Breaking News

સાથિયો પાડવાથી પણ થાય છે ઘણાં લાભ,એકવાર ફાયદા જાણી લેશોતો જરૂર કરશો આ ઉપાય.

શુભ ચિહ્નના પ્રતીક સમાન સ્વસ્તિક વિશે ખ્યાલ છે? ભગવાન શ્રી ગણેશ સાથે જોડાયેલ છે તેનું મહત્વ… હિન્દુ ધર્મમાં સ્વાસ્તિકનું ખૂબ જ મહત્વ છે. કોઈ શુભ કામની શરૂ કરતા પહેલા, હિન્દુ ધાર્મિક વિધિ કે ઉપાસના કરતી વખતે સ્વાસ્તિકનું પ્રતિક બનાવાય છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી કાર્ય સફળ થાય છે. સ્વાસ્તિકનું ચિહ્ન મંગળનું પ્રતીક માનવામાં આવે છે.

સ્વસ્તિનો અર્થ છે કલ્યાણ અથવા મંગળ. તે જ રીતે સ્વસ્તિકનો અર્થ થાય છે મંગળ કરનાર. સ્વસ્તિક એક વિશેષ આકૃતિ છે જેને કોઇપણ શુભ કાર્ય કરતા પહેલા બનાવવામાં આવે છે. એવી માન્યતા છે કે તે ચારેય દિશાઓમાંથી શુભ અને મંગળને આકર્ષિત કરે છે. તેથી જ તેને ભગવાન ગણેશનું પણ રૂપ માનવામાં આવે છે.સાથિયોએ પ્રાચિનકાળથી જ માનવે નિર્માણ કરેલું અર્થપૂર્ણ ધાર્મિક ભાવનાનું, શાશ્વત માંગલ્યનું પ્રતિક ગણાય તેવું કહેવામાં અતિશ્યોક્તિ નથી. આ ભાવ ગર્ભિત ધર્મનું વિશ્વવ્યાપી પ્રતીક છે.

સમાજનું ઘરનું કલ્યાણ થાય, મંગળ થાય. સુખ અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સેંકડો ઋષિઓએ સમાજનું માંગલ્ય થાય તે માટે તેમણે તેજસ્વી વિચાર પરંપરા નિર્માણ કરી. આવા માંગલિક જીવનનો ભાવ વ્યકત કરવા તેમણે પ્રતિક આપ્યું એ પ્રતિક એટલે સાથિયો અથવા સ્વસ્તિક. તેથી આપણે ત્યાં એવો એકેય માંગલિક પ્રસંગ લગ્ન હોય કે શારદાપૂજન- લક્ષ્‍મીપૂજન હોય. નવજાત શિશુનો છઠ્ઠીનો દિવસ હોય કે ઉંબરા પૂજન હોય. બધે કુમકુમના સ્વસ્તિક કે સાથિયો દોરવામાં આવે છે. આ મંગળભાવની નિશાની છે.

આ ઉર્જા વસ્તુ અથવા વ્યક્તિની રક્ષા કરવામાં મદદગાર થાય છે.સ્વસ્તિકની ઉર્જાનો જો ઘર, હોસ્પિટલ અથવા રોજિંદા જીવનમાં પ્રયોગ કરવામાં આવે તો વ્યક્તિ રોગમુક્ત અને ચિંતા મુક્ત રહી શકે છે.ખોટી રીતે બનાવેલો સ્વસ્તિક ભયંકર સમસ્યાઓ પણ ઉભી કરી શકે છે.સ્વસ્તિક પાછળની વૈદિક ધારણા છે સ્વસ્તિકમાં મૂળ ધાતુ સુ+ અસ્ છે. સુ એટલે સારૂં, માંગલિક, કલ્યાણકારી અને અસ્ર એટલે હોય. અસ્તિત્વ, સત્તા વિગેરે. સ્વસ્તિક એટલે કલ્યાણની સ્થાપનાની મંગલમય ભાવનાનું પ્રતિક.

જ્યાં જ્યાં વાસ્તુદોષ હોય અથવા ઘરના મુખ્ય દ્વાર પર લાલ રંગનો સ્વસ્તિક બનાવો.પૂજાના સ્થાન, અભ્યાસના સ્થાન અને વાહનમાં પોતાની સામે સ્વસ્તિક લગાવો.એકાગ્રતા માટે, સોના અથવા ચાંદીમાં બનાવેલું સ્વસ્તિક લાલ દોરામાં પરોવીને ધારણ કરો.ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં નાના-નાના સ્વસ્તિક લગાવવાથી તે જલ્દી ખરાબ નથી થતાં.

સ્વસ્તિક એટલે કે ભક્ત પોતાના કાર્યની શરૂઆતમાં અને મંગળના કામના કરવા બનાવે છે, તેથી તે ભગવાન ગણેશનું સ્વરૂપ પણ ગણાય છે. એવું માનવામાં આવે છે કે તેનો ઉપયોગ કરીને વ્યક્તિ સુખ, સમૃદ્ધિ અને એકાગ્રતા મેળવે છે. એટલું જ નહિ, પૂજા કરતી વખતે લાંબા સમય સુધી તેમાં કોઈ વિઘ્નનો પ્રભાવ ન પડે તે માટે સ્વાસ્તિકનો ઉપયોગ થતો હોય.

સ્વસ્તિ ઉપરથી સ્વસ્તિક થયું તે માટે નો દરેક શુભકાર્યમાં ભદ્રસૂક્તનો અતિપ્રયલિ મંત્ર પ્રથમ બોલાય છે.’અપારશક્તિ કીર્તિવાળા ઇન્દ્રિભગવાન અમારૂં કલ્યાણ કરો, સર્વવ્યાપિ છો એવા પોષણ કરનારા સુર્ય ભગવાન અમારૂં કલ્યાણ કરો. વિષ્ણુ ભગવાનનું વાહન ગરૂડ અમારૂં કલ્યાણ કરો- રક્ષા કરો, ગુરૂ બૃહસ્પતિ અમારૂં રક્ષણ કરો.’

આવા ચારચરણોનો આ મંત્ર ચારેય દેવો પાસેથી કલ્યાણની માંગણી કરતો આ પ્રાર્થનાનો મંત્ર છે. આ મંત્રમાં જીવની જીવન યાત્રાનું દર્શન છે. અને એ કલ્યાણકારી બને એ ભાવના પણ છે. સમગ્ર ચાર પ્રકારની જીવસૃષ્ટિનાં કલ્યાણ માટેની આ પ્રાર્થના છે.

સ્વસ્તિક- સાથિયાની ચાર ભૂજા છે. ચાર રેખાઓ છે. ચારેય રેખાઓ એકત્રિ થાય છે તે તેનું મધ્યબિંદુ છે. તેને આભુ કહે છે. એટલેકે તે અમૂર્ત સત્ તત્વ છે. આ ચારેય ભૂજાઓ લીટીઓ ચારેય દિશાઓ જેમકે ઉભી લીટી (।) ઉત્તર અને દક્ષિણનું પ્રતિક જ્યારે આડીલીટી (-) એટલે પૂર્વ અને પશ્ચિમ આ ચારેય દિશાઓ એકત્ર કરીયે તો (+) નું ચિહ્ન થાય છે. ચારેય દિશાએ શુભ અને કલ્યાણકારી બને તેનું માંગલ્ય ચિહ્ન સ્વસ્તિક કે સાથિયાનું ચિહ્ન ગણાય છે. તેનું મધ્યબિંદુ એ વિષ્ણુ ભગવાનનું નાભિકમળ-સ્થાન ગણાય છે. આ ઉપરથી એમ પણ અનુમાન કરવામાં આવે છે કે સ્વસ્તિક- સાથિયો સર્જનનું પણ પ્રતિક છે.

દુનિયાનાં દરેક દેશોમાં- ધર્મોમાં આ ચિહ્ન સામાન્ય છે. કારણકે તે ચારેય દિશાઓનો સંકેત આપે છે. અને શક્તિના સ્ત્રોતનો પણ શુભસંદેશ આપે છે.જૈન ધર્મોમાં એટલે કે પાલી ભાષામાં તેને ‘સાક્ષી’ નામથી સંબોધિત કરવામાં આવ્યો છે તેને ‘સાક્ષિયો કર્મ’ એટલે કે પ્રત્યેક શુભ અને મંગળ કાર્યોમાં તે સાક્ષી તરીકે ઉપસ્થિત રહે છે. બૌદ્ધ ધર્મમાં પણ સ્વસ્તિકનું મહત્વ છે. સ્વસ્તિક- સાથિયો તે સર્જનનું પ્રતિક પણ માનવામાં આવે છે. ક્રોંસ પણ સ્વસ્તિકનું પ્રતિક મનાય છે.

સ્વસ્તિક સાથિયોએ પ્રાચિનકાળથી જ માનવે નિર્માણ કરેલું અર્થપૂર્ણ ધાર્મિક ભાવનાનું, શાશ્વત માંગલ્યનું પ્રતિક ગણાય તેવું કહેવામાં અતિશ્યોક્તિ નથી. આ ભાવ ગર્ભિત ધર્મનું વિશ્વવ્યાપી પ્રતીક છે.શાંતિ સમૃદ્ધિ અને માંગલ્યનું આ પ્રતિક- જીવન કલ્યાણકારી બને તે માટે વેદોએ ગાયેલી સ્વસ્તિક વાચનની પ્રાર્થનાનું હાર્દ ધ્યાનમાં રાખનારનું જીવન મંગળ બનશે તેવી ‘સ્વસ્તિ’ પ્રાર્થના સાથે.

સ્વસ્તિકની રેખાઓ અને કોણ સંપૂર્ણપણે બરાબર હોવા જોઈએ. ભૂલથી પણ ઊંધી અને અસમાન રેખાઓ કદી પણ ન થવી જોઈએ. લાલ અને પીળા રંગના સ્વસ્તિક ઘર પરિવારના વસાહતીઓ માટે શ્રેષ્ઠ કહેવાય છે. જે કુમકુમ અને હળદર જેવા શુભ પદાર્થો વડે બનાવી શકાય છે. જો મકાનના વાસ્તુમાં કોઈ ખામી જણાય તો ઘરના દ્વારે બંને બાજુ લાલ રંગથી સ્વસ્તિકની આકૃતિ બનાવવી જોઈએ. પૂજા માટેની જગ્યાએ, અભ્યાસની જગ્યા અને વાહનમાં પણ સ્વયં બનાવેલ સ્વસ્તિક ફાયદાકારક છે.

સ્વાસ્તિકની ચાર પંક્તિઓ ચાર હસ્તપ્રતો, ચાર આશ્રમ, ચાર લોક અને ચાર દેવતાઓ એટલે કે, ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ (ભગવાન શિવ) અને ગણેશ સાથે સંકલિત છે. સ્વસ્તિકની આ ચાર લીટીઓ જોડ્યા પછી, મધ્યમાના ચાર પોઇન્ટ અલગ માન્યતાઓ દ્વારા પણ વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

લાલ રંગ વ્યક્તિના શારીરિક અને માનસિક સ્તરને ઝડપથી અસર કરે છે. આ રંગને શક્તિનો પ્રતીક માનવામાં આવે છે. સૂર્યમંડળમાં હાજર ગ્રહોમાંથી, ગ્રહ મંગળનો રંગ પણ લાલ છે. આ એક ગ્રહ છે જે બળ, હિંમત, સાહસ, પરાક્રમ અને તાકાત માટે જાણીતું છે. આ એક કારણ છે કે સ્વસ્તિક બનાવતી વખતે ફક્ત લાલ રંગનો ઉપયોગ કરવો સલાહભર્યો છે.

About bhai bhai

Check Also

સગી માતાએ જ પુત્રીને સુવાડી પોતાનાં પ્રેમી સાથે,બંધાવ્યા શારીરિક સંબંધ પછી થયું આવું.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સગીર વયની દિકરી અવળા માર્ગે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *