બગદાણા વાળા સંત શિરોમણી બાપાસીતારામે ત્યાના વડલામા પૂર્યા હતા સાક્ષાત પરચા,આજે પણ તેના દર્શન થાય છે

0
149

બાપા સીતારામ ના મંદિરે લાખોની સંખ્યામાં તેમના ભાવિ ભક્તો દર્શન માટે આવતાં હોય છે અને તેમનું મંદિર પણ આરસ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ આરસ પથ્થર નું મંદિર બન્યું છે એ પૈસા બાપાએ ચૂકવ્યા છે.બાપા આજે પણ લાખો ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને આ મંદિરની કોતરણી ખૂબ જ ભવ્ય રીતે જોવા મળી રહી છે.

આ મંદિરમાં બેઠા પછી શાંતિનો અનુભવ થાય છે અને મન પ્રચલિત થાય છે.ઘુમ્મટ ની કલા ખૂબ જ સુંદર છે.દેશ-વિદેશની બાપાના દર્શન માટે ભક્તો ઉમટે છે અને મંદિરની બહાર આવતા બાજુમાં એક વડલો છે. વડલા જોડે ભાવથી અને ખૂબ શ્રદ્ધાથી બાપા ને યાદ કરો તો આજે પણ બાપાસીતારામ વડલા માં ત્રણ સ્વરૂપે સાક્ષાત દેખાય છે.

જો તમે પણ બગદાણા જાઓ તો બાપા સીતારામ ના મંદિરે જાવ ત્યારે વડલામાં અવશ્ય બાપા જોવા મળશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.આપણે જણાવી દઈએ કે ભાવનગર જિલ્લામાં આવેલા ખ્યાતનામ ગુરૂ આશ્રમ બગદાણા ખાતે બજરંગદાસ બાપાની 45મી પુણ્યતિથિની સાદગીપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.

નોંધનીય છે કે શહેર-જિલ્લામાં ધર્મ-ભક્તિ ભાવ સાથે બાપાની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી, મંદિરને ભવ્ય રોશનીથી શણગારી સવારે બાપાની આરતી, ધ્વજપૂજન, ગુરુ પૂજન અને દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.બે વર્ષથી ચાલતી કોરોનાની મહામારીને પગલે તમામ ધાર્મિક સ્થાનો પર ઉત્સવોની ઉજવણીમાં નોંધપાત્ર ફેરફારો થયા છે.

ત્યારે સંતોની ભૂમિ તરીકે જગ વિખ્યાત ગોહિલવાડમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિતે ભાવનગર શહેર-જિલ્લામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિના અનોખા ભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે.આપણે જણાવી દઈએ કે આજે પણ જો બાપા ને સાચી શ્રદ્ધા થી માનીએ તો તે આજે પણ પરચો પુરે છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.