Breaking News

સગી પુત્રી નું ઘર ભાંગી જમાઈ સાથે સંસાર માણવા તૈયાર થઈ સાસુ પરંતુ થયું કંઈક આવું……

પેહલા સુરતમાં વેવાઈ વેવાણનું પ્રેમ પ્રકરણ હવે અમદાવાદમાં સાસુ જમાઈનું પ્રેમ પ્રકરણ. શું થઈ રહ્યું છે આ સભ્ય સમાજને?મહિલાઓ ઉપર થતા અત્યાચારના કિસ્સા અવાર નવાર સામે આવ્યા કરે છે દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે .

સુરતમાં થોડા દિવસો પહેલા વેવાઈ વેવાણનું પ્રકરણ સામે આવ્યુ હતું. ત્યારે આ પ્રકરણે ગુજરાતભરમાં ચર્ચા જગાવી હતી. આ કિસ્સા બાદ અમદાવાદમાં સાસુ જમાઈનું પ્રકરણ સામે આવ્યુ છે. માતાએ દીકરીનું ઘર તોડવાનો પ્રયાસ કર્યો છે. જેથી દીકરી માતાની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે. સાસુ અને જમાઈ વચ્ચે ત્રણ વર્ષથી પ્રેમસંબંધ ચાલ્યા બાદ દીકરીને આ બાબતે જાણ થઇ હતી. પતિ પણ સાસુની સાથે રહેવા માટે તૈયાર છે, જેથી પરિણીતાએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં માતા સામે અરજી કરી છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં અશોકભાઈની ચાલીમાં 55 વર્ષની સવિતાબેને તેની દીકરી ટીનાના લગ્ન કમલ સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ માતા સવિતાબેન દીકરી અને જમાઈ કમલને વારંવાર ઘરે બોલાવતા હતા. ટીના સાથે લગ્ન બાદ સાસુ સવિતાબેનને જમાઈ સાથે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. જેથી કમલ પણ અવાર નવાર કોઈ કારણ વગર સાસુના ઘરે જવાની જીદ પકડતો હતો.

અમદાવાદ શહેરનાં પૂર્વ વિસ્તારમાં રહેલી પુત્રીએ પોતાની માતા સામે રક્ષણ મેળવવા હેલ્પલાઇન નંબર ડાયલ કરીને માંગી મદદ, કહ્યું પોલીસ ફરિયાદ નોંધાવશે.અમદાવાદની અશોકભાઈ ચાલીમાં રહેતી ૫૫ વર્ષની મહિલા અવારનવાર પોતાનાં દીકરી અને જમાઈને ઘરે બોલાવતી અને જમાઈ પણ કોઈ કારણો વગર જ સાસુનાં ઘરે આવતો જતો.સાસુ જમાઈ વચ્ચે ત્રણ વર્ષથી ચાલી રહ્યું હતું પ્રેમ પ્રકરણ જેની દીકરી સુધ્ધાંને ખબર ન હતી.

કંઈ કામ ન હોય છતાં જમાઈ સાસુને મળવા જતો અને ન જવા મળે તો જીદ પકડતો અને ગમે તેમ કરીને પોતાની સાસુને મળીને જ રહેતો.પતિ પત્ની બન્ને જ્યારે સાથે પિયર જાય ત્યારે પત્ની કે જે મહિલાની પુત્રી છે તેને બજારમાં કોઈ સમાન લેવા મોકલી દેતા હતા સાસુજમાઈ.તથા દીકરી ઘરે ન હોય ત્યારે મળેલા સમયનો લાભ ઉઠાવીને ખીલવતા હતા પ્રણયફાગ. પુત્રીને કરી પડોશીએ જાણ.

લોકડાઉન અને અનલોક-૧ પછી પોતાની સાસુને મળવા અધીરા બનેલા પુરુષે પત્ની સાથે પિયર જવાનું નક્કી કર્યું અને ત્યાં જઈને પત્નીને બજાર મોકલી દીધી સમાન લેવા.તકનો લાભ ઉઠાવી સાસુ જમાઈ ડૂબી રહ્યા હતા એકમેકનાં પ્રેમમાં પરંતુ પુત્રીને પડોશીએ આ સાસુ જમાઈના પ્રેમ પ્રકરણ વિશે પેહલા જ જાણ કરી દીધી હતી જેથી બજાર ગયેલી પુત્રી જલ્દી પાછી આવી ગઈ અને ઘરની બારીથી જ જોયું આ બધું દ્રશ્ય.

સાસુ જમાઈ પણ જાણી ગયા કે તેમનો બધો ખેલ બહાર આવી ગયો છે ત્યારે એ માતા એ જ પોતાની દીકરી સામે અવાજ ઉંચો કરીને કહ્યું કે,”હું એકલી છું અને મારે તારા કરતા આની(જમાઈની) વધુ જરૂર છે”તો સામા પક્ષે પતિએ પણ કહી દીધું કે,”હું પણ સાસુને ચાહુ છું અને પોતાની પત્નીની કોઈ જ જરૂર નથી”આ બાબત પર પુત્રીએ હેલ્પલાઇન નંબરનો સહારો લીધો જેણે તેને પોલીસ ફરિયાદ નોંધાવા કહ્યું અને સાસુને કાઉન્સલિંગમાં સમજાવ્યું પણ સાસુ ન માની અને ઉલટાનું તેણે કહ્યું કે,”તે જમાઈને પરણવા માંગે છે”અને અંતે આ બાબતની અરજી કરવા પુત્રી પોલીસ સ્ટેશન પોહચી.

About bhai bhai

Check Also

સાચે નાના બાળકો ભગવાન નું સ્વરૂપ હોય છે,આ ક્યૂટ બાળકે ત્રણ પક્ષીઓને પોતાના હાથે ખવડાવ્યું ભોજન,જુઓ વિડિયો

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *