Breaking News

રાત્રે ડાબા પડખે સુવાથી થાય છે આટલા બધા ફાયદા,જાણીને તમે ચોકી જશો….

ઘણા લોકો ને ઊંઘ ને લગતી સમસ્યાઓ થતી હોય છે જેના લીધે તેનું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ જાય છે અને પરિણામે તેને અનેક રોગો નો સામનો પણ કરવો પડે છે. ઊંઘ આપણા શરીર માટે કુદરતે અનમોલ વરદાન છે, ઊંઘ લેવાથી શરીરને આરામ મળે છે. રોજ પૂરી ઊંઘ લેવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે.એટલા માટે દરેક વ્યક્તિએ રોજ ૭-૮ કલાકની ઊંઘ તો લેવી જ જોઈએ. સારી ઊંઘ લેવા માટે સાચી રીતે સુવું જરૂરી છે. ખોટી રીતે અને ખોટા પડખે સુવાથી શરીરને નુકસાન થાય છે. અને આખી રાત સારી ઊંઘ પણ આવતી નથી. રાત્રે સુતી વખતે ડાબા પડખે સુવાથી શરીર માટે સારું ગણાય છે. તો  તેના ફાયદા વિશે જાણીએ.

આજની વ્યસ્ત જીવનશૈલીમાં આપણો આખો દિવસ કામકાજમાં વિતતો હોય છે, આ આખા દિવસમાં આપણા ખાવા-ખાવાની રીત આપણા સ્વાસ્થ્ય પર અસર કરે છે. આખો દિવસ કામ કર્યા પછી આપણે કેવી રીતે સૂઈએ છીએ, તે આરામદાયક છે કે નહીં, આપણે કઈ દિશામાં સૂઈએ છીએ, આ બધાની અસર પણ આપણા સ્વાસ્થ્ય પર પડે છે. બધા લોકોની ઊંઘવાની રીત એકબીજાથી અલગ હોય છે.

કેટલાક લોકોને જમણી બાજુ સૂવું ગમે છે, તો કેટલાક લોકો ડાબી બાજુ વધુ સૂવે છે. પણ તમારી ઊંઘવાની રીત તમારા સ્વાસ્થ્ય પર ઘણી અસર કરે છે. એટલે જ આજે અમે તમને આવી ઊંઘવાની સ્થિતિ વિશે જણાવી રહ્યાં છીએ, જે સ્વાસ્થ્યને સુધારવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે.સૂતી વખતે આપણે ડાબી બાજુ ફરીને સૂવું જોઈએ, ડાબા પડખે સૂવું આપણા સ્વાસ્થ્ય માટે ઘણું સારું સાબિત થાય છે. જો કે આખી રાત કોઈ એક જ બાજુ ફરીને સૂવું શક્ય નથી. નિંદ્રામાં આપણે ઘણીવાર પડખાઓ ફરીએ છીએ.

ખરેખર, આપણને જે સ્થિતિમાં આરામ મળે છે એ સ્થિતિમાં સુઈ જઈએ છીએ. પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ડાબી બાજુ ફરીને સૂવું ઘણી સારી વાત છે. તે પેટની ઘણી સમસ્યાઓ જેવી કે પેટનું ફૂલવું, પેટમાં ગેસ બનવો અથવા એસિડિટીમાં રાહત આપે છે.ડાબી બાજુ સુવાથી દિલ પર દબાણ નથી પડતું. એટલા માટે દિલની કાર્યશૈલી હંમેશા સારી રહે છે અને સ્વાસ્થ્ય માટે ડાબી બાજુ સુવાથી ખુબ જ સારું ગણાય છે. ડાબી બાજુ સુવાથી દિલ માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. રક્તનું પરિભ્રમણ પણ સારી રીતે થાય છે. સાથે જ ડાબી બાજુ સુવાના બીજા ઘણા ફાયદા પણ થાય છે.

આયુર્વેદમાં ડાબે પડખે ઉંઘવાને સૌથી શ્રેષ્ઠ પોઝિશન કહેવામાં આવી છે. આયુર્વેદ અનુસાર, ડાબી બાજુ ફરીને ઊંઘવાથી સ્વાસ્થ્ય સારું રહે છે, શરીરના બધા જ અંગો સારી રીતે કામ કરે છે.શરીરના જુદા-જુદા અંગો અને મગજ સુધી રક્તની સાથે ઓક્સિજનનો પ્રવાહ પણ ઠીક રીતે થાય છે અને શરીરના બધા જ અંગો સ્વસ્થ રહે છે. સાથે જ આ રીતે ઊંઘવાથી થાક લાગતો નથી અને ઊંઘ સારી આવે છે.

ડોકટરોના જણાવ્યા મુજબ, ડાબી બાજુ સૂવાથી શરીરમાં એકઠા થતાં ટોક્સિન્સ ધીમે ધીમે લસિકા તંત્ર દ્વારા દૂર થાય છે. ડાબી બાજુ સૂવાથી આપણા લીવર પર કોઈ દબાણ આવતું નથી, તેથી આ ટોક્સિન્સ શરીરમાંથી બહાર નીકળવામાં સફળ થાય છે.ડાબી બાજુ ફરીને સૂવાનો બીજો ફાયદો આપણા પાચક તંત્રને મળે છે. આ રીતે, સૂવાથી, પેટ અને અગ્નાશય જે ખોરાકને પચાવવાનું કામ કરે છે, તે પોતાનું કાર્ય આરામથી કરે છે. ઉત્સેચકો યોગ્ય સમયે અગ્નાશયમાંથી બહાર નીકળવાનું શરૂ કરે છે. ખાધેલો ખોરાક પણ આરામથી પેટમાંથી નીચે પહોંચી જાય છે અને ખોરાકનું પાચન થાય છે. જો કોઈના પાચનમાં ગડબડ હોય તો અને અપચાની ફરિયાદ હોય તો તેણે ડાબી બાજુ ફરીને સૂવું જોઈએ. તેનાથી થતા ફાયદાઓનો જાતે અનુભવ કરી શકશો.

ડાબા પડખે ઊંઘવાથી જયારે પાચનતંત્ર મજબૂત થઇ જાય છે ત્યારે સવારે સરળતાથી તમારું પેટ સાફ થઇ જાય છે. ડાબા પડખે ઊંઘવાથી ગુરુત્વાકર્ષણ ખોરાકને નાના આંતરડાથી મોટા આંતરડા સુધી લઈ જવામાં મદદ કરે છે. એટલે જ સવારે તમારું પેટ સરળતાથી સાફ થઇ જાય છે. અને વ્યક્તિને પેટ સંબંધી સમસ્યાઓ થવાનો ખતરો ઘટી જાય છે.

ડોકટરો અનુસાર, ગર્ભવતી મહિલાઓએ વધુ સમય માટે ડાબા પડખે ઊંઘવું જોઈએ, ગર્ભાવસ્થા દરમ્યાન ડાબી તરફ ફરીને ઊંઘવાથી મહિલાઓની કમર પર પ્રેશર ઓછું પડે છે અને સાથે જ ગર્ભાશય અને ભ્રુણમાં રક્તનો પ્રવાસ સારી રીતે થાય છે. ડાબી તરફ ઊંઘવાથી બધા જ ન્યુટ્રીએંટ્સ પ્લેસેન્ટા સુધી સરળતાથી પહોંચે છે. આ સિવાય તમારી કિડનીને કામ કરવામાં પણ મદદ કરે છે, અને હાથ-પગમાં સોજા આવવાની શક્યતા પણ ઓછી થઇ જાય છે.ડાબી બાજુ ઊંઘવાથી આપણા લીવર સિવાય કિડનીને પણ ફાયદો થાય છે, તેના પર પ્રેશર પડતું નથી, જેથી પેટનું જે એસિડ હોય છે અને ઉપરના બદલે નીચે જાય છે અને એને કારણે જ પેટમાં એસીડીટી અને છાતીમાં બળતરાની સમસ્યા ઘટી જાય છે.

આ સિવાય પેટના બળે સુવું એ સૌથી હાનીકારક માનવામાં આવે છે. કારણ કે, આ સ્થિતિમાં સુવાથી પેટની સાથે સાથે ફેફસા પણ દબાઈ છે. તેથી આપણે સુતા હોઈએ ત્યારે શ્વાસ લેવામાં આપણા શરીરને તકલીફ થતી હોય છે. તેની સીધી અસર આપણા ફેફસા પર પડે છે. જેના કારણે ગંભીર બીમારી થવાની સંભાવના વધી જાય છે. આ ઉપરાંત પેટના બળે સુવાથી આપણી કરોડરજ્જુ પર પણ દબાણ આવે છે. તેથી જે લોકો વધારે પેટના બળે સુવે છે તેને કમરનો દુઃખાવો થઇ શકે છે. આ ઉપરાંત આ સ્થિતિમાં સુવાથી પાચનશક્તિ પર પણ દુષ્પ્રભાવ પડે છે.

મિત્રો જમણી બાજુ પડખું ફરીને સુવું, એ પણ યોગ્ય માનવામાં નથી આવતું. તેનાથી આપણી પાચન પ્રક્રિયા પર સીધી ખરાબ અસર પડે છે. ગુરૂત્વાકર્ષણ બળના કારણે પેટનું વિરુદ્ધ દિશામાં દબાણ થાય છે. એટલું જ નહિ પરંતુ પેટમાં રહેલું ભોજન પણ વિરુદ્ધ દિશામાં ટ્રાવેલ કરે છે. જેથી ભોજનને પર્યાપ્ત માત્રામાં પાચકરસ નથી મળતો. જેના કારણે એસીડીટી, ખાટા ઓડકાર, અપચો, પેટ ફુલાવું, કબજીયાત વગેરે જેવી પેટની સમસ્યા થઇ શકે છે. આ ઉપરાંત તેનો અસર આપણી ત્વચા અને વાળમાં પણ જોવા મળે છે. એટલા માટે ક્યારેય પણ જમણી બાજુ પડખું ફેરવીને ન સુવું જોઈએ.

હવે સવાલ એ થાય કે આપણે પહેલેથી જે સ્થિતિમાં આપણે સુતા આવીએ છીએ એ સ્થિતિમાં સુઇએ તો જ ઊંઘ આવતી હોય છે. જેથી આપણને નુકશાન થાય છે. માટે ડાબા પડખે સુવાની ટેવ જો તમારે પાડવી હોય તો જમણી બાજુ તકીયું અથવા ઓશીકું રાખી દેવું જોઈએ. જેથી ઇચ્છવા છતાં પણ જમણા પડખે નહિ સુવો. આ ઉપરાંત જમણી બાજુ કોઈ નાનો લેમ્પ રાખી દેવો જેથી તમે ડાબી બાજુ પડખું ફરીને સુવા માટે મજબુર થઇ જશો.સૌથી મહત્વની વસ્તુ કે રાત્રે ખુબ જ ભારે ખોરાક ન લેવો. કારણ કે, ભારે ખોરાક લેવાથી આપણે એ સ્થિતિમાં સુઈ જતા હોઈએ છીએ જેમાં આપણને સરળતા પડતી હોય, માટે રાત્રે ભારે ખોરાક ક્યારેય પણ ન લેવો જોઈએ.

About bhai bhai

Check Also

રાત્રે સૂતા પહેલા કરો આ 7 વસ્તુઓનું સેવન સવારમાં ઉઠતા ચરબી થઈ જશે ગાયબ, જાણી લો આજે જ

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *