રોજ કરીલો આ ભગવાનની પૂજા ઘરમાં બની રહેશે સુખ સમૃદ્ધિ, નહીં ખૂટે ધન.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, હિન્દૂ ધર્મની અંદર શાલિગ્રામની પૂજા કરવી ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે, જેના કારણે ઘણા ઘરોમાં શાલિગ્રામ રાખવામાં આવતું હોય છે. શાલિગ્રામ શિવલિંગ જેવો જ એક પથ્થર હોય છે જે નેપાળના મુક્તિનાથ, કાલી ગંડકી નદીના તટ ઉપર મળી આવે છે. શિવલિંગને ભગવાન શંકરનું પ્રતીક માનવામાં આવે છે તો શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર ઘરની અંદર શાલિગ્રામનું હોવું તીર્થસ્થાન બરાબર છે. સ્ક્ન્દપુરાણના કાર્તિકેય માહત્મ્યમાં શિવજીએ પણ શાલિગ્રામની પૂજા કરી હોવાનું જાણવા મળે છે.

જ્યોતિષશાસ્ત્રમાં શાલિગ્રામ પથ્થરને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. શાલિગ્રામ નેપાળની ગંડકી નદીના તટ પરથી મળી આવે છે.આ કાળા રંગનો ચમકેલો અને ઈંડા આકારનો પથ્થર છે. રોજ તેમની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે. જાણો ભગવાન શાલિગ્રામની પૂજા સાથે જોડાયેલ આ ખાસ વાતો.

શાલિગ્રામ અલગ-અલગ રૂપોમાં મળે છે. અમુક ઈંડા આકારના હોય છે તો અમુક એક છિદ્ર આકારમાં મળી આવે છે. આ પથ્થરોના અંદર શંખ, ચક્ર, ગળા જેવા ચિન્હો હોય છે. ભગવાન શાલિગ્રામની પૂજા તુલસી વિના શક્ય નહીં. તેથી તેમને તુલસી ક્યારામાં રાખવામાં આવે છે. તુલસી અને શાલિગ્રામના લગ્નમાં કન્યાદાન કરવાથી પુણ્ય ફળ મળે છે.પૂજા કરતા પહેલા શાલિગ્રામને સ્નાન અવશ્ય કરાવવું જોઈએ. તેમજ ચંદન લગાવીને તુલસી ક્યારામાં રાખવા.

એવી માન્યતા છે કે ઘરમાં ભગવાન શાલિગ્રામ રાખવાથી તે જગ્યા તીર્થ સમાન બની જાય છે.જે ઘરોમાં શાલિગ્રામની રોજ પૂજા થાય છે ત્યાં વાસ્તુ દોષ અને અન્ય સમસ્યાઓ સમાપ્ત થઇ જાય છે. દરરોજ તુલસીની સાથે શાલિગ્રામને પણ જળ ચઢાવું જોઈએ. સૂર્યાસ્ત પછી ત્યાં દીવો પણ પ્રગટાવવો જોઈએ.

આવી રીતે કરવી જોઈએ શાલીગ્રામની પૂજા.શાલીગ્રામની પૂજા કરવા સાથે થોડા નિયમ જોડાયેલા હોય છે, અને આ નિયમો હેઠળ જ તેમની પૂજા કરવી જોઈએ. આ નિયમ નીચે મુજબ છે. શાલીગ્રામની પૂજા કરવા માટે તમે સૌથી પહેલા શાલીગ્રામને પંચામૃતથી સ્નાન કરાવો. પંચામૃતથી સ્નાન કરાવ્યા પછી તમે તેની ઉપર ચંદન લગાવો, અને એક તુલસીનું પાંદડું રાખી દો. ખાસ કરીને તુલસી વિષ્ણુજીને ખુબ જ પ્રિય માનવામાં આવે છે. એટલા માટે જયારે પણ વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે, તો તેમને તુલસીના પાંદડા જરૂર ચડાવવામાં આવે છે. ત્યાર પછી તમે શાલીગ્રામને ફૂલ અર્પણ કરો અને તેમની પૂજા કરો.

શાલીગ્રામ સાથે જોડાયેલી મહત્વની વાતો.પંડિતોના જણાવ્યા મુજબ ઘરમાં માત્ર એક જ શાલીગ્રામ હોવું જોઈએ. એટલા માટે તમે ક્યારે પણ એકથી વધુ શાલીગ્રામ તમારા ઘરમાં ન રાખો.શાલીગ્રામને માત્ર મંદિરમાં જ રાખવા જોઈએ, અને તેમને હંમેશા વિષ્ણુજીની મૂર્તિ પાસે જ સ્થાપિત કરવા જોઈએ.શાલીગ્રામની પૂજા તમે રોજ કરો અને શાલીગ્રામને હંમેશા લાલ રંગના કપડા ઉપર જ રાખો.

શાલીગ્રામની પૂજા કરવાથી મળતા લાભ.એવું માનવામાં આવે છે કે, શાલીગ્રામની પૂજા કરવાથી વિષ્ણુજી સરળતાથી પ્રસન્ન થઇ જાય છે અને તમારી દરેક મનોકામનાને પૂરી કરી દે છે.જે ઘરમાં રોજ શાલીગ્રામની પૂજા કરવામાં આવે છે, તે ઘરમાં હંમેશા લક્ષ્મીજીનો વાસ જળવાઈ રહે છે અને ક્યારે પણ ધનની અછત નથી થતી.સાચા મનથી શાલીગ્રામની પૂજા કરવાથી તમામ પાપનો નાશ થઇ જાય છે, અને પાપોના દંડથી તમે બચી જાવ છો.શાલીગ્રામની પૂજા કરવાથી મગજ શુદ્ધ થઇ જાય છે અને મનને શાંતિ મળે છે. શાલીગ્રામનું ઘરમાં હોવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દુર રહે છે, અને ઘરનું વાતાવરણ સારું જળવાઈ રહે છે.

શાલિગ્રામનું ઘરમાં રહેવું ખુબ જ શુભ માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે જે ઘરની અંદર શાલિગ્રામ હોય છે અને ત્યાં સાચી રીતે તેની જો પૂજા કરવામાં આવે તો માતા લક્ષ્મીનો પણ વાસ તે ઘરની અંદર રહેતો હોય છે. પરંતુ જો સાચી રીતે શાલિગ્રામને રાખવામાં ના આવે તો માણસ બરબાદ પણ થઇ જાય છે. આજે અમે તમને શાલિગ્રામને રાખવાની 5 રીતો વિશે જણાવીશું. જે તમને ખુબ જ ઉપયોગી થશે.

નિયમિત કરો શાલિગ્રામની પૂજા.ધાર્મિક માન્યતા પ્રમાણે શાલિગ્રામની પૂજા ઘરની અંદર દરરોજ કરવી જોઈએ. જેનાથી ઘણો જ લાભ થાય છે. બીમારીમાં, યાત્રા દરમિયાન કે માસિક ધર્મ દરમિયાન શાલિગ્રામની પૂજા ના કરવી જોઈએ. પંચામૃતથી કરાવો સ્નાન.શાલિગ્રામ ઘરમાં દેવ સમાન છે, તેનું રોજ પંચામૃત દ્વારા સ્નાન કરાવવું જોઈએ. જેનાથી પણ જીવનમાં ઘણા જ લાભ થતા હોય છે.

આચરણ રાખો શુદ્ધ.શાલિગ્રામ ઘરમાં રાખવાની સાથે તમારું આચરણ પણ શુદ્ધ રાખવું જોઈએ. કારણ કે શાલિગ્રામને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. મદિરા કે માંસનું સેવન ના કરવું જોઈએ, તેમજ મનમાં ખરાબ વિચારો રાખીને પણ પૂજા ના કરવી જોઈએ, નહિ તો બરબાદ થઈ શકાય છે.એક જ અને અસલી શાલિગ્રામની કરો સ્થાપના.ઘરની અંદર રાખવામાં આવેલું શાલિગ્રામ અસલી છે તેની ખાત્રી કરી લેવી જોઈએ અને સાથે જ એકથી વધારે શાલિગ્રામ ઘરમાં રાખવા શુભ નથી માનવામાં આવતા. રાખો ચંદન અને તુલસી.શલિગ્રામની પૂજા કરતી વખતે તેમને એકદમ શુદ્ધ ચંદનનું તિલક લગાવવું જોઈએ તેમજ તુલસીનું શુદ્ધ પાન તેમના ઉપર ચઢાવી રાખવું ખુબ જ શુભ માનવામાં આવે છે.

શા કારણે વ્યક્તિ થાય છે બરબાદ.જ્યોતિષ અને વિદ્વાનો માને છે કે શાલિગ્રામનો પથ્થર બ્રહ્માંડીય ઉર્જાનો સ્ત્રોત હોય છે. જેન અર્થ થાય છે કે તે એક નાના ગૅલક્સી જેવો છે. જેની અંદર ઘણી જ એનર્જી હોય છે. એનો પ્રભાવ ઘરની આસપાસ રહે છે. એનર્જીના આ સ્ત્રોતને પવિત્ર અને સકારાત્મક બનાવી રાખવો ખુબ જ જરૂરી છે. પરંતુ જો તમે કોઈપણ રીતે તેને દુષિત કરો છો તો નિશ્ચિત રૂપે તમારા ઘરમાં ગૃહ કલેશ, ઘટના કે દુર્ઘટના બનાવની સંભાવના વધી જાય છે. જો તમે શાલિગ્રામને સારી રીતે સાચવી શકો, ઉપર જણાવેલ નિયમોનું પાલન કરી શકો તો જ તમે તેને ઘરમાં રાખી શકો છો.

Leave a Comment