાડકા અને લીગામેન્ટને જોડતાં ટેન્ડન્સથી ઘૂંટણનો સાંધો સરળતાથી જોડાયેલો અને કાર્યરત રહે છે.

શરીરનું વજન વધુ પડતું હોય, સતત એકધારી પ્રવૃત્તિ જેમકે દોડવું, જોગિંગ, સાયકલિંગ વધુ લાંબો સમય કરવામાં આવે, ઘૂંટણનો ટેકો લઇ સોફા કે ખુરશી પર બેસતી વખતે આખા શરીરનું વજન કોઈ એક પગનાં ઘૂંટણ પર મૂકી બેસવાની ટેવ, કોઈ એક પગ ઉપર જ વધુ વજન આવે તે રીતે વધુ લાંબો સમય ઉભા રહી કામ કરવાની ટેવ હોય કે પછી ઉબડ-ખાબડ રસ્તાઓ પર, પથરાળ જમીન પર યોગ્ય પગરખાં વગર ચાલવા દરમ્યાન શરીરનું બેલેન્સ જાળવવા પગ ત્રાંસો મૂકવાથી સ્નાયુ કે લીગામેન્ટમાં જોર પડવા જેવા કારણોની આડઅસર ઘૂંટણ પર થતી હોય છે.વધતી ઉંમર અને ડેલી રુટીનમાં અલગ-અલગ સ્થિતિઓના કારણે આપણા શરીરમાં અલગ-અલગ પ્રકારના બદલાવ થાય છે. તેના પરિણામ સ્વરૂપ અનેક પ્રકારની બીમારીઓ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ શરીરને પોતાનો શિકાર બનાવે છે. જેમા ઘુંટણોનો દુખાવો પણ મુખ્ય ગણવામાં આવે છે. ઘુંટણના દુખાવાની સમસ્યા ખાસ કરીને વૃદ્ધ લોકોને પરેશાન કરે છે તે સિવાય રમત-ગમત સાથે જોડાયેલા લોકોએ પણ આ સમસ્યાની પરેશાન રહે છે.આવા લોકો માટે અહીં એક દેશી નુસખા અંગે જણાવીશું જે ઘુંટણમાં થતા દુખાવાના દૂર કરવા માટે અસરકારક રીતે કામ કરે છે. તો આવો જણાવીએ આ દેશી નુસખા શું છે.

 

આ દેશી નુસખાને જાણતા પહેલ આ વાત જાણવી ખૂબ જરૂરી છે જે તમારા પગમાં થતા દુખાવાનું મુખ્ય કારણ શું છે. મુખ્ય રીતે જો વાત કરીએ તો ઘુંટણમાં થતા દુખાવા ટેંડનાઇટિસ, ગાઉટ, ઓસ્ટિયોઆર્થરાઇટિસ, બેકર્સ સિસ્ટ, બર્સાઇટિસ જેવી મેડિકલ કન્ડિશનના કારણે થાય છે.તે સિવાય રમત- ગમત દરમિયાન થનારી ઇજા કે કોઇ દુર્ઘટનામાં પડવાના કારણે પણ ઘંટણોમાં દુખાવાની સમસ્યા થઇ શકે છે. આવો જાણીએ કેટલીક એવી ઘરેલું વસ્તુઓથી તમે આ દુખાવાને દૂર કરી શકો છો.સફરજનના વિનેગરમાં એવા ઘણા ઔષધીય ગુણ રહેલા છે જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. એક ચમચી સફજનના વિનેગરમાં તમે ગરમ પાણીની સાથે મિક્સ કરીને પીવા માટે ઉપયોગ કરો છો તો તેમા રહેલા પેન રિલીવિંગ ગુણ તમારા ઘુંટણમાં થનારા દુખાવાને દૂર કરવા માટે અસરકારક છે. તમે સફરજનના વિનેગરનું દિવસમાં બે વખત સેવન કરી શકો છો. કોશિશ કરો કે ભોજન કર્યા પહેલા તેનું સેવન કરો.

એક લીંબુ લો અને તેને કટ કરીને રસ નીકાળી લો હવે બે ચમચી તલના તેલમાં લીંબુના રસને મિક્સ કરીને હળવા હાથે તમારા ઘુંટણ પર આ મિશ્રણને લગાવો. રાતે સૂતા પહેલા અને સવારે ઉઠ્યા બાદ એટલે મોર્નિગ વોક પર જતા પહેલા તમે આ દેશી નુસખાને ટ્રાય કરી શકો છો. લીંબુમાં રહેલા એન્ટી ઇંફ્લેમેટરી ગુણ ઘુંટણમાં આવતા સોજાને ઓછા કરી દુખાવાને દૂર કરી શકે છે.

અખરોટની મદદથી તમે તમારા ઘૂંટણના દુખાવાથી રાહત મેળવી શકો છો. અખરોટમાં પ્રોટીન ફેટ કાર્બોહાઈડ્રેટ, વિટામીન ઈ, બી6, કેલ્શિયમ અને મિનરલ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે શરીરને ફિટ રાખી તેને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત અખરોટમાં એંટી ઓક્સીડેંટની સાથે સાથે ઓમેગા-3 ફૈટી એસિડ જોવા મળે છે.  આ એક પ્રકારનુ ફેટ છે જે સોજો ઓછો કરવામાં મદદ કરે છે.જો નિયમિત રૂપે અખરોટનુ સેવન કરવામાં આવે તો તમે ખૂબ જલ્દી ઘૂંટણના દુખાવાથી રાહત મેળવી શકો છો.કેવી રીતે કરશો સેવન રોજ સવારે ખાલી પેટ એક અખરોટની ગિરી સારી રીતે ચાવી-ચાવીને ખાવજો આ ઉપાય રોજ નથી કરતા તો તમને કોઈ ફાયદો નહી મળે. તેથી સારુ રહેશે કે તમે તેનુ રોજ સેવન કરો. થોડા જ દિવસોમાં તમને અસર જોવા મળશે.

તમે યોગા પણ કરી શકો છો.મકરાસન.

આસાન કરવા માટે પેટ સાઈડ સૂઇ જાવ. બંને હાથોની કોણીઓને સાથે રાખી સ્ટેન્ડ બનાવો અને બંને હથેળીઓને ખોલીને નીચેની તરફ રાખો. ત્યાર બાદ હાથની તાકાત પર શરીરને ઉપરની તરફ ઉઠાવો. શ્વાસ ભરતા પગને પહેલા એક એક કરીને અને પછી બંને પગને એક સાથે વાળવાની શરૂઆત કરો. વાળતી વખતે એડીને નિતંબ સુધી લઈ આવો. શ્વાસ છોડતા પગને ફરી સીધા કરો.

About Admin

Check Also

રાત્રે સૂતા પહેલા કરો આ 7 વસ્તુઓનું સેવન સવારમાં ઉઠતા ચરબી થઈ જશે ગાયબ, જાણી લો આજે જ

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *