Breaking News

સફેદ વાળને કાળા બનાવી દેશે દેશી ઘી,બસ ખાલી આ રીતે કરો ઉપયોગ….

આજના સમયમાં ખાનપાનની વસ્તુઓમાં ખુબ જ ભેળસેળ આવવા લાગી છે. તો તેવામાં ઘણી વસ્તુઓ શુદ્ધ મળે તો તેના ભાવોમાં ખુબ જ વધારો હોય છે. તો આજે અમે તમને એક શુદ્ધ વસ્તુ વિશે જણાવશું. જેનું સેવન સામાન્યથી લઈને દરેક લોકો કરે છે. જેનો ઉપયોગ દરેક ઘરોમાં રોજ થાય છે. તેના સેવનને લઈને અમુક ફાયદા અને સેવન કરવાની પદ્ધતિ વિશે જણાવશું. માટે આ લેખને અંતસ સુધી વાંચજો, તમારી ઘણી બધી એ વસ્તુ વિશેની ભ્રમણા દુર થઇ જશે.મિત્રો આજે આ લેખમાં અમે તમને જણાવશું શુદ્ધ દેશી ઘીના સેવન અને ફાયદા વિશે. દેશી અને ઘરનું બનેલ શુદ્ધ ગાયનું ઘી – સ્મૃતિ, યોગ્યતા, ઉર્જા, બળવીર્ય, ઓઝ, કફ અને વસાવર્ધક હોય છે. શુદ્ધ દેશી ગાયનું ઘી વાત્ત, પિત્ત, તાવ અને વિષાણું યુક્ત પદાર્થોનું નાશક હોય છે.

ઓછી માત્રામાં મેલેનિન બનવાના કારણે વાળ વધુ સફેદ થવા લાગે છે. ઉંમર વધવાની સાથે મેલેનિનું સ્તર ઓછુ થવુ સ્વાભાવિક છે. આ ઉપરાંત વધતા પ્રદૂષણ અને અયોગ્ય ખાન-પાનના કારણે પણ લોકોને નાની ઉંમરમાં સફેદ વાળની સમસ્યાનો સામનો કરવો પડે છે. મહિલા અને પુરુષ બંનેમાં જ આ સમસ્યા જોવા મળે છે. આજકાલ તો નાની ઉંમરમાં જ આ સમસ્યા જોવા મળે છે.વાળની યોગ્ય સારસંભાળ સાથે તમે તેને કાળા બનાવવા માગતા હોવ તો દેશી ઘીથી મસાજ કરવાનું શરૂ કરી દો. ચાલો તમને જણાવીએ કે સફેદ વાળ ઉપરાંત દેશી ઘીનો ઉપયોગ અન્ય કઇ સમસ્યાઓ દૂર કરે છે.

સફેદ વાળ માટે

ઘરે જ ઘીને હૂંફાળુ ગરમ કરો અને 20 મિનિટ સુધી મસાજ કર્યા બાદ તેમાં લીંબૂના રસથી મસાજ કરી લો. 10 મિનિટ બાદ વાળ ધોઇ નાંખો. આમ કરવાથી તમારા વાળ થોડા જ દિવસોમાં કાળા થવા લાગશે. ઘીને માથાના સ્કેલ્પમાં હળવા હાથે માલિશ કરવાથી માથાનું બ્લડ સર્ક્યુલેશન સારુ થાય છે. જેનાથી નવા અને કાળા વાળ ઉગવામાં મદદ મળે છે.ખોડા માટેખોડાનું કારણ સૂક્ષતા છે. તેવામાં ઘીનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઇ શકે છે. ઘી અને બદામના તેલને મિક્સ કરીને લગાવો અને 15 મિનિટ સુધી લગાવી રાખ્યા બાદ ગુલાબ જળ મિક્સ કરેલા પાણીથી ધોઇ નાંખો. નિયમિત રૂપે આમ કરવાથી ખોડો દૂર થઇ જાય છે.વાળના વિકાસ માટેવાળના ગ્રોથને વધારવા માટે તમે આજથી જ શુદ્ધ દેશી ઘીનો પ્રયોગ કરવાનું શરૂ કરી દો. ઘી શરીરની સાથે વાળને પણ મજબૂત બનાવે છે. વાળમાં ઘી લગાવવાથી વાળનો ગ્રોથ વધે છે અને તે ચમકદાર પણ બને છે.

બે મોઢાવાળા વાળ માટે

જો તમે પણ બે મોઢાવાળા વાળની સમસ્યાથી પરેશાન હોવ તો એકવાર ઘીને જરૂર અજમાવો. બે મોઢાવાળા વાળ પર ફક્ત 15 દિવસ સુધી ઘીથી મસાજ કરો અને પછી જુઓ તમારી પ્રોબ્લેમ ધીરે-ધીરે દૂર થઇ જશે. તમારે આ મસાજ દરરોજ કરવાનું ચે અને વાળના મૂળથી લઇને છેડા સુધી ઘી લગાવવાનું છે.

આજકાલના હૃદયરોગના વિશેષજ્ઞોની સાથે સાથે મોટાપણા અને હૃદય રોગીઓનો સૌથી વધારે ગુસ્સો ઘી ઉપર ઉતરે છે. આપણા આયુર્વેદમાં ઘીને ઔષધી માનવામાં આવ્યું છે. ઘીથી આપણા પ્રાચીન સાત્વિક ખોરાકથી બધા જ દોષોનું નિવારણ આવે છે. વાત્ત અને પિત્તને શાંત કરવા માટે ઘી સર્વશ્રેષ્ઠ છે સાથે જ કફને પણ સંતુલિત કરે છે. ઘીનું સેવન કરવાથી ઉપયોગી ચરબી પ્રાપ્ત થાય છે, અને બિનજરૂરી ચરબી ઓછી થવા લાગે છે. શુદ્ધ ઘી લીવર અને રોગ પ્રતિકારક શક્તિને સારી કરવા માટે પણ જરૂરી છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રહેવું જોઈએ કે ઘી ગાયનું અને શુદ્ધ ઘરે જ બનેલું હોય, તો વધારે પ્રભાવશાળી રહેશે.

મિત્રો ખાસ વાત એ કે, ઘીમાં એટલા અવગુણ નથી, જેટલા તેમાં ગુણ છુપાયેલા છે. તે સાચું છે કે, બહુઅસંતૃપ્ત ચર્નીને અગ્નિમાં રાખવી તે સ્વાસ્થ્યપ્રદ છે. કેમ કે એવું કરવાથી પેરોક્સાઈડસ અને અન્ય રેડિકલ્સ નીકળે છે. તે પદાર્થોના કારણે અનેક બીમારીઓ અને સમસ્યાઓ પેદા થાય છે. તેનો અર્થ એવો પણ થાય છે કે, વનસ્પતિજન્ય માટે બધા જ ખાદ્ય તેલો સ્વાસ્થ્ય કે માટે વધુ અથવા ઓછા હાનિકારક હોય જ છે.

પરંતુ ઘી નો મામલો કંઈક જુદો જ છે. એવું એટલા માટે કે, ઘીનું સ્મોકિંગ પોઈન્ટ બીજી ચરબીઓની તુલનામાં વધારે છે. અને એટલા માટે જ ભોજન બનાવતા સમયે ઘી આસાનીથી બળતું નથી. ઘીમાં સ્થિર સેચુરેટેડ બોન્ડ્સ પણ વધારે પ્રમાણમાં હોય છે. તેનાથી ફ્રી રેડિકલ્સ નીકળવાની આશંકા ખુબ જ ઓછી હોય છે. તમને જાણીને ખુબ જ આશ્વર્ય થયો હશે કે શું ઘી આટલું બધું ફાયદાકારક છે ? પરંતુ વિદેશી નીતિઓ અને પશ્વિમી પ્રશિક્ષણ દ્વારા ઘીને રોગોની જડ સાબિત કરી દીધું છે. જેના કારણે અહિયાંના લોકો દેશી ઘીને રોગોનું મૂળ માનવા લાગ્યા છે. પરંતુ ઘી અનહદ ફાયદાકારક છે.

કોલેસ્ટ્રોલ ઓછું થાય છે : ઘી વિશે કરવામાં આવેલી શોધ જણાવે છે કે, તેનાથી લોહી અને આંતરડામાં રહેલા કોલેસ્ટ્રોલ ઓછું હોય છે.  કેમ કે ઘીથી બિલીયરી લિપિડનો સ્ત્રાવ વધી જાય છે. ઘી નાડી પ્રણાલી અને મસ્તિષ્ક માટે પણ શ્રેષ્ઠ ઔષધી માનવામાં આવે છે. તેનાથી આંખો પર પડતો દબાવ ઓછો થાય છે. માટે ગ્લુકોમાના દર્દીઓ માટે પણ ઘી ફાયદાકારણ છે.તો કોઈ એમ કહે કે દેશી શુદ્ધ ઘી, રોગોનું મૂળ છે, તો તમને જણાવી દઈએ કે ઘી બધા રોગોનું નિવારણ છે. માટે રોજના તમારા આહારમાં બે થી ત્રણ ચમચી ઘી નો ઉપયોગ કરો. એક વ્યક્તિએ બે થી ત્રણ ચમચી ઘી નું સેવન અવશ્ય કરવું જોઈએ.

About Admin

Check Also

પેઠા માંથી લોહી નીકળે છે તો કરીલો આ કાર્ય, તરતજ મળશે રાહત જાણીલો ફટાફટ.

નમસ્તે મિત્રો આજે અમે તમારા ઘરે દવાઓ કાયમ બનાવીને તમે આયુર્વેદિક પદ્ધતિથી લાંબી લાંબી ચાંદા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *