Breaking News

શરદી-ઉધરસનો રામબાણ ઇલાજ છે મેથી,કોરોના કાળમાં મેથીનો આ રીતે કરો ઉપાય….

અત્યારે શરદી ઉધરસ થવું સામાન્ય નથી અને એવામાં કોરોના કાળમાં શરદી કે ઉધરસ થવાથી જ આપણી ચિંતા વધી જાય છે. વળી ચોમાસાની આ ઋતુમાં ધણીવાર ઋતુ પ્રમાણે શરદી કે ઉધરસ થઇ શકે છે. જો કે તેમ છતાં સાવચેતી લેવી ખૂબ જ જરૂરી છે. કફની પ્રકૃતિ હોય તો કોરોના સંકટમાં આ લોકોને ખાસ ધ્યાન રાખવું. જો કે આ મહામારી લોકોને શારિરીક રીતે અંદરથી મજબૂત કેમ રહેવું તે પર ભાર મૂકતા શીખવ્યું છે. તો જો તમે પણ નિરોગી રહેવાના પ્રયાસો કરી રહ્યા હોવ મેથી તમારા માટે લાભકારી થઇ શકે છે. આજે અમે તમને મેથીના આવા જ કેટલાક ઉપાયો વિષે જાણકારી આપીશું. જે તમને વાયુ અને પિત્તની સમસ્યામાં મદદરૂપ થઇ શકે છે. સાથે જ શરદી, પાચનતંત્રની સમસ્યા ઓછી કરીને શરીરને અંદરથી મજબૂતી આપી શકે છે.

ડાયાબિટીસ હોય તો મેથીના ઉપચાર ખૂબ જ લાભકારક સાબિત થઇ શકે છે. ડાયાબિટીસથી બચવા માટે દરરોજ સવારે એક નાની ચમચી મેથી દાણાનો પાવડર પાણી સાથે લેવો. વળી એક ચમચી મેથી દાણા એક કપ પાણીમાં આખી રાત પલાળી સવારે ગાળી તે પાણી પીવાથી ડાયાબિટિસના દર્દીઓને આરામ મળે છે.

મેથી કડવી હોય છે. ડાયાબિટીસમાં પેશાબ સાથે જતા ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડવાનો તે મદદરૂપ થઇ શકે છે. ડાયાબિટીસના દર્દીએ 1 નાની ચમચી મેથી રોજ રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળીને, ગાળી લેવી. એકાદ મહિના સુધી એ ગાળેલું પાણી રોજ સવારે પીવું. આ ઉપચારથી મૂત્રમાં જતી સાકરનું પ્રમાણ ઓછું થાય છે. ડાયાબિટીસના રોગીએ આ સરળ અને સાદો ઉપચાર ધીરજ રાખી કરવાથી ચોક્કસ ફાયદો થશે.

મેથીદાણામાં પોટૈશિયમ વધુ પ્રમાણમાં મળી આવે છે. તે શરીરમાં સોડિયમના લેવલનું કંટ્રોલ કરે છે, જેનાથી આ શરીર માં સોડિયમના લેવલનું કંટ્રોલ કરે છે, જેનાથી લોહીનું પરિબ્રહ્મણ ખુબજ સારી રીતે થાય છે અને હૃદય તંદુરસ્ત રહે છે.મેથીદાણામાં રહેલ એન્ટીબૈકટીરિયલ પ્રોટીન વાયરલ બીમારીથી બચાવે છે.

ઝાડાની સમસ્યા હોય તો મેથી, રાઈ અને અજમાને સમાન માત્રામાં લઈને તેનુ એક ચૂરણ બનાવી લો. તમે ચાહો તો તેમા થોડી માત્રામાં મીઠુ પણ નાખી શકો છો. જો તમારા ઘરમાં કોઈને ઝાડાની સમસ્યા છે તો તમે આ ચૂરણ આપી શકો છો. પાણી સાથે આ ચૂરણને લેવાથી ખૂબ ફાયદા થશે.શરીના ભાગોમાં દુખાવો રહેતો હોય તો મેથીના ચૂરણનો ઉપયોગ કરવો લાભકારી છે. મેથીના દાણાને વાટીને ચૂરણ બનાવી લો. તેમા સંચળ મિક્સ કરીને દિવસમાં બે વાર કુણા પાણી સાથે લેવાથી દુખાવામાં રાહત મળે છે.શરદી-ઉધરસનો મેથી રામબાણ ઇલાજ માનવામાં આવે છે. મેથીના દાણાનો કાઢો બનાવીને પીવાથી ખરાશમાં રાહત મળે છે. તેમજ ઉધરસ અને શરદી જેવી બીમારી પણ જડમૂળથી દૂર થાય છે.

ઉકાળો બનાવીને પીવો.લગભગ અડધો લીટર જેટલું પાણી તપેલીમાં લેવું. એમાં એક ચપટી હળદર નાખો. અડધો ઇંચ આદુંનો ટુકડો ખમણીને નાખવો. પછી એમાં 7-8 તુલસીનાં પાન ઉમેરવાં. 1 ચમચા જેટલું અંદાજિત લેમનગ્રાસ ઉમેરવું અને 1 ચપટી અજમો નાખવો. જો અજમાનાં તાજાં પાન મળી શકે તો વધુ સારું ગણાય. હવે તપેલીને ઢાંકી દેવી અને પાણીને ઊકળવા દેવું. પાણી ઊકળીને અડધું થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો. એમાં સ્વાદ અનુસાર ગોળ અને લીંબુ નાખીને હૂંફાળું કરીને પીવું. નાનાં બાળકોને 50-70 મિલીલીટર જેટલો ઉકાળો બસ છે. દિવસમાં વધુમાં વધુ એને બે વાર આપી શકાય, બાકી વયસ્ક લોકો 150 મિલી જેટલો ઉકાળો પી શકે છે.

જો આનાથી તમને ફરક ના લાગે તો તમે બીજા ઘરેલુ ઉપચાર પણ કરી શકો છો.ગરમ પાણીમાં થોડું મીઠું નાંખી પાણીના કોગળા કરો, આમ કરવાથી તમારા ગળાને રાહત મળશે.કોફી અને ચા જેવું ગરમ પીણું પીતા રહો. હુંફાળુ પાણી પણ પી શકો છો.

ગરમ પાણીમાં હળદરનો પાવડર, આદુનો પાવડર અને એક ચમચી મધ ઉમેરો. આનાથી તમને કફમાં જ રાહત નહીં મળે પણ તમારા શરીરનો દુખાવો, શરદી તેમજ માથાનો દુખાવો પણ દૂર થઇ જશે.શરદી માટે, ગરમ સ્ટીમ અર્થાત્ નાસ લેવો એ સૌથી ફાયદાકારક માર્ગ છે. આ માટે માર્કેટમાં સ્ટીમ મશીન મળે છે અને જો એ ન ખરીદવું હોય તો ઉકળતા પાણીમાં તમે વિક્સ, નિલગિરીનું તેલ કે નાસ લેવાની કેપ્સ્યુલ નાંખીને નાસ લઇ શકો છો. આ પ્રક્રિયા તમને બહુ જલ્દી રાહત આપશે.

જ્યારે ચા બનાવતા હોવ ત્યારે તેમાં તુલસીના પાંદડા અને પીસેલું આદુ તેમજ મરી નાંખો, શરદી – ખાંસીમાં આ પીણું તમને સારી એવી રાહત પૂરી પાડશે.શરદી અને ખાંસીથી પીડાતી વ્યક્તિએ ચ્યવનપ્રાશ(આયુર્વેદિક ટોનિક) કે આંબળાનો મુરબ્બો ખાવાનો રાખવો જોઇએ. આમાં વિટામિન સીની ભરપુર માત્રા હોવાથી તમને શરદી-ખાંસી સામે રોગપ્રતિકારક ક્ષમતા મળી રહેશે.

વરાળ લેવાના કારણે તમારા છાતીના ભાગમાં પૂરેપૂરો શેક મળે છે. જેને કારણે છાતીના ભાગમાં ભરાયેલો કફ ઓગળીને બહાર નીકળી જાય છે. આથી કફને કારણે થતી શરદી અને ઉધરસથી રાહત મળે છે.

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *