હાશકારો!લીંબુ ની કિંમતમાં થયો રેકોર્ડ બ્રેક ઘટાડો,જાણી લો તમારા શહેરમાં કેટલો છે ભાવ

0
2605

આખરે એક મહિના પછી લીંબુ ના ભાવમાં ઘટાડો શરૂ થયો છે. જે પછી લીંબુ ફરી એકવાર સામાન્યથી લઇને ખાસ વ્યક્તિની થાળી નો સ્વાદ વધારવા જઈ રહ્યું છે. સામાન્ય માણસો માટે સારા સમાચાર છે.લીંબુના ભાવ એટલા બધા વધી ગયા હતા કે તે સામાન્ય માણસની પહોંચની બહાર હતા. આખરે એક મહિના પછી લીંબુ ના ભાવમાં ઘટાડો શરૂ થયો છે

જે પછી લીંબુ ફરી એકવાર સામાન્યથી લઈને ખાસ વ્યક્તિની થાળી નો સ્વાદ વધારવા જઈ રહ્યું છે.દિલ્હી માં આવેલી એશિયાની સૌથી મોટી ફળ શાકભાજી બજાર સમિતિ આઝાદપુર મંડીમાં લીંબુના ભાવમાં ઘટાડો થયો છે. આઝાદપુર મંડી કમિટીના સભ્ય અનિલ મલ્હોત્રા ના જણાવ્યા અનુસાર આ બજાર એશિયાનું સૌથી મોટું બજાર છે.

અહીં ફળો અને શાકભાજી દેશના ઘણા ભાગોમાં મોકલવામાં આવે છે અને શુક્રવારે આ બજારમાં લીંબુ ના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.તે સમયે મુંબઈમાં લીંબુ ડીલર્સ ના સંગઠનના સચિવે જણાવ્યું છે કે શુક્રવારે મોટા લીંબુના ભાવ 100 થી 110 રૂપિયા થઈ રહ્યો છે જ્યારે નાના લીંબુ 60 થી 70 રૂપિયા પ્રતી કિલો વેચાયા છે.

ભાવ માં સીધો 50 ટકા નો ઘટાડો જોવા મળ્યો છે અને તેમને જણાવ્યું કે પેલા બજારમાં નાના લીંબુ 110 થી 120 રૂપિયા પ્રતિ કિલો અને મોટા લીંબુ 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા હતા.ભૂતકાળના લીંબુના ભાવ નો વધારો થયા બાદ દેશના બજારોમાં લીંબુ 400 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાતા હતા

અને એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયામાં દિલ્હી સહિત દેશના મોટા ભાગના શહેરોમાં લીંબુ નો ભાવ 250 રૂપિયાથી લઈને 400 રૂપિયા પ્રતિ કિલો સુધી હતા. જેમાં લોકોને લીંબુ મેળવવા માટે દસથી પંદર રૂપિયા ખર્ચવા પડતા હતા.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.