પોતાના બીમાર ભાઈ માટે સગી બેને માતાજી મોગલ ની માની માનતા અને પછી તો માતાજીનો ચમત્કાર તથા 50000 રૂપિયા લઈને કબરાઉ ધામ આવી ત્યારે બાપુએ કહ્યું કે…

0
175

આપણે જાણીએ જ છીએ કે દુનિયામાં બહેન જ એક એવી વ્યક્તિ છે,જે ભાઈના છુપાયેલા દર્દ ને પણ સમજી શકે છે.અને દુનિયામાં બહેન જ એક એવી વ્યક્તિ છે,જે ભાઈ ફરીથી મજબૂત ના બની જાય ત્યાં સુધી તેનો હાથ પકડી રાખે છે.ભાઈ-બહેનનો પ્રેમ દરિયા જેટલો ઊંડો અને અનંત હોય છે.ચાલો આજે અમે તમને એવા જ એક કિસ્સા વિશે

જણાવીએ.ભાઈ ની તબિયત સારી ન હોવાથી એક બહેને ભાઈ માટે કબરાઉ ધામમાં મા મોગલ ની માનતા રાખેલી હતી. મોગલ ધામના મણીધર બાપુને માનતા પૂરી કરવા આવેલ બહેને જણાવ્યું કે તેમના ભાઈની તબિયત ખૂબ જ ખરાબ હતી.ઘણી જગ્યાએથી દવાઓ લીધા પછી પણ તેમના ભાઈ ની તબિયતમાં કોઈ સુધારો આવતો ન હતો.બહેને

જણાવ્યું કે તેમના ભાઈની તબિયત સારી થઈ જાય તે માટે માતા મોગલ ની માનતા માની હતી.બીમાર ભાઈ ની તબિયત સુધારવા માટેની માનતા એવી હતી કે ભાઈ ની તબિયત સારી થઈ ગઈ તો કબરાઉ ધામ આવીને 50,000 રૂપિયા બહેન ચડાવશે.માતા મોગલ ની કૃપાથી યુવકની તબિયતમાં ઘણો સુધારો આવી ગયો. અને બહેન પોતાના

ભાઈ માટે માનેલી માનતા પૂરી કરવા માટે 50000 રૂપિયા લઈને કબરાઉ ધામ આવી. ભાઈની તબિયતમાં સુધારો આવતા બહેનની આંખો હર્ષના અશ્રુઓથી છલકાઇ.કબરાઉ ધામના મણીધર બાપુએ 50000 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને તે પૈસા દીકરીને આપી દીધા અને બાપુએ જણાવ્યું કે,આ તારો માતા મોગલ પર અતૂટ વિશ્વાસ હોવાને કારણે

થયું છે.બાપુ એ જણાવ્યું કે અંધશ્રદ્ધા ન રાખવી દવા પણ લેવાની અને મા મોગલ વિશ્વાસ પણ રાખવાનો.માતા સદાય સૌનું ભલું કરશે. માતા મોગલ પર શ્રદ્ધા રાખનારા તમામ ભક્તોની મનોકામના માતા પૂર્ણ કરે છે.માતાજી મોગલ ને તમે માનતા હોય અને આ કિસ્સો તમારા પરિવાર ના સભ્યો ને કહેવા માંગતા હોય તો આ આર્ટિકલ શેર કરો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.