Breaking News

સટાસટ ઉતરી જશે તમારું વજન બસ કરીલો આ માંથી કોઇપણ એક જ્યુસ નું સેવન.

આ કોરોનાની મહામારીને કારણે ઘરની બહાર નીકળવાનું ઓછુ થઇ ગયુ છે. ન ચાલવા જઇ શકાય છે ન તો ઘરમાં એવી સારી રીતે એક્સરસાઇઝ થઇ શકે છે. તેમાં પણ જંક ફૂડ તરફ આપણે પાછા વળી ગયા છીએ. ગમે તેટલો કંટ્રોલ કરવામાં આવે પણ જંક ફૂડનું સેવન અટકાવી શકાતુ નથી. તેવામાં શરીર વધવાની સમસ્યાનું સમાધાન આવતું નથી.ચેપનું જોખમ જોતાં છેલ્લા કેટલાક મહિનામાં દેશના અનેક રાજ્યોમાં લોકડાઉન અમલમાં આવ્યું હતું. જેના કારણે લોકોને તેમના ઘરે રહેવાની ફરજ પડી છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો તેમના વજન અંગે ચિંતિત થઈ ગયા છે. જો તમે પણ તે લોકોમાંથી એક છો, તો આજે અમે તમારા માટે કેટલીક ઘરેલુ ટિપ્સ લઈને આવ્યા છીએ, જેની મદદથી તમે વહેલી તકે તમારું વજન ઘટાડી શકો છો.

ભારતમાં જાડા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આજે લગભગ ૪ કરોડ ૧૦ લાખ એવા લોકો ભારતમાં રહેલા છે. જેમનું વજન સામાન્ય કરતા ઘણું વધુ છે. મોટાભાગના લોકો શરૂઆતમાં મોટાપો વધવા ઉપર ધ્યાન નથી આપતા, પણ જ્યારે મોટાપો ખુબ જ વધી જાય છે તો તેને ઘટાડવા માટે કલાકો પરસેવો વહાવતા રહે છે. મોટાપાને લીધે શરીરને ઘણી જાતની તકલીફોનો સામનો કરવો પડી શકે છે. તેની સૌથી વધુ અસર પેટ અને કમર ઉપર પડે છે. મોટાપા ને લીધે પેટની ચરબી વધી જાય છે જે જોવામાં બિલકુલ ગમતી નથી. તેવામાં કુદરતી ઉપાયથી આ તકલીફ થી છુટકારો મળવી શકાય છે.

સવારે કેળા અને ઓટમીલથી બનેલું સ્મૂધી પીણું તમારું વજન ખૂબ જ ઝડપથી ઘટાડે છે. તેનો સ્વાદ પણ ખૂબ જ સારો છે, તેથી કોઈ પણ તેને પીવા માટે ઇન્કાર કરશે નહીં. કેળામાં પોટેશિયમ અને કેલ્શિયમ ભરપુર માત્રામાં હોય છે અને દૂધમાં પ્રોટીન અને ઓટમીલ રેસા ભરપૂર હોય છે.એપલ સ્મૂધી પેટની ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે. સવારે સફરજન સાથે દાલીની, તુલસીના બીજ અને પાણીમાં મિક્સ કરીને મિક્સરમાં ક્રસ કરો. જો તમે તેને ઠંડુ કરીને પીવા માંગતા હોય, તો તમે તેને ફ્રીઝમાં પણ રાખી શકો છો.ડૉકટરોએ પણ સ્વીકાર્યું છે કે પપૈયા ખાવાથી અને તેની સ્મૂધી પીવાથી વજન ખૂબ જ ઝડપથી ઓછું થાય છે. જો તમને તમારા પાતળું શરીર જોઈએ છે, તો તમારે પપૈયાનું સેવન કરવું જોઈએ. આ સાથે પપૈયા ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે.

મોટાપો પેટની ચરબી અને કમરને ઓછી કરવા માટે એક ગ્લાસ પાણીમાં બે ચમચી મેથી રાત્રે પલાળીને મૂકી દો અને સવારે ઉઠીને સૌથી પહેલા આ મેથીને ચાવીને ખાઈ લો અને વધેલું પાણી ઉપરથી પી લો. જો તમે રોજ આમ કરશો તો તમારા પેટની ચરબી ઓછી થઇ જશે અને ખુબ ઝડપથી તમારી કમર ૩૬ થી ૨૫ થઇ જશે.વજનને લગતી તકલીફોમાં આ ખુબ જ ઉપયોગી રહે છે. તેમાં એવા તત્વો મળી આવે છે. જેવું સેવન કરવાથી મોટાબેલ્જીયમ વધે છે. જવ મોટાપાને ઓછો કરવામાં ઉપયોગી થાય છે જેનાથી તમે સલીમ જેવા લાગી શકો છો.

જવ દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઈબર નો સ્ત્રોત હોય છે. આ ગુણને લીધે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું હોય તેવો અહેસાસ થાય છે. બે લીટર પાણીમાં બે મોટી ચમચી જવ નાખીને ઉકાળો. ઉકળતી વખતે ઢાંકણું સારી રીતે ઢાંકો જેથી જૌ ના દાણા સારી રીતે પાકી જાય. જયારે આ મિશ્રણ પાણી સાથે ભળીને હળવા ગુલાબી રંગ નું પાતળું મિશ્રણ બની જાય તો સમજી લેવું કે આ પાણી પીવા માટે તૈયાર છે. તેને ગાળીને રોજ તેનું સેવન કરો. તેમાં લીંબુ, મધ અને મીઠું પણ નાખી શકો છે. ફોતરા વાળમાં વધુ ફાઈબર હોય છે અને પકાવવામાં વધુ સમય લાગે છે. ફોતરા વાળા પકાવવામાં વધુ સરળ છે. અને જવ ચણા ના લોટની રોટલી નું સેવન થી પણ પેટ અને કમર જ નહિ આખા શરીરનો મોટાપો ઓછો થઇ જશે.

જવ ના પાણીને તૈયાર કરવાની રીત તેના માટે તમે થોડા પ્રમાણમાં જવ લગભગ (૧૦૦-૨૫૦ ગ્રામ) લઇ લો અને તેને સારી રીતે સાફ કરી લો ત્યાર પછી તેને લગભગ ચાર કલાક પાણીમાં પલાળીને મૂકી દો. પછી આ પાણીના ત્રણથી ચાર કપ પાણીમાં ભેળવીને ધીમા તાપ ઉપર ઓછામાં ઓછું ૪૫ મિનીટ ઉકાળો. ત્યાર પછી ગેસ બંધ કરી દો અને તેને ઠંડુ થવા દો. જયારે તે ઠંડુ થઇ જાય તો તેને એક બોટલમાં ભરીને તેના પાણીને પીવા માટે ઉપયોગમાં લો, આ એક દિવસનો પ્રયોગ છે આ પ્રક્રિયા રોજ કરો ફાયદો થશે. મોટાપા થી પીડિત લોકો મહેરબાની કરીને જંક ફૂડ નો ત્યાગ કરી દો.

લીંબુના છોતરા અને આદુનો રસ.કુદરતી ઉપાય માટે જરૂરી સામગ્રી : પીણું બનાવવા માટે પાંચ લીંબુના છોતરા જેમાં લીંબુનો રસ ન હોય. આદુનો રસ એક ચમચી અને એક લીટર પાણી જોઈએ. લીંબુના છોતરામાં એન્ટી ઓક્સીડેંટ વધુ પ્રમાણમાં રહેલ છે અને વિટામીન ‘સી’ પણ વધુ પ્રમાણમાં રહેલ છે. છોતરા માં એવા માઈક્રો ન્યુટ્રીયંસ હોય છે જે પણ વજન ઘટાડવામાં ખુબ જ ફાયદાકારક છે.તે બનાવવા માટે સૌ પહેલા એક લીટર પાણીને ગરમ કરીશું. ગરમ પાણી થયા પછી તેમાં લીંબુના છોતરા નાખીશું અને તેને ૮-૧૦ મિનીટ સુધી ગરમ થવા દઈશું. ઉકળી ગયા પછી તેને બહાર કાઢી લઈશું. ત્યાર પછી તેમાં આદુનો રસ ને સારી રીતે ભેળવી લેશું. હવે આ પીણું બનીને તૈયાર થઇ ગયું.સૌથી પહેલા આ પાણી ને ગ્લાસમાં લઇ લો.

એક વાત અહિયાં યાદ રાખવાની કે લીંબુના છોતરા ને બહાર કાઢવા નહી. આખો દિવસ માં એક લીટર પાણી પીવાનું છે. તે દિવસમાં ૩-૪ વખત પી શકો છો, રાત સુધીમાં આ પાણી પૂરું થઇ જવું જોઈએ. પાણી પૂરુ થઇ ગયા પછી લીંબુના છોતરા ને ફેંકી શકો છો એક મહિના સુધી આ પીણું પીવો તમને ખુબ સારો ફાયદો મળશે.સવારે ખાલી પેટે જો તમે મધ અને ગરમ પાણીનો એક ગ્લાસ પીશો તો ચોક્કસ તમે પતલા થઇ શકશો. આ પીવાથી વજન તો ઓછું થશે સાથે આ પીણું તમને દિવસભર સક્રિય રાખવામાં મદદ પણ કરશે. તે તમારા શરીરમાં મેટાબોલિઝમ વધારીને શરીરને એક્ટિવ રાખશે. મધની અંદર એમીનો એસિડ અને પુષ્કળ માત્રામાં ખનીજ પદાર્થ હોય છે જે શરીરમાં વધારાની ચરબી જામી જતી રોકે છે. તમે આ પીણામાં અડધા લીંબુનો રસ પણ નાખી શકો છો.ગ્રીન ટી  પણ એક પ્રકારનું હોમમેડ હેલ્ધી ડ્રિંક છે, જે ગરમ કે ઠંડુ બંને રીતે પી શકાય છે. ગ્રીન ટી આપણા શરીર માટે અતિ ફાયદાકારક હોય છે. તે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢી ત્વચાને સાફ કરવાની સાથે વાળ ઉતરતા પણ રોકે છે.

વજન ઓછું કરવા માટે કારેલાના રસ કરતા સારો રસ કોઇ નથી. તે કેલરીના લેવલને નીચું કરે છે સાથે શુગર લેવલ પણ કન્ટ્રોલ કરે છે. તે પીવાથી શરીરના તમામ ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. કારેલા સિવાય તમે ઇચ્છો તો ગાજર, ટામેટા કે પાલકનો રસ પણ પી શકો છો.દીના અને મધનું મિશ્રણ વજન ઓછું કરવા માટે ફાયદારૂપ સાબિત થઇ શકે છે. પાચન તંત્રને સારુ બનાવવા અને મેટાલોબિક રેજ ઝડપી કરવા માટે પુદીનાનું સેવન લાભદાયક છે. એક ચમચી પુદીનાના રસમાં બે ચમચી મધ ભેળવીને રોજ પીવાથી વજન ઘટાડવું સરળ થઇ જાય છે. તુલસી અને મધ તુલસીને અનેક બીમારીઓ સામે લડવા માટે ફાયદારૂપ માનવામાં આવે છે. તુલસીનું સેવન પાચનતંત્રને સારુ બનાવવા માટે ફાયદારૂપ છે. મધની સાથે તુલસીનો રસ ભેળવીને પીવાથી મોટાપા ઘટાડવું સરળ રહે છે. બે ચમચી તુલસીના રસને એક ચમચી મધની સાથે ભેળવીને પીવું જોઇએ. આ એક ઘરેલું ઉપાય છે જે શરીરના રોગોને લડવામાં કારગર સાબિત થઇ શકે છે.

લસણ અને મધ શરીર માટે લસણ ફાયદારૂપ છે એ તમે જાણો જ છો. જો સવારે નાસ્તામાં લસણની બેથી 3 કળીને પેસ્ટ બનાવીને બે ચમચી મધની સાથે ભેળવીને હૂંફાળા પાણીની સાથે પીવાથી કેટલાક સપ્તાહમાં વજન ઝડપથી ઘટી શકે છે.લીંબુ મધ વેટ લોસ ડ્રિંક ઝડપથી વજન ઘટાડવા માટે લીંબુનું સેવન કરવામાં આવે છે. જો તમે પણ ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો એક લીબુંના રસને એક ગ્લાસ પાણીમાં બે ચમચી મધ ભેળવીને પીવું જોઇએ.

સવારના સમયમાં તેની અસર વધુ થાય છે. એક લીબું મધ વેટ લોસ ડ્રિંક ઝડપથી વજન ઓછું કરવામાં મદદ કરે છે.જીરાનું પાણી અને મધ વેટ લોસ ડાઇટમાં આયુર્વેદિક રીતને સૌથી કારગર માનવામાં આવે છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું આખી રાત પલાળી રાખો. સવારે પાણીને ઉકાળી લો. આ પાણીમાં એક ચમચી મધ ભેળવીને ખાલી પેટે પી લો. જેનું સેવન કેટલાક સપ્તાહમાં વજન ઓછું કરશે.મધ અને દૂધ શરીરને પોષક તત્વો આપવાની સાથે સાથે વજન ઓછું કરવા માટે આ સૌથી સારી રીતે છે. રાત્રે એક ગ્લાસમાં હૂંફાળા દૂધમાં બે ચમચી મધ ભેળવીને પીવાથી ચરબી ઓછી ઝડપી થાય છે. રાત્રે ઉંઘ પણ સારી આવે છે અને મેટાબોલિક રેટ પણ વધે છે.

About bhai bhai

Check Also

રાત્રે સૂતા પહેલા કરો આ 7 વસ્તુઓનું સેવન સવારમાં ઉઠતા ચરબી થઈ જશે ગાયબ, જાણી લો આજે જ

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *