કપાસના ભાવમાં રેકોર્ડબ્રેક ઉછાળો,ખેડૂતો માટે કપાસ વેચવા ની સારી તક,જાણો બજાર ભાવ

0
824

આ વર્ષે કપાસના ભાવ રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી ગયા છે. કપાસના ભાવ માં ભુક્કા બોલાવતી તેજી જોવા મળી રહી છે. કાઠીયાવાડી કપાસના ભાવ ખૂબ જ સારા એવા પ્રમાણમાં બોલાઇ રહ્યા છે. સારી કોલેટી ના ભાવ આસમાને પહોંચી ગયા છે.

આપને જણાવી દઇએ કે કપાસના ભાવ 2280 રૂપિયાને પાર પહોંચી ગયા છે જે ભાવ જાણીને ખેડૂત મિત્રો તમે પણ ચોકી જશો એવો અમને પણ વિશ્વાસ છે.પણ છેલ્લે કપાસનો સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

છેલ્લા એક અઠવાડિયાની અંદર કપાસનું વેચાણ ખૂબ જ વધારે માત્રામાં થઈ રહ્યો છે તેના કારણે પાછા ભાવ મળવાના કારણે ખેડૂતોમાં કપાસ નો સંગ્રહ કર્યા વગર સીધો પાસ વેચી દે છે જેના કારણે આ દિવસે ને દિવસે કપાસના ભાવ ની અંદર રેકોર્ડબ્રેક સપાટી નોંધાઇ રહી છે.

કપાસ ના ઓછા ઉત્પાદનના કારણે કપાસના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે તેમજ આ વર્ષે કપાસની મિલો અને બીજી મિલો ની અંદર કપાસની ખૂબ જ વધુ માંગ છે. તેમાં ખૂબ જ સારી ગુણવત્તાવાળો કપાસની માંગ વધતા કપાસના ભાવ આસમાને પહોંચ્યા છે. તેના કારણે કપાસના ખૂબ સારા ભાવ મળી રહ્યા છે.

કપાસના ભાવ ની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના અમરેલી માં 1400 થી 2220, સાવરકુંડલામાં 1490 થી 2070, જામજોધપુરમાં 1600 થી 2190, બોટાદમાં સૌથી વધુ આવક થઇ હતી અને સૌથી વધારે ભાવ 1350 થી 2280, જસદણ માં કપાસ નો ભાવ 1600 થી 2160, જામનગર માં કપાસ નો ભાવ 1600 થી 2060, રાજુલા માં કપાસ નો ભાવ 1000 થી 2100,કડી માં કપાસનો ભાવ 1300 થી 2152,મહુવા મા કપાસનો ભાવ 1200 થી 2036 બોલાયો હતો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.