કેરીનો મધુર સ્વાદ માણવા થઈ જાવ તૈયાર,કેસર કેરીનો નવો ભાવ જાણીને કેરી ખરીદવા તમે પણ કરશો પડાપડી,જાણો

0
10537

ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ઉનાળા ની સિઝનમાં લોકો રાહ જોઈને જ બેઠા હોય છે કે ફળોનો રાજા કેરી ક્યારે બજારમાં આવે અને ખરીદીને અમે મધુર સ્વાદ માણી લઈએ. કેરીના રસિયાઓ ના મનમાં એક જ ઈચ્છા હોય છે કે સારામાં સારી કેરી ખાઈને તેના સ્વાદને તૃપ્તિ કરાવી ઊનાળાની સિઝન શરૂ થતાની સાથે જ લોકો બજારમાં કેરી આવે એ રાહ જોઇને બેઠા હોય છે અને કેરી આવી કે નહીં તેની પણ માહિતી મેળવતા હોય છે

આ વર્ષે કેરીની બાબતમાં લોકોને થોડી નિરાશા જોવા મળી છે કારણ કે આ સિઝનમાં કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે કારણકે કેરીના પાક ને અને કુદરતી પરિબળો નડયા છે અને તેમાં સૌપ્રથમ ગયા વર્ષે આવેલું વાવાઝોડાએ કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન કર્યું હતુ. આ નુકસાનના કારણે કેરીના પાકનું ખૂબ જ ઓછું ઉત્પાદન થયું છે.

હાલમાં થોડા દિવસોથી માર્કેટમાં કેરીની આવક વધવા લાગી છે ત્યારે કેરીના ભાવમાં થોડો ઘટાડો નોંધાયો હતો પરંતુ પહેલા તો ભાવ આસમાને ચડી ગયા હતા અને આ વર્ષે કેરી રસીયાને પહેલા જે ભાવે બોક્સ મળતું હતું તે ભાવે આ વર્ષે મળે તેની આશા છોડી દેવી. હવામાન વિભાગ અને આગાહી કરતા આગાહીકારો કેવા લાગ્યા છે કે થોડાક જ દિવસોમાં ચોમાસું શરૂ થવાનું છે અને હજુ પણ નાના-મોટા વાવાઝોડુ આવવાની શક્યતા છે.

આપણે જણાવી દઈએ કે આ વર્ષે માર્કેટયાર્ડમાં હાલમાં કચ્છ અને ગોંડલની કેસર કેરીની આવક મોટા પ્રમાણમાં થઈ રહી છે. માર્કેટયાર્ડમાં હવે હરાજી માં કેસર કેરીના 10 કિલોના ભાવ 800 થી 2000 રૂપિયા સુધી જોવા મળ્યો છે. વાવાઝોડાના કારણે ઘણું નુકસાન થયું હતું છતાં પણ ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની અઢળક આવક જોવા મળી છે.

ગોંડલ માર્કેટ યાર્ડમાં છેલ્લા પાંચ થી છ દિવસથી આવક થતાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં 10 કિલો કેસર કેરીના બોક્સનો ભાવ 1400 થી 1500 રૂપિયાની આસપાસ જોવા મળ્યું છે. પહેલા કરતાં થોડાક ભાવમાં ઘટાડો થતા લોકો કેરીની ખરીદી કરવા હવે પડાપડી કરશે તેવું લાગી રહ્યું છે. માથા સમાચાર એ છે કે આપણે પહેલા ના ભાવ ભૂલીને હવે વર્તમાનના ભાવને સ્વીકારવા પડશે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.