આજથી રાત્રે બહાર જતા પહેલા વાંચી લ્યો આ નવા નિયમો નહિતર બોલી જશે મોર

0
20

ગુજરાતમાં કોરોના મહામારીને લઈને નવી માર્ગદર્શિકા ની જાહેરાત કરવામાં આવી છે. આઠ મહાનગરો ની સાથે હવે કુલ 17 શહેરોમાં પણ આજથી રાત્રી કર્ફ્યુનો અમલ થશે. ગુજરાતમાં કોરોનાવાયરસ ના કેસ માં મોટો ઉછાળો આવતા રાજ્ય સરકારે વધુ મહત્વનો નિર્ણય લીધો છે.

નાઈટ કર્ફ્યું નો સમય હવે રાત્રી ના 10 થી સવાર ના 6 વાગ્યા સુધીનો કરી નાખવામાં આવ્યો છે.કોરોના ના અન્ય નિયંત્રણમાં પણ મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે.હાલ સુધી રાજ્યમાં રાત્રે 11 થી 5 સુધીનો રાત્રી કર્ફ્યુ અમલી હતો જેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

રેસ્ટોરન્ટ 75% ક્ષમતા સાથે ખુલ્લું રાખવાનું ફરમાન જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યભરની શાળાઓમાં ધોરણ 1 થી 9 ના ઓફ્લાઈન વર્ગો 31 જાન્યુઆરી સુધી બંધ કરી દેવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય ઉપરોક્ત નિયંત્રણ 15 જાન્યુઆરી સુધી લાગુ રહેશે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ 8 મહાનગરો ઉપરાંત 17 નગરોમાં રાત્રી કર્ફ્યું નું કડક અમલીકરણ કરવામાં આવશે. સાથે સાથે હોટેલ અને રેસ્ટોરન્ટ માટે હોમ ડીલેવરી ની છુટ આપવામાં આવી છે.

હોમ ડીલેવરી 24 કલાક ચાલુ રહેશે. સાથે સાથે રાજકીય,સામાજિક,સાંસ્કૃતિક અને શૈક્ષણિક જેવા કાર્યક્રમો ને લઈને પણ નવા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે.ખુલ્લા સ્થળો જાહેર કાર્યક્રમોમાં 150 લોકો ની મર્યાદા અને બંધ સ્થળોએ 50 ટકા લોકો તેમાં હાજર રહી શકશે એટલે કે 75 લોકો ની જ છૂટ આપવામાં આવી છે. લગ્ન પ્રસંગ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને અંતિમ ક્રિયા માટે 100 લોકોને જ મંજૂરી મળશે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.