Breaking News

રાવણ સંહિતાના આ ઉપાય બનાવશે તમને કરોડપતિ, કુબેર જેવી સંપત્તિ પ્રાપ્ત થશે….

રાવણનું નામ આવતાંની સાથે જ મનમાં ક્રોધની લાગણી જન્મે છે. માતા સીતાનું હરણ કરનાર રાવણ વિશ્રવાનો પુત્ર હતો. પૌરાણિક ગ્રંથો અનુસાર ઋષિ પુલસ્ત્ય જગત પિતા બ્રહ્માના પુત્ર હતા અને તેમનો પુત્ર હતા વિશ્રવા. જેમની પહેલી પત્ની મહર્ષિ ભારદ્વાજની પુત્રીના ગર્ભથી ધનના દેવતા કુબેરનો જન્મ થયો હતો અને બીજી પત્ની એટલે કે રાક્ષસરાજ સુમાલીની દીકરી કૈકસીના ગર્ભથી રાવણ, કુંભકર્ણ અને વિભીષણનો જન્મ થયો હતો.રાવણ તેના કર્મોના કારણે કુખ્યાત થયો પરંતુ તે સમયમાં તે પ્રકાંડ પંડિત હતો. તે સારો વૈજ્ઞાનિક પણ હતો. રાવણ પાસે અસીમ જ્ઞાન હતું આ જ્ઞાનના કારણે તેણે ઈંદ્રજાલ જેવી અથર્વવેદ મૂલક વિદ્યાની શોધ કરી હતી. રાવણ પાસે સુષેણ જેવા વૈદ્ય હતા જે જીવનરક્ષક ઔષધિઓ બનાવતા હતા.

રાવણ વિશે રામાયણમાં જ નહીં પરંતુ પદ્મપુરાણ, કૂર્મપુરાણ, મહાભારત, દશાવતારચરિત વગેરે ગ્રંથોમાં પણ વર્ણન કરાયું છે. રાવણ ભગવાન શંકરના પરમ ભક્ત હતા અને તેઓ વાસ્તુકલા, યુદ્ધનીતિ અને રાજનીતિના કૂશળ જાણકાર હતા. રાવણ માયાવી હતો પરંતુ તેણે અનેક ગ્રંથોનું નિર્માણ કર્યું હતું.રાવણમાં ગમે તેટલું રાક્ષસત્વ કેમ ન હોય, તેના ગુણોને અવગણી ન શકાય. રાવણ એક અતિ બુદ્ધિમાન બ્રાહ્મણ તથા શંકર ભગવાન નો ખૂબ મોટો ભક્ત હતો. તે મહા તેજસ્વી, પ્રતાપી, પરાક્રમી, રૂપવાન તથા વિદ્વાન હતો.

વલિમિકી તેના ગુણોને નિષ્પક્ષતા સાથે સ્વીકાર કરતા તેને ચારે વેદોનો વિશ્વવિખ્યાત જ્ઞાતા અને મહાન વિદ્વાન બતાવે છે. તે પોતાના રામાયણમાં હનુમાનના રાવણના દરબારમાં પ્રવેશ સમયે લખે છે:”અહો રૂપમહો ધૈર્યમહોત્સવમહો દ્યુતિ:અહો રાક્ષસરાજસ્ય સર્વલક્ષણયુક્તતા”આગળ તેઓ લખે છે “રાવણને જોતાં જ રામ મુગ્ધ થઈ જાય છે અને કહે છે કે રૂપ, સૌન્દર્ય, ધૈર્ય, કાન્તિ તથા સર્વલક્ષણયુક્ત હોવા છતાં પણ આ રાવણમાં અધર્મ બળવાન ન હોત તો આ દેવલોકનો પણ સ્વામી બની જાત”

જ્યાં રાવણ દુષ્ટ હતો અને પાપી હતો ત્યાં જ તેનામાં શિષ્ટાચાર અને ઊઁચા આદર્શોવાળી મર્યાદાઓ પણ હતી. રામના વિયોગમાં દુઃખી સીતાને રાવણે કહ્યું , “હે સીતે! જો તુ મારા પ્રતિ કામભાવ નથી રાખતી તો હું તને સ્પર્શ ન કરી શકું” શાસ્ત્રો અનુસાર વન્ધ્યા, રજસ્વલા, અકામા, આદિ સ્ત્રીઓને સ્પર્શ કરવાનો નિષેધ છે. અતઃ પોતાના પ્રતિ અકામા સીતાને સ્પર્શ ન કરી રાવણ મર્યાદાઓનું જ આચરણ કરતો હતો.વાલ્મિકી રામાયણ અને રામચરિતમાંનસ બનેં ગ્રંથોમાં રાવણને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. રાક્ષસી માતા અને ઋષિ પિતાનું સંતાન હોવાથી સદૈવ બે પરસ્પર વિરોધી તત્વ રાવણના અન્તઃકરણને વલોવતા રહેતાં.

રાવણ એક નામ જે બુરાઈનું પ્રતીક છે. લંકાધિપતિ રાવણની આ વાતો તો લગભગ બધા જાણે છે કે રાવણે સીતાનું હરણ કર્યુ. આ કારણે શ્રીરામે તેમનો વધ કર્યો. રાવણને દસ માથા હતા. તેની નાભિમાં અમૃત હતુ. વિભિષણ અને કુંભકર્ણ તેના ભાઈ હતા. આ વાતો ઉપરાંત રાવણના કેટલાક એવા ગુણ પણ છે જે ઘણા ઓછા લોકો જાણે છે. જેવુ કે રાવણ બધા શાસ્ત્રોના માહિતગાર અને શ્રેષ્ઠ વિદ્વાન હતા. રાવણે પણ જ્યોતિષ અને તંત્ર શાસ્ત્રની રચના કરી છે. દશાનને એવા અનેક ઉપાય બતાવ્યા છે જેનાથી કોઈપણ વ્યક્તિનું નસીબ રાતોરાત બદલી શકાય છે.

રાવણ સંહિતામાં જ્યોતિષ શાસ્ત્ર અને તંત્ર શાસ્ત્ર દ્વારા ભવિષ્યને જાણવાના ઘણા રહસ્યો જણાવવામાં આવેલા છે. આ સંહિતામાં ખરાબ સમયને સારા સમયમાં રૂપાંતરિત કરવા ચમત્કારીક તાંત્રિક ઉપાય પણ આપવામાં આવ્યા છે. જે લોકો આ તાંત્રિક ઉપાય અપનાવે છે તેનું ભાગ્ય બદલવામાં લાંબો સમય લાગતો નથી. તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે …..

દશેરા પર્વ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે. તે વિજયા દશમી પર્વ તરીકે પણ ઓળખાય છે. આ વર્ષે 25 ઓક્ટોબરના રોજ આ તહેનાર ઉજવવામાં આવશે ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ તહેવાર અસત્ય પર સત્યની જીત અને અનિષ્ટ ઉપર સત્યની જીત તરીકે ઉજવવામાં આવે છે. તેથી દશેરાના દિવસે ભારતમાં રાવણના પુતળા દહન કરવામાં આવે છે.રાવણ સૌથી વિદ્વાન અને પરમ જ્ઞાની હતા, પરંતુ તેના અહમના કારણે તેમનો સર્વનાશ થયો. રાવણ શિવનો પ્રખર ભક્ત હતો. એવું કહેવામાં આવે છે કે શિવની ભક્તિમાં રાવણે તાંડવ સ્તોત્ર લખ્યું છે. તેઓ જ્યોતિષ શાસ્ત્ર અને તંત્ર મંત્રમાં નિપુણ હતા. તેમણે રાવણ સંહિતા નામનું પુસ્તક લખ્યું હતું. તેમણે આવા ઘણા ઉપાયો આ પુસ્તકમાં આપ્યા છે. જેના કારણે વ્યક્તિને તમામ પ્રકારની ખુશી મળી શકે છે. આ ઉપાય નીચે મુજબ છે.

ધન પ્રાપ્તિના ઉપાય ધન સંબંધિત તમામ સમસ્યાઓના ઉપાય માટે, “ॐ સરસ્વતી ઇશ્વરી ભગવતી માતા ક્રાં ક્લીં શ્રી શ્રી મમ ધનમ દેહી ફટ સ્વાહા ” આ મંત્રને 40 દિવસ સુધી સતત આ મંત્રનો જાપ કરવાથી મહાલક્ષ્મીની કૃપા વધે છે. જો તમારા નાણાં ક્યાંક ફસાય ગયા છે, તો આ મંત્રથી તમારી સમસ્યા હલ થશે. આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા આ મંત્રનો જાપ કરો.તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માટે સતત 21 દિવસ સુધી રુદ્રાક્ષની માળા લઇ મંત્રનો જાપ કરવો જોઈએ: ॐ હ્રીં શ્રીં ક્લીં નમ: ધ્વ: ધ્વ: સ્વાહા: આ મંત્રજાપ કરવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આવકમાં વધારો થશે.

રાવણ સંહિતાના ઉપાયરાવણ સંહિતામાં દુર્વાને ખૂબ જ ચમત્કારિક માને છે. સંપત્તિ મેળવવા માટે, દૂધ, પૈસા,કપાળ પર તિલક દાન કરીને. રાવણ સંહિતા અનુસાર સમાજમાં તમારી ખ્યાતિ અને આદર વધારવા માટે તમારે ચંદનની પેસ્ટ પીસીને ચંદન લગાવવું જોઈએ. ઉપાય કરવાથી તમારી પ્રસિદ્ધિ અને માનમાં ચમત્કારિક વૃદ્ધિ થશે.मंत्र: ऊँ सरस्वती ईश्वरी भगवती माता क्रां क्लीं, श्रीं श्रीं मम धनं देहि फट् स्वाहा।આ મંત્રનો નિયમિત જાપ કરવાથી તમને થોડા જ દિવસોમાં મહાલક્ષ્મીનો આશીર્વાદ મળશે અને તમારા ધનમાં આવતા અવરોધો દૂર થવા લાગશે. જલ્દી મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે આ તાંત્રિક ઉપાય કરો.

About bhai bhai

Check Also

ઘરમાં કબૂતરનું આવવું શુભ માનવામાં આવે છે કે અશુભ.આવો જાણીએ

કબૂતરને લઈને ઘણી માન્યતાઓ છે જ્યારે આ દરમિયાન ઘણી બધી બાબતો લોકોના મગજમાં પણ આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *