Breaking News

રાત્રે સૂતા પહેલા આ વસ્તુનું સેવન કરવાથી શરીરનો બધો જ કચરો સાફ થઈ સાફ, જાણી લો કામ ની માહિતી…

કુદરતે દરેક વસ્તુમાં મનુષ્ય માટે અમુલ્ય ખજાનો છુપાવેલો છે. કુદરતી વસ્તુનું મુલ્ય મનુષ્ય કોઈ રીતે ચૂકવી શકતો નથી. તેમજ આયુર્વેદમાં કહ્યું છે તેમ “વનસ્પતિ તેમજ ઔષધી એટલી મુલ્યવાન છે કે, માનવી ક્યારેય તેની કિંમત ચૂકવી શકતો નથી.”જેનાથી કોઈ પણ બીમારી સારી થઈ શકે છે.જોકે હાલ અત્યાર ના આ ફાસ્ટ જીવનશૈલી મા રોજબરોજ ની વ્યસ્ત જીવન ને લીધે કોઇપણ વ્યક્તિ પાસે સમય જ નથી. હાલ નો માનવી એટલો વ્યસ્ત થઈ ગયો છે કે તેને પોતાના શરીર નું પણ ધ્યાન નથી રાખી શકતા. સમય ના અભાવ ને લીધે ખાવાપીવા ની બાબત મા પણ તેઓ બેદરકારી રાખતા હોય છે. આવું અવારનવાર થવા ને લીધે માનવ શરીર ઘણા પ્રકાર ની ગંભીર બીમારીઓ નો શિકાર બની જતો હોય છે.

આવી સમસ્યાઓ માટે ઘણા લોકો ઘર ની વાનગી કરતા બહાર નુ ભોજન વધુ આરોગતા હોય છે. જે વ્યક્તિઓ વધુ પડતું નિયમિતપણે બહાર ના ખોરાક નું સેવન કરતા હોય છે તેવા વ્યક્તિઓ ને પેટ થી લગતી ઘણી પ્રકાર ની સમસ્યા થવા લાગે છે. આ પીડા એટલી અસહ્યનીય હોય છે કે જેના થી વ્યક્તિ કંટાળી જતો હોય છે. આવી બધી ખરાબ કુટેવો ના કારણે પેટ ને લગતી ઘણી સમસ્યાઓ થઇ આવે છે.

પેટ મા ગેસ થવો, બળતરા થવી, કફ થવો, કબજિયાત રેહવો, વાત્ત, પિત્ત, ખોરાક નુ બરોબર પાચન ન થવું વગેરે જેવી ઘણી સમસ્યાઓ આજ દરેક વ્યક્તિઓ મા સામાન્ય રીતે જોવા મળે છે. પરંતુ આ સામાન્ય લાગતી સમસ્યાઓ ઘણીવાર આગળ જતા એક મોટું સ્વરૂપ ધારણ કરી ઘણી મોટી મુશ્કેલી ને આમંત્રણ આપતી હોય છે. આથી જ લોકો ને આવી તકલીફો ને લીધે ઘણીવાર ગંભીર રોગો નો પણ સામનો કરવો પડતો હોય છે.

તો આવી તમામ પ્રકાર ની મુશ્કેલીઓ માંથી છુટકારો મેળવવો હોય તો તેનો એક માત્ર ઉપાય છે કે પેટ નિયમિત રીતે સાફ હોય. બહાર નો ખોરાક ખાવા ને લીધે માનવ શરીર મા જે કોઈ પણ ગંદકી એકઠી થઇ હોય તેને બહાર કાઢવી પડે. તો આજ ના આ આર્ટીકલ મા એક એવો સૌથી સરળ અને ઉત્તમ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમારા પેટ થી લગતી દરેક સમસ્યા નું સમાધાન કરશે.

ઘણા માણસો ને તમે જોયા જ હશે કે તેઓ પેટ ની સફાઈ માટે નિયમિત દવાઓ નુ સેવન કરતા હોય છે. પરંતુ આ રીત નો ઉપયોગ ટાળવો. પરંતુ પેટ ની સફાઈ માટે આજ ના આર્ટીકલ મા દર્શાવેલ કુદરતી અને એકદમ આયુર્વેદિક ઉપચાર નુ અનુસરણ કરવું જોઈએ. તો ચાલો જાણીએ આ કઈ વસ્તુ વિષે વાત કરવામાં આવે છે. તમામ લોકો ડ્રાયફ્રૂટ તો ખાતા જ હોય છે. તે અનેક રીતે આપણ ને ફાયદો આપતા હોય છે. પરંતુ આજ ના આ લેખ મા વાત કરવામા આવે છે અંજીર વિશે.

અંજીર ને અંગ્રેજી માં ફિગ્સ અને સંસ્કૃત માં અંજીર જ કહેવામાં આવે છે . અંજીર ના ઝાડ મધ્યમ કદના હોય છે. તેનાં પાન પહોળા હોય છે. તેની ડાળખીમાં તેમજ પાનમાં તોડતી વખતે તથા મૂળ માંથી દૂધ નીકળે છે. એનું ફળ તો વડના ટેટા જેવા ડાળીએ પોપડાની જેમ બાઝે છે. પર્વત પ્રદેશમાં થતા અંજીરની ઉપજ મોટા પ્રમાણમાં હોય છે,પણ તે બગીચામાં થતા અંજીર કરતાં નાના હોય છે.તમને ખબર નહિ હોય પણ આરબના દેશોમાં અંજીરને “ જન્નતનું ફળ” પણ કહેવાય છે. આવા જન્નતના ફળ એવા અંજીરના ફાયદા કેટલા છે..તે કેવીરીતે આપણને લાભદાયક છે…ક્યારે ખાવું જોઈએ…ક્યારે તેને ગણકારવું જોઈએ..તેમાંથી ક્યાં ક્યાં તત્વો મળે છે વગેરે બાબતો પર ચર્ચા કરીશું.

આયુર્વેદમાં અંજીરને ઠંડુ ઔષધ કહ્યું છે, જયારે યુનાની દેશમાં ગરમ ઔષધ કહેવાયું છે. અંજીરના ઝાડ ૪ થી ૫.૫ મીટર ઊંચા હોય છે. મુખ્યત્વે અંજીર અફઘાનિસ્તાનના કબુલ માં વધુ ઉત્પન્ન થાય છે.૧૦૦ ગ્રામ સુકાયેલા અંજીરમાં ૨૪૯ કેલેરી, ૩.૩ગ્રામ પ્રોટીન, ૦.૯ગ્રામ ફેટ, ૬૯ગ્રામ કાર્બોહાઈડ્રેટ, હોય છે.૧૦૦ ગ્રામ ફ્રેશ અંજીરમાં ૮૦ કેલેરી, ૧.૩ગ્રામ પ્રોટીન, ૦.૩ગ્રામ ફેટ, ૨૦.૩ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૨.૨ ગ્રામ ફાઈબર હોય છે.

આ અંજીર ઉપરોક્ત જણાવેલ તમામ રોગો માટે એક અકસીર ઈલાજ સાબિત થઇ શકે તેમ છે. આ અંજીર મા ફાયબર નુ પ્રમાણ વિપુલ માત્રા મા હોય છે, આશરે એક અંજીર મા ૧.૪૫ ગ્રામ જેટલું ફાયબર મળી રહે છે.અંજીર એક મોસમી ફળ છે. પણ તે સૂકાયેલા સ્વરૂપમાં આખું વર્ષ મળી રહે છે. અંજીરમાં પૌષ્ટિક તત્વો પુષ્કળ પ્રમાણમાં છે. વિટામિન એ, બી, ઉપરાંત ફૉસ્ફરસ, કૅલ્શિયમ, આયર્ન તેમજ મૅંગેનીઝ જેવાં ખનિજોનો સમાવેશ થાય છે.

અંજીરનાં વૃક્ષોને ભેજવાળી જમીન માફક આવે છે. ભારતમાં કાશ્મીર, પૂના, નાસિક, ઉત્તરપ્રદેશ, બેંગલોર, મૈસૂરમાં તેનું વાવેતર થાય છે પણ ભારતમાં જે અંજીર થાય છે તે બહુ મોટા અને સ્વાદિષ્ટ હોતાં નથી.બજારમાં મળતાં અંજીર ચપટા તથા દોરામાં પરોવીને રાખવામાં આવતા હોય છે. એને કાપતાં અંદરથી સફેદ પીળચટું કઠણ બીજ મળી આવે છે. તે સ્વાદિષ્ટ અને ચીકણા હોય છે. અંજીર ગરમ પ્રદેશની પેદાશ છે. સૂકા અંજીર અરબસ્તાન તરફથી આવે છે. સફેદ, તાજાં અને મીઠાં અંજીર ઉત્તમ ગુણકારી હોય છે.

ચાલો આપણે હવે અંજીર ના ગુણો જોઈએ. અંજીર ગુણ માં પૌષ્ટિક તથા પિત્તનાશક હોય છે. તે કફગ્ન, રેચક તથા શીતળ પણ હોય છે. અંજીર નો ઉપયોગ આયુર્વેદિક રીતે કેમ કરવો એ જોઈએ.ઉધરસ તથા લોહીના વિકાર માટે અંજીર વપરાય છે. ખૂબ ઠંડીમાં દમની વ્યાધિ હોય ત્યારે ચોરઆમલા સાથે અંજીર લેવાથી ઘણી રાહત થાય છે. નબળા શરીર વાળા અંજીર શક્તિ આપે છે. અંજીર માં લોહી માં વધારો કરવાનો ગુણ રહેલો છે. ગળા તથા જીભ ના સોજા પર સૂકા બાફેલા અંજીર નો લેપ કરવાથી પણ ઘણી રાહત થાય છે. તથા પક્ષીઘાત માં પણ અંજીરનો ઉપયોગ થાય છે. ઉનાળાના દિવસોમાં ગરમી માં તાજા અંજીર તરસ છીપાવે છે.

એનાથી પરસેવો થાય છે. અંજીર સ્ત્રીના રક્તપ્રદર રોગને મટાડે છે. એનાથી ધાતુ પુષ્ટિ થાય છે. તેનાથી કબજિયાત મટે છે. ફેફસાંની તકલીફમાં પણ અંજીર ઉપયોગી નીવડે છે. ચામડી ફાટી હોય ત્યારે એના પાંદડાંને રાખ લગાવવાથી ચામડી ફાટતી અટકે છે અને રૂઝાઈ જાય છે. અનીસૂન સાથે લગભગ દોઢેક મહિના એનો ઉપયોગ કરવાથી છાતીમાં બળતરા, હૃદયની શરદી, યકૃત તથા પ્લીહા ની બળતરા, મૂત્રપિંડની નબળાઈમાં પણ ઘણી રાહત થાય છે. બદામ તથા પિસ્તા સાથે અંજીર નો ઉપયોગ કરવાથી શરીરમાં બળ વધે છે સાથે સાથે બુદ્ધિ અને મગજના જ્ઞાનતંતુઓને પણ સચેતન બનાવે છે.

અંજીર નું સેવન કબજિયાત માટે ઘણું મહત્વ નુ માનવામા આવે છે. તે પાચનતંત્ર મા થતી તમામ પ્રકાર ની ગડબડી ને થોડા જ સમય ના સેવન થી દુર કરી નાખે છે.આવી સમસ્યા જે લોકો ને સર્જાતી હોય તેમના માટે પણ આ અંજીર નુ સેવન ઘણું ફાયદાકારક માનવામા આવે છે. આ અંજીર ના નિયમિત સેવન થી પાચનતંત્ર મા પણ ઘણો સુધારો આવવા લાગે છે.આ સાથે જ પાચનતંત્ર સુધરતા પેટ થી લગતી તમામ સમસ્યાઓ જેવી કે કબજિયાત, બળતરા, ગેસ, કફ વગેરે ઉત્તપન્ન થતી નથી. આ અંજીર મા બીજા પણ ઘણા પ્રકાર ના પોષકતત્વો વિદ્યમાન હોય છે કે જે માનવ શરીર ને ઘણા રોગો થી બચાવે તેમજ રક્ષણ આપે છે.

સૂકા અંજીર ખાવાથી કમરનો દુખાવો , પેશાબની બળતરા ને દૂર કરે છે . એ મૂત્રપિંડમાં ગરમીનો વધારો કરે છે. સુકા અંજીરને ઉકાળા અને દૂધ તથા મધ સાથે ના ટીપાં આંખમાં આંજવાથી આંખનું તેજ વધુ પ્રબળ બને છે. તેના ઉકાળા ના રાઈ સાથેના ટીપાં કાનમાં પાડવાથી કાનમાં થતો અવાજ બંધ થાય છે.અંજીરમાં રહેલા કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો હાડકાંને મજબૂતી પ્રદાન કરે છે. તેમજ હાડકાંના વિકાસમાં પણ ઉપયોગી છે.

અંજીર રક્તની શુદ્ધિમાં ખુબ મહત્વનો ભાગ ભજવે છે. રક્તના રોગોમાં તે ઉત્તમ પરિણામ આપે છે. રોજ રાત્રે 3 નંગ અંજીર અને કાળી સૂકી દ્રાક્ષ (બીજ કાઢેલી) 15-20 નંગ લઈ, 1 ગ્લાસ દૂધમાં સારી રીતે ઉકાળીને પછી થોડી વાર બાદ થોડું ઠંડુ થાય ત્યારે એ દૂધ ધીમે ધીમે પી જવું અને સાથે સાથે અંજીર અને દ્રાક્ષ ચાવીને ખાઈ જવા.

અંજીર, બદામ, એલચી, ખડી સાકર, કેસર, ચારોળી, પિસ્તા એ બધાને સરખે વજને લઈ ગાયના ઘીમાં તળી પાક તૈયાર કરવો. આ પાક તાવ, બળતરા, શિરોરોગ તથા ધાતુની ક્ષીણતા મટાડે છે.એક પુખ્ત વયના વ્યક્તિ ના શરીરમાં દૈનિક 1000 મિલિગ્રામ કેલ્શિયમ ની આવશ્યકતા રહે છે. દરરોજ ત્રણથી ચાર સૂકા અંજીરનું સેવન કરવાથી શરીરમાં પૂરતી તાકાત-બળ મળે છે અને કેલ્શિયમની જરૂર પૂરી થાય છે.

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *