Breaking News

રોજ કરો માત્ર 2 પલાળેલા અંજીરનું સેવન, આ 7 મોટી બીમારીઓ મહિના માં થઈ જશે ગાયબ…

ડ્રાય ફ્રૂટ શબ્દ સાંભળતાજ મોમાં પાણી આવી જાઈ. જેમાં કાજૂ, બદામ, પીસ્તા અને અંજીર, કીસમિસ નો સમાવેશ થાઈ છે. આ સૂકા મેવા માંનું સૌથી બેસ્ટ છે “અંજીર” જેનું ઘણું મહત્વ છે. મિત્રો અરબિયન કંત્રીસ માં અંજીરને જન્નતનું ફળ કહેવાય છે. આવા જન્નતના ફળ એવા અંજીરના ફાયદા કેટલા છે..તે કેવીરીતે આપણને લાભદાયક છે. ક્યારે ખાવું જોઈએ. ક્યારે તેને ગણકારવું જોઈએ..તેમાંથી ક્યાં ક્યાં તત્વો મળે છે વગેરે બાબતો પર ચર્ચા કરીશું.

બદામ પછી અંજીરને શ્રેષ્ઠ સુકોમેવો માનવામા આવે છે. ચાલો જાણીએ રોજ માત્ર ૨ પલાળેલા અંજીર ખાવાના ફાયદાઓ વિશે. સુકામેવામા પોષક તત્વો ભરપુર માત્રામાં હોય છે જે આપણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરે છે. જો તમે તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે સ્વસ્થ અને સરળ નાસ્તો શોધી રહ્યા છો તો સૂકામેવો તમને મદદ કરી શકે છે. આજે આપણે જે સુકામેવાની વાત કરી રહ્યા છીએ તેને અંજીર કહેવામા આવે છે. ખૂબ ઓછી સ્ત્રીઓ જાણે છે કે બદામ પછી અંજીરને શ્રેષ્ઠ ડ્રાયફ્રૂટ માનવામા આવે છે. તે વજન ઘટાડવામા ડાયાબિટીઝને અંકુશમા રાખવા, હૃદયને સ્વસ્થ રાખવા, રોગપ્રતિકારક શક્તિ વધારવામા અને કેન્સરને રોકવામા મદદ કરે છે. ચાલો જાણીએ રોજ માત્ર ૨ પલાળેલા અંજીર ખાવાના ફાયદાઓ વિશે

મહિલાના સ્વાસ્થ્ય માટે અંજીર ખૂબ સારા છે. જો કે તેની તાસીર ગરમ હોવાને લીધે સ્ત્રીઓ તે ખાવાનુ ટાળે છે અને શિયાળામા જ તેને ખાય છે. પરંતુ મહિલાઓએ તેને દરેક સીઝનમા ખાવુ જોઈએ. જે મહિલાઓનુ શરીરનુ તાપમાન ગરમ હોય છે તે મહિલાઓએ પલાળેલા અંજીર ખાવા જોઈએ. આમ કરવાથી તેની અસર બદલાય છે.

પલાળેલા અંજીર ફાઇબરથી ભરપૂર હોય છે. અંજીર દ્રાવ્ય ફાઇબરનો સારો સ્રોત છે જે તમને લાંબા સમય સુધી પેટ ભરેલુ હોય તેવુ લાગે છે અને કબજિયાતથી રાહત આપે છે. તે વિટામિન એ, બી ૧ અને બી ૨, મેંગેનીઝ અને પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, આયર્ન અને ફોસ્ફરસ જેવા આવશ્યક વિટામિન અને ખનિજોથી સમૃદ્ધ છે.

અંજીરમા વિટામિન-એ, વિટામિન-બી 1, બી 2, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, મેંગેનીઝ, સોડિયમ, પોટેશિયમ, ફાઇબર ભરપૂર હોય છે. તેમાં ફ્લેવોનોઈડ્સ અને પોલિફેનોલ્સ છે, જે એન્ટી-ઓક્સિડેન્ટ્સ છે જે તમને ફ્રી રેડિકલથી થતા નુકસાનથી સુરક્ષિત કરે છે. અંજીરમાં તાંબુ, સલ્ફર અને કલોરિનની પૂરતી માત્રા હોય છે. અંજીરમાં વિટામિન એ, બી અને સી હોય છે. સુગર અને આલ્કલી તાજા અંજીર કરતા સૂકા અંજીરમા ત્રણ ગણુ વધારે જોવા મળે છે. ”

પલાળેલા અંજીર ખાવાના ફાયદા.અંજીરમા ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ્સ હોય છે જે હ્રદયરોગને અટકાવે છે.

લોહી શુદ્ધ કરવા માટે.આ ફ્રૂટ ના સેવન થી લોહી ક્ષુધિકરણ થાઈ છે. લોહીના રોગોમાં તે ઉત્તમ પરિણામ આપે છે. રોજ સૂતા પહેલા ત્રણ નંગ અંજીર અને કાળી સૂકી દ્રાક્ષ ના ૧૫ નંગ લઈ,એક ગ્લાસ દૂધમાં સારી રીતે ઉકાળીને પછી થોડી વાર બાદ થોડું ઠંડુ થાય ત્યારે એ દૂધ ધીમે ધીમે પી જવું અને સાથે સાથે અંજીર અને દ્રાક્ષ ચાવીને ખાઈ જવા.અંજીરમા કેલ્શિયમ જોવા મળે છે જે હાડકાંને મજબૂત બનાવે છે.

કબજીયાત માં રાહત આપે છે.ઘણા લોકો ને કબજીયાત નો ખૂબ મોટો પ્રશ્ન હોય છે. આ માટે સવારે ઉઠીને ખાલી પેટે અંજીર ખાવું, અથવા રાતે એક ગ્લાસ જેટલા દુધમાં એકાદ અંજીર બોળી રાખીને સવારે એ નરમ થયેલું અંજીર દૂધ સહીત ખાઈ જવું એનાથી જૂની કબજિયાતની બીમારી મટે છે.

અંજીરમા રહેલ પોટેશિયમ બ્લડ સુગરને નિયંત્રિત કરે છે.પલાળેલ અંજીરને ફાઇબરનુ પાવરહાઉસ માનવામા આવે છે. આ પાચનક્રિયા યોગ્ય રાખે છે. તેને ખાવાથી ભૂખથી રાહત મળે છે, ભૂખ જલ્દી લગતી નથી અને વજન ઘટાડવામા ઘણી મદદ કરે છે.

અંજીરમા ફાઇબરથી સમૃદ્ધ છે અને કુદરતી દવા જેવુ કામ કરે છે. જે મહિલાઓ લાંબા સમયથી કબજિયાતથી પીડાય છે તેઓએ તેમના આહારમા આનો સમાવેશ કરવો જ જોઇએ. તાજા અને સૂકા અંજીર કબજિયાતની સારવાર માટે ખૂબ ફાયદાકારક છે.

હાડકાના સારા વિકાસ માટે.તેમાં રહેલું કેલ્શિયમ માણસ ના હાડકાંને મજબૂત કરે છે. અંજીરથી આપણાં બોડી ને યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે. બે અંજીરને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખીને સવારે તેનું પાણી પીવાથી અને તે અંજીર ખાઈ જવાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધારી શકાય છે.
દરરોજ પલાળેલા અંજીર ખાવાથી તમે વૃદ્ધત્વને પણ રોકી શકો છો.

દરરોજ 2 અંજીરને રાતે પાણીમા પલાળી રાખો. સવારે તેનુ પાણી પીવો અને અંજીરને ચાવી અને ખાવુ. તમે દરરોજ ખાવા માટે તમારા બાળકને ૧ અંજીર આપી શકો છો.

શ્વાસ લેવાની સમસ્યામાં.મોટી ઉમર થયા બાદ ઘણા લોકો ને શ્વાસ કે દમની સમસ્યા થતી હોય છે, આ માટે અંજીર વાયુનો નાશ કરનાર હોવાથી દમના દર્દીઓ ખુબ લાભદાયક છે. અંજીર અને ગોરખ આમલી આશરે પાંચ ગ્રામ જેટલા લઈ, એક સાથે ખૂબ ચાવીને ખાઈ જવા. સવારે અને સાંજે આ રીતે થોડા દિવસ ઉપચાર કરવાથી હૃદય પરનું દબાણ દૂર થાય છે અને શ્વાસ કે દમ બેસી જાય છે.

BP ના દર્દી માટે.જે લોકો ને બ્લડ પ્રેસર ની સમસ્યા છે તેના માટે પણ અંજીર બહુ લાભદાયી છે. શરીરની વધારાની ચરબી ધીરે ધીરે દૂર કરીને શરીરનું જાડાપણું ઘટાડે છે. લોહીની ઉણપના લીધે જેમના હાથ-પગ સુન થઇ જતા હોય તેઓને અંજીર ખાવાથી ફાયદો થશે.

શરીર નો મોટાપો દૂર કરે છે.અત્યારે મોટા ભાગના લોકો ની એક જ સમસ્યા છે કે વધતું જતું શરીર જો અંજીરનુ સેવન કરવામા આવે તો તે શરીરની વધારાની ચરબી દૂર કરીને શરીરનું સ્લિમ બનાવે છે. અંજીરમાં રહેલા ઉત્તમ તત્વો ફેટને ઘટાડવામા મદદરૂપ છે. રોજીંદી લાઈફમા અંજીરનો ઉપયોગ કરવામા આવે તો મોટાપો ઓછો થઇ જાય છે. વહેલી સવારે ઉઠ્યા બાદ ૨ અંજીર ખાવાથી અચૂક તેનુ પરિણામ મળે છે. જો ભૂખ લાગે તો ફાસ્ટફૂડ ની જગ્યાએ સુકા મેવા તરીકે થોડા અંજીર પણ લઇ શકે.

મહિલાઓ માટે લાભકારી.ઘણી મહિલાઓ ને માસિક નો પ્રોબ્લેમ હોય છે જેમાં માસિક અનિયમિત આવતું હોય છે, બાળકની માતાનું દૂધ પણ અંજીરના સેવનથી વધે છે. સ્ત્રીઓને લાંબી ઉંમરે થતા કમરના દુખાવામાં અંજીર ગુણકારી છે. નિયમિત રીતે અંજીરનું સેવન કરવાથી મોઢા ઉપર તરવરાટ આવે છે. તાજા અંજીરની પેસ્ટ ચહેરા પર લગાડવાથી ચહેરો ખીલી ઊઠે છે. આ પેસ્ટ ‘સ્ક્રબ’નું કાર્ય કરે છે. ચહેરા પરની મૃત પેશીઓને દૂર કરે છે.

About bhai bhai

Check Also

આ નાનો વ્યક્તિ નથી મહિલાનો દીકરો પરંતુ છે તેનો પતિ,જુઓ તસવીરો…….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જ્યારે આપણને કોઈની સાથે સાચો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *