બોલો જય શ્રી કૃષ્ણ..! 450 km નું અંતર કાપીને 25 ગાય માતા કચ્છ થી દ્વારકા પહોંચ્યા, ઇતિહાસમાં પહેલીવાર અડધી રાતે દ્વારકાનું મંદિર ખુલ્યું અને પછી તો…

0
156

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં લંપી વાયરસ આવ્યો હતો અને આ વાયરસમાં હજારો સંખ્યામાં ગાય માતાએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જ્યારે વાયરસ આવ્યો ત્યારે ગાય માતાને આ વાયરસથી બચાવવા માટે ઘણા લોકો એ માનતા પણ માણી હતી ત્યારે આજે આપણે કચ્છના રહેવાસી અને દ્વારકાધીશના પરમ ભક્ત મહાદેવભાઇ દેસાઈ વિશે વાત કરવાના છીએ.

મિત્રો મહાદેવભાઇ દેસાઈ ની પણ 25 જેટલી ગાયો લમ્પી વાયરસ નો ભોગ બની હતી. ત્યારે ગાય માતાને બચાવવા માટે મહાદેવભાઇ દેસાઈ માનતા માની હતી કે હે કાળીયા ઠાકર મારી ગાયો જો આ રોગમાંથી બચાવી લઈશ તો હું તમારે ત્યાં પગપાળા આવીને દર્શન કરીશ અને ગો પ્રેમી મહાદેવભાઇ દેસાઈ ભગવાન પરમ કૃપાળુ દ્વારકાધીશ પ્રાર્થના ને સાંભળી લીધી અને તેમની 25 જેટલી ગાયોને લમ્પી વાયરસથી બચાવી લીધી હતી.

વાયરસના કારણે તેમની એક પણ ગાયનું મૃત્યુ થયું નથી અને અન્ય ગાયોને પણ આ રોગ થયો નથી જેથી તેઓ પોતાની માનતા પૂરી કરવા માટે કચ્છથી છેક દ્વારકા લગભગ 450 કિલોમીટર પદયાત્રા કરીને દ્વારકા મંદિરે ગાય માતા સાથે પહોંચ્યા હતા અને તેમને અહીં ગાય માતાએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા અને માનતા પૂરી થઈ હતી.

મિત્રો કચ્છથી લગભગ સાડી ચારસો કિલોમીટરનું અંતર કાપીને મહાદેવભાઈ દેસાઈ પોતાની ગાયો સાથે દ્વારકા પહોંચી ગયા હતા પરંતુ સવાલ એ હતો કે તેમને દિવસે તો દર્શન કેવી રીતે કરવા કારણકે દ્વારકામાં દિવસે ખૂબ જ મોટી ભીડ હોય છે ત્યારે આવા સમયે આટલી બધી ગાયોને અંદર લઈ જવ્યા મુશ્કેલીની વાત હતી ત્યારે વહીવટી તંત્રએ સ્પેશિયલ ગાયોના દર્શન કરવા માટે રાત્રી મંદિરના દરવાજા ખોલ્યા હતા.

મિત્રો દ્વારકા મંદિરમાં પહેલી વખત એવું બન્યું કે ગાયો માટે મોડી રાતે દરવાજો ખોલવામાં આવ્યો હતો અને લગભગ ૪૫૦૦ કિલોમીટર પગપાળા ચાલીને આવેલી 25 ગાયો મંદિરની અંદર જઈને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા અને મિત્રો આ ઘટનાનો વિડીયો પણ હાલમાં સોસાયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પરંતુ તે વિડિયો દૂર ભાગ્યપૂર્ણ આપણી પાસે નથી.

મિત્રો તમને જણાવી દઈએ કે મહાદેવભાઇ દેસાઈ 25 ગાયો અને પાંચ ગોવાળિયા સાથે 17 દિવસનું અંતર કાપીને 21 નવેમ્બરના રોજ દ્વારકા મંદિરે પહોંચ્યા હતા. મિત્રો લગભગ સાડી 400 કિલોમીટર ચાલીને અંતર કાપવું એ કંઈ નાની વાત નથી પરંતુ ભગવાન શ્રી દ્વારકાધીશ ની દયાથી આ શક્ય બન્યું હતું.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.