ઉનાળા ની ગરમી વચ્ચે કેસર કેરીનું બજારમાં થઈ ગયું આગમન,જાણો પહેલા દિવસે કેરીના ભાવ કેટલા બોલાયા

0
3029

વાતાવરણમાં ગરમીએ જોર પકડ્યું છે ત્યારે કહી શકીયે છીએ કે ઉનાળો આવી ગયો છે. ફળોના રાજા કહેવાતા કેરીની સીઝન પણ ચાલુ થઈ ગઈ છે ત્યારે લોકો જોર-શોરથી કેરીની રાહ જોઈ રહ્યા છે. હાલમાં, ખેડૂતોને કેરીની આવકપણ ચાલુ થઇ રહી છે. ત્યારે વાત કરીએ કેરીના ભાવોની તો આ વર્ષે કેરીના ભાવ સાંભળીને તમે ચોકી જશો.

તાઉતે વાવાઝોડા દરમિયાન આંબા અને નાળિયેરીના ઝાડને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું. આ જ કારણ છે કે કેરીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. વાવાઝોડા દરમિયાન ઘણા આંબાના ઝાડ ધરાશાહી થઈ ગયા હતા અને રાજ્ય સરકાર દ્વારા તેને સહાય પણ આપવામાં આવી હતી. ત્યારે આ ભાવ વધારા પાછળ આ તાઉતે વાવાઝોડું છે તેવું પણ ખેતીવાડી ના અધિકારીઓ દ્વારા માનવામાં આવે છે.

સામાન્ય વર્ષો કરતાં આ વર્ષ દરમિયાન કેરીના ઉત્પાદનમાં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો છે અને તેના લીધે પણ ભાવ વધારો પણ થઈ રહ્યો છે. હાલ જ્યારે રાજકોટ શહેરમાં મહારાષ્ટ્રની કેરીની આવક ચાલુ થઇ ગઈ છે પરંતુ તેના ભાવો પણ આસમાને છે. રત્નાગીરીની ફેમસ હાફૂસ કેરીની પેટી નો ભાવ 3500 થી 6000 સુધીનો જોવા મળ્યો છે જ્યારે મિનિસ્ટર કેરીનો ભાવ 6500 થી 8000 રૂપિયા સુધીનો જોવા મળ્યો છે.

બજારમાં કેરીની આવક શરૂ થતાં જ કાચી કેરી 20 કિલોના કેરેટ આવ્યા છે. હજુ 10 કિલોના બોક્સ આવ્યા નથી.  કેરીની વાત કરીએ તો બરડા વિસ્તારમાં આવેલા આંબાના વૃક્ષની કેરી ગીરની કેરી કરતા મોટા ફળવાળી અને અલગ મીઠાશ ધરાવતી હોય છે.

બરડા વિસ્તારમાં આંબાની વધારે પડતાં પાણીની જરૂર રહેતી નથી. જમીન માંથી જ આંબાપાણી મેળવી લે છે. ગીરની કેરીના ભાવ કરતા બરડા કેરીનો ભાવ પણ વધારે હોય છે. રત્નાગીરી થી 500 થી 700 કિલો હાફુસ કેરીની આવક થાય છે. આ કેરીનો બજાર ભાવ 500 થી 600 રૂપિયા કિલો બોલાવી રહ્યો છે.

સામાન્ય રીતે એપ્રિલ માસમાં કેરી બજારમાં આવી જતી હોય છે પરંતુ આ વર્ષે સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે મે માસમાં કેરી આવશે. કેરીના ભાવ વધારાને જોઈને લોકો માટે કેરીની મીઠાશ ઘટી રહી હોય તેવું પણ લાગી રહ્યું છે. મોટાભાગના લોકો આ ભાવ સાંભળીને કેરીની ખરીદી કરવાનું ટાળી રહ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.