Breaking News

સલમાનની ફિલ્મમાં કામ કરનાર આ અભિનેતા નું મૃત્યુ એટલી દર્દનાક રીતે થયું હતું કે આખી સ્ટોરી વાંચી આંખમાં આંશુ આવી જશે……

બોલીવુડમાં ફિલ્મો હિટ થવા માટે હીરોની એક્ટિંગ એક્શન સિવાય પણ બીજું મહત્વનું છે અને તે છે કોમેડી બૉલીવુડ ફિલ્મોમાં કોમેડી કલાકાર ન હોઈ તો ફિલ્મ અધૂરી લાગે છે.કારણ કે અમુક વખત ફિલ્મો કોમેડીને કારણે પણ હિટ સાબિત થતી હોઈ છે એવામાં જો બેસ્ટ કોમેડી કલાકાર હોઈ તો પછી ફિલ્મ જોવાની મજા જ અલગ હોય છે.આજે અમે તમને એવા જ એક શાનદાર કલાકાર વિશે જણાવીશુ.

તમે તસ્વીર જોઈને આ અભિનેતાને જરૂર થી ઓળખી ગયા હશો, જો કે થોડા લોકો નામ જાણતા હશે. આ છે હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા લક્ષ્મીકાંત બેર્ડે. સલમાન ખાન સાથેની લક્ષ્મીકાંત બર્ડેની જોડીને લોકોએ ખૂબ પસંદ કરી હતી. 26 ઓક્ટોબરના રોજ તેમના જન્મદિવસ પર, અમે તમને તેમની સાથે સંબંધિત ખાસ બાબતો વિશે વાત કરી રહ્યા છીએ.

લક્ષ્મીકાંતને શાળાના દિવસોથી જ અભિનયનો શોખ હતો. તેનું બાળપણ સંઘર્ષથી ભરેલું હતું. લક્ષ્મીકાંત ચૌલમાં ઉછર્યા અને શાળા નાટકોમાં ભાગ લીધો. અભિનયની કારકિર્દીની શરૂઆત કરી, તેણે મુંબઈમાં મરાઠી સાથિયા સંઘ પ્રોડક્શન હાઉસ સાથે કામ કરવાનું શરૂ કર્યું. તેણે મરાઠી ફિલ્મોમાં સહાયક પાત્રો ભજવ્યાં હતાં. લક્ષ્મીકાંત મરાઠી સિનેમાના કોમેડી કિંગ બન્યા.

મરાઠી સિનેમામાં સારું નામ કમાવ્યા પછી લક્ષ્મીકાંત બર્ડે બોલિવૂડ તરફ વળ્યા. તેણે સલમાન ખાન અને ભાગ્યશ્રી સાથે ફિલ્મ મૈંને પ્યાર કિયા ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે સાજન, બેટા, દીદાર, અનારી, હમ આપકે હૈ કૌન સહિત અનેક હિટ ફિલ્મો કરી. ફિલ્મ્સ કરતી વખતે સલમાન સાથે લક્ષ્મીકાંતનો ખાસ સંબંધ હતો. સલમાનની ઘણી ફિલ્મોમાં તેણે નોકરની ભૂમિકા ભજવી અને તેની અભિનય ક્ષમતાથી દરેકને પ્રભાવિત કરવામાં સફળ રહ્યા.

સલમાન ખાને હાલમાં જ સિંગિંગ રિયાલિટી શો ‘સારેગામાપા લિટિલ ચેમ્પ્સ’નો સ્પેશિયલ એપિસોડ શૂટ કર્યો. આ દરમિયાન જ્યારે કન્ટેસ્ટન્ટ હ્રિતિક ગુપ્તાએ ફિલ્મ ‘સાજન’નું ગીત ‘તુમસે મિલને કી તમન્ના હૈ…’ પરફોર્મ કર્યુ તો સલમાન પોતાના કો-એક્ટર દિવંગત લક્ષ્મીકાંત બેર્ડેને યાદ કરી ઇમોશનલ થઈ ગયો. વાસ્તવમાં, મસ્તીથી ભરપૂર આ સોન્ગ બંને એક્ટર્સ પર ફિલ્માવવામાં આવ્યું હતું.

પરફોર્મન્સ જોયા પછી 53 વર્ષીય સલમાને કહ્યુ, ‘આ ગીત સાથે અનેક સુંદર યાદો જોડાયેલી છે. આ સાજન ફિલ્મનું ગીત છે જે ખૂબ હિટ થયું હતું. ફિલ્મમાં આ મારું ઇન્ટ્રોડક્શન સોન્ગ હતું અને તેને મારા ખાસ મિત્ર લક્ષ્મીકાંત બેર્ડે પર ફિલ્માવવામાં આવ્યું હતું. મેં તેની સાથે અનેક ફિલ્મો કરી છે અને મને લાગે છે કે ‘મૈંને પ્યાર કિયા’ની સફળતા પાછળનું એક કારણ તે પણ હતો. આ ગીત મને કાયમ તેની યાદ અપાવે છે. દુર્ભાગ્યવશ હવે તે આપણી વચ્ચે નથી.’

લક્ષ્મીકાંતને બાળપણથી જ અભિનય કરવાનું પસંદ હતું. તે મધ્યમવર્ગીય પરિવારથી સંબંધ રાખતા અને અને ચાલમાં તેમનું બાળપણ વીત્યું હતું. સ્કૂલમાં પણ તે ડ્રામામાં ભાગ લેતા હતા. અભિનયમાં કરિયર બનાવવા માટે લક્ષ્મીકાંત બેર્ડે મુંબઈ મરાઠી સાથિયા સંઘ પ્રોડક્શન હાઉસની સાથે જોડાઈ ગયા. એની સાથે જોડાયા પછી તેમને મરાઠી ફિલ્મોમાં સાઈડ રોલ મળવા લાગ્યા. કેટલાક સમય સુધી બેર્ડેએ સાઈડ રોલ કર્યા. પછી તેમને એક મરાઠી ફિલ્મ ‘તુર તુર’ માં કામ મળ્યું.

આ ફિલ્મમાં બેર્ડેએ મુખ્ય હીરોનું કામ કર્યું હતું. બેર્ડે પોતાની કોમેડીથી મોટા મોટા સ્ટાર્સને પાછળ છોડી દેતા હતા. ‘તુર તુર’ સુપરહિટ થયા પછી તેમને કામ મળવાનું સારું થઇ ગયું. જોતા જોતામાં બેર્ડે મરાઠી સિનેમાના કોમેડી કિંગ બની ગયા. બેર્ડેએ ફિલ્મો સિવાય કેટલાક ટીવી શો માં પણ કામ કર્યું છે. બેર્ડેએ જ્યાં હાથ અજમાવ્યો ત્યાં તેને સફળતા મળી. ફિલ્મ ‘ધૂમ ધડાકા’ એ લક્ષ્મીકાંતને રાતો-રાત સ્ટાર બનાવી દીધો. મરાઠી અને હિન્દી મળીને બેર્ડેએ 200 થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે.

મરાઠી ફિલ્મોના સ્ટાર બેર્ડેએ જયારે હિન્દી સિનેમામાં કામ કરવાનું શરુ કર્યું તો તે ત્યાં પણ છવાઈ ગયા. બેર્ડેએ 1989માં હિન્દી ફિલ્મ “મૈને પ્યાર કિયા” થી ડેબ્યુ કર્યું હતું. હિન્દી સિનેમામાં ‘100 ડેઈસ’, ‘હમ આપકે હૈ કૌન’ અને ‘સાજન બેહતરીન’ તેમની સારી ફિલ્મોમાં આવે છે.નવાઈની વાત એ છે કે, બેર્ડે ફિલ્મોમાં ભલે સાઈડ રોલ કરતો હોય પરંતુ ફિલ્મમાં તેમની ભૂમિકા દમદાર હતી. સલમાન ખાનની ઘણી ફિલ્મોમાં તે નોકરની ભૂમિકા ભજવતા દેખાયા. જબરજસ્ત અભિનયથી તે નોકર નહિ પણ હીરો બની ગયા. ક્યારે ક્યારે તેમની એક્ટિંગ હીરો પર પણ ભારી પડી જતી હતી.

ફિલ્મ ‘ધૂમ ધડાકા’ અને ‘અસી હી બનવા બનવી’ બેર્ડે માટે મિલનો પથ્થર સાબિત થઇ હતી. બેર્ડેનું અંગત જીવન પણ તેમની ફિલ્મોની જેમ ફિલ્મ જ હતું. બેર્ડેએ રુહી બેર્ડે સાથે લગ્ન કર્યા હતા. રુહીએ પણ ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’ માં કામ કર્યું હતું. થોડા સમય પછી બંને છૂટાછેડા લીધા વિના અલગ થઇ ગયા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ આના પછી બેર્ડે પ્રિયા અરુણને ડેટ કરવા લાગ્યા.લક્ષ્મીકાંત અને રૂહી જલ્દીથી અલગ થઈ ગયા. ત્યારબાદ તેણે પ્રિયા અરુણને ડેટ કરી અને તેની સાથે રહેવા લાગ્યા. બંનેએ તેમના લગ્નને છુપાવીને રાખ્યા હતા. આ દંપતીને બે બાળકો થયા.

બહુ ઓછા લોકો જાણે છે કે લક્ષ્મીકાંત એક સારા ગિટાર પ્લેયર પણ હતા. બેર્ડેનું 2004 માં કિડનીની બિમારીને કારણે મૃત્યુ થયું હતું. તે જીવ્યા ત્યાં સુધી લોકો તેની કોમેડીથી હસતાં રહેતાં. મરાઠી અને હિન્દી સિનેમાના જાણીતા લોકો બર્ડેના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા હતા.

About bhai bhai

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *