કપાસ ના ભાવ રેકોર્ડબ્રેક સપાટીએ,સૌરાષ્ટ્ર ની માર્કેટયાર્ડ માં કપાસ ના ભાવ માં થયો મોટો વધારો,જાણો નવો ભાવ

0
373

આ વર્ષે વાતાવરણની અનિયમિતતાના કારણે કપાસના પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હતું પરંતુ કપાસના પાક ની માંગ વધારે હોવાના કારણે કપાસના ભાવ આ વર્ષે આસમાની સપાટી પર પહોંચ્યા હતા. કપાસના ભાવ ખૂબ જ વધારે પડતા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે રાજ્યની અમુક માર્કેટયાર્ડ માં કપાસનો મણદીઠ ભાવ ખુબ જ સારા જોવા મળી રહા છે.

સૌરાષ્ટ્ર ની તમામ માર્કેટયાર્ડ માં કપાસના ભાવમાં આ વર્ષે ભુક્કા બોલાવતી તેજી જોવા મળી રહી છે. ખેડૂતોએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે આટલા બધા કપાસ ના સારા ભાવ મળી શકે છે. કપાસના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યની તમામ માર્કેટયાર્ડ માં કપાસ નો સારો ભાવ મળતા ખેડૂતો માં ખુશી નો માહોલ જોવા મળી રહો છે.

સૌરાષ્ટ્ર ની રાજુલા APMCમાં કપાસના ભાવ રૂપિયા 1111 થી 2323 રહ્યા હતા.અમરેલી ની બાબરા APMCમાં કપાસનો મહત્તમ 2677 રૂપિયા અને સરેરાશ ભાવ 1667 રૂપિયા નોંધાયો છે.સૌરાષ્ટ્ર ના સાવરકુંડલા APMCમાં કપાસનો મહત્તમ ભાવ 924 રૂપિયા અને સરેરાશ ભાવ 813 રૂપિયા નોંધાયો છે.

ભરૂચ ની જંબુસર APMCમાં કપાસના ભાવ રૂપિયા 1939 થી 1859 રહ્યા હતા.જૂનાગઢ ની માણાવદર APMCમાં કપાસનો મહત્તમ 2338 રૂપિયા અને સરેરાશ ભાવ 1717 રૂપિયા નોંધાયો છે.મહેસાણા ની વિસનગર APMCમાં કપાસનો મહત્તમ ભાવ 2872 રૂપિયા અને 1263 રૂપિયા નોંધાયો છે.મોરબી ના વાંકાનેર APMCમાં કપાસના ભાવ રૂપિયા 1717 થી 2453 રહ્યા હતા.રાજકોટ ના ધોરાજી APMCમાં કપાસનો મહત્તમ 2526 રૂપિયા અને સરેરાશ ભાવ 1865 રૂપિયા નોંધાયો છે.

ખેડૂત મિત્રો આપણે જણાવી દઈએ કે કપાસનો ખૂબ જ સારો ભાવ બોલાતા ખેડૂતો કપાસ માં વેચવા માટે માર્કેટયાર્ડ માં આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે કપાસના ભાવમાં દરરોજ જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે જેથી કરીને ખેડૂતો પોતાનો પાક ને લઈને માર્કેટયાર્ડ સુધી પહોંચી રહ્યા છે.આપણે જણાવી દઈએ કે ઉપર જણાવેલ ભાવ મણદીઠ પ્રમાણે આપેલ છે.ઉપરોક્ત જણાવેલ ભાવ અમારી પાસે આગલા બે દિવસ ના છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.