Breaking News

સવારે કરો ફક્ત આ ત્રણ મંત્રનો જાપ,અને જીવનની દરેક મુશ્કેલીઓ થઈ જશે દૂર.

આજના ભાગદોડ વાળા જમાનામાં દરેક વ્યક્તિ પૈસા કમાવાની રેસમાં દોડી રહ્યા છે. પણ દરેકના નસીબમાં પૈસા નથી હોતા. અમુક લોકોને વગર મહેનતે દરેક એશો આરામની વસ્તુ પ્રાપ્ત થઇ જાય છે, તો ઘણા લોકોને અથાગ પરિશ્રમ કરવા છતાં પણ ધનની તંગી દુર થતી નથી. આપણા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં સવારે ઉઠીને થોડા વિશેષ કામ કરવાની સલાહ આપવામાં આવી છે.જીવનમાં દરેક વ્યક્તિ સફળ થવા માંગે છે અને એના માટે ખુબ જ મહેનત કરે છે પરંતુ જરૂરી નથી જે મહેનત કરે તેણે સફળતા મળી જ જાય.

ઘણા લોકો તનતોડ મહેનત કરે છે છતાં પણ તે એ મુકામ પર નથી પહોચી શકતા, જ્યાં તેને પહોચવું હોઈ છે. પરંતુ અમુક લોકોને તો વગર માંગે જ બધું મળી જતું હોઈ છે. વગર કોઈ મહેનતે સફળતાની ઉંચાઈ સુધી પહોચી જાય છે. એવા લોકો ઓછા હોઈ છે પરંતુ તેની કિસ્મત ઘણી જ સારી હોઈ છે.આજના સમયમાં નોકરી ખુબ ઓછી થઈ ગઈ છે અને લોકોની સંખ્યા વધુ. લાખ પ્રયત્નો બાદ પણ તેને મન અનુસાર કામ નથી મળતું. જેના લીધે ઘણા લોકો પરેશાન થઈને ડીપ્રેશનનો પણ શિકાર બની જાય છે. એટલા માટે આજે અમે તમને ખુબ જ લાભકારી આ ૩ મંત્રો વિશે જણાવીશું જે સફળ બનવામાં તમારી મદદ કરશે તો આવો જાણીએ તે શ્લોક વિશે.

સવારે આ કામ કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધી જળવાઈ રહે છે. મિત્રો એવું માનવામાં આવે છે કે જો કોઈ માણસ સવારે ઉઠીને આ કામ સાચા મનથી પુરા કરે છે, તો તેના જીવનમાં ક્યારે પણ ધનની કમી નથી થતી અને માં લક્ષ્મીની કૃપા તેની ઉપર હંમેશા જળવાઈ રહે છે. વૈદિક શાસ્ત્રમાં એ વાત સ્પષ્ટ દર્શાવવામાં આવી છે કે આપણા આરામ કરવાના રૂમમાં કોઈ ને કોઈ ભગવાનના ફોટા જરૂર લગાવવા જોઈએ. એની પાછળનું કારણ એ છે કે જયારે પણ આપણે સવારે ઉઠીએ તો તે ફોટા આપણી આંખોની સામે આવે. અને આપણને સવારે સૌથી પહેલા ભગવાનના દર્શન થાય. તેથી આપણો આખો દિવસ આનંદમય રહેશે. એવું કરવું ઘણું શુભ માનવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે સવારે ઉઠીને હાથની હથેળીમાં જોવું પણ ઘણું શુભ માનવામાં આવે છે. આપણા ભારત દેશમાં એવી માન્યતા છે કે સવારે ઉઠીને હથેળી જોવાથી આપણા શુભ નસીબમાં વધારો થાય છે. એવું કહેવાય છે કે આમ કરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જા આવે છે. તેની સાથે જ તમારે એક મંત્રનું ઉચ્ચારણ કરવું ફાયદાકારક સિદ્ધ થશે. કેમ કે હથેળી જોતી વખતે આ મંત્રનો જાપ તમારા નસીબની કાયા પલટવાનું કામ કરી શકે છે. આ મંત્રના ઉચ્ચારણથી તમારો આખો દિવસ શુભ અને મંગળમય પસાર થશે. એટલા માટે તમે જયારે પણ સવારે ઉઠો તો સૌથી પહેલા પોતાની હથેળી જોઇને આ મંત્રનો જાપ જરૂર કરો.

પહેલો મંત્ર : मंगलम् भगवान विष्णु मंगलम् गरुड़ ध्वज I मंगलम् पुंडरीकाक्ष मंगलाय तनो हरी Iજે વ્યક્તિ આ મંત્રનો જપ કરશે તે હમેશા ખુશ રહેશે. આ મંત્રના જાપથી તેણે સુખ સમૃદ્ધી મળશે. માણસના જેટલા પણ અટવાયેલા કામ હશે તે બનવા લાગશે અને તેને સુખનો અહેસાસ થશે. પરંતુ આ શ્લોક સવારના સમય પર જ બોલવો એ જ તેનો યોગ્ય સમય છે. થોડા દિવસ એવું ચાલુ રાખવાથી ઘણો ફર્ક દેખાશે.

गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर Iपरमब्रह्मा तस्मै श्री गुरुवे नमः Iસફળતા પ્રાપ્તિનો આ બીજો મંત્ર છે, તેનો જાપ દરરોજ સવારે કરવો જોઈએ. આ મંત્રના મદદથી તેના જીવનમાં શાંતિ જળવાય રહે છે. વ્યક્તિની સફળતા પાછળ કોઈને કોઈ ગુરુનો હાથ જરૂરથી હોઈ છે. એટલા માટે સવારે ઉઠીને તેણે વંદન કરવા જોઈએ.

कराग्रे वसते लक्ष्मी कर मध्ये सरस्वती Iकर मूले गोविंदाय प्रभाते कर दर्शनम् Iસફળતા પ્રાપ્તિનો આ ત્રીજો મંત્ર છે. આ મંત્રનો જાપ સવારે ઉથીને પથારીમાં બેઠા બેઠા જ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરતી વખતે તમારા બંને હાથ આગળની તરફ જોડીને તેણે પુસ્તકની રીતે ખોલી દેવા. ત્યારબાદ મંત્રનો જાપ કરવો. રોજે આ મંત્રનો જાપ કરવાથી તમે તમારા જીવનમાં ફર્ક અનુભવવા લાગશો અને તમને સુખ શાંતિ પ્રાપ્ત થશે.

આ મંત્રનો શાબ્દિક અર્થ એ થાય છે, કે હથેળીઓના આગળના ભાગમાં દેવી લક્ષ્મી, મધ્ય ભાગમાં વિદ્યાની દેવી સરસ્વતી અને મૂળ ભાગમાં બ્રહ્માજીનો વાસ હોય છે. એટલા માટે હું મારી હથેળીઓમાં તેમના દર્શન કરું છું.આ મંત્રને મની મંત્રીનો પૈસા મંત્ર પણ કહેવામાં આવે છે, આ મંત્રનો જાપ કરવાથી આપણી આર્થિક સમસ્યાઓનું સમાધાન થઇ શકે છે. જો તમે પૈસાની તંગીને પૂરી કરવા માંગો છો કે પછી ધનની તંગીમાં સુધારો લાવવા માંગો છો અથવા તો ધનથી થતા નુકશાનથી બચવા માંગો છો, તો તમે આ મની મંત્રનો પ્રયોગ કરી શકો છો. આ મંત્રની અસર સમકાલીન સમાજના લોકોના જીવન ઉપર પડે છે. તમને જણાવી દઈએ કે આ મંત્રને ઘણા બધા લોકોએ ચમત્કારિક મંત્રનું નામ આપ્યું છે.

હવે તમને એ પણ જણાવી દઈએ કે સવારે આ મંત્રનો જાપ કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, કે તમારી નજર તમારી હથેળીઓ ઉપર જ ટકેલી રહેવી જોઈએ. મંત્રનો ત્રણ વખત ઉચ્ચારણ કરો અને ત્યાર પછી તમારી હથેળીઓને સ્પર્શ તમારા ચહેરા ઉપર કરો. આમ કરવાથી તમને તમામ દેવી દેવતાઓના આશીર્વાદ તમને મળશે અને તમારો આખો દિવસ શુભ રહેશે. સાથે જ આ મંત્રની શુભ અસરથી તમારી અંદરની સકારાત્મક ઉર્જામાં વધારો થશે.

જીવનમાં આવનાર કોઈ પણ અડચણોને દૂર કરવા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રમાં ભગવાન વિષ્ણુના 1000 નામોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ મંત્રના જાપથી તેમને એટલું જ ફળ મળશે જેટલું ફળ વિષ્ણુ સહસ્ત્રનામના જાપથી મળે છે.“नमो स्तवन अनंताय सहस्त्र मूर्तये, सहस्त्रपादाक्षि शिरोरु बाहवे.सहस्त्र नाम्ने पुरुषाय शाश्वते, सहस्त्रकोटि युग धारिणे नम:!!!”

વિજ્ઞાનમાં હથેળીના દર્શનનો અર્થ છે કે સવારે ઉઠ્યા પછી સૌથી પહેલું કામ એ કરવું જોઈએ કે હથેળીઓને એકબીજા સાથે ઘસીને આંખો પર મુકવી જોઈએ. સવારે ઉઠીને હથેળીઓના દર્શન કરવાનું એક કારણ વિજ્ઞાનમાં છે એમ કરવાથી આંખોમાં લોહીનો પ્રવાહ આખી રાતની ઊંઘ પછી વ્યવસ્થિત રીતે થવા લાગે છે અને આંખોનું તેજ વધે છે. આવી રીતે દરરોજ કરવાથી ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહે છે.

ઉપર્યુક્ત શ્લોક બોલતા પોતાના હથેલીઓને જોડીને દર્શન કરવા જોઈએ. આ શાસ્ત્રીય વિધાન મોટી જ અર્થપૂર્ણ છે. આથી માનવના મનમાં આત્મનિર્ભરતા અને સ્વાવલંબનની ભાવના વધે છે. તે જીવનને દરેક કાર્યને  બીજાના ભરોસા નહી રહી , પોતાના હાથની તરફ જોઈને અભ્યાસી બની જાય છે. સંસારમાં મનુષ્ય સારા ખરાબ જે પણ કાર્ય કરે છે,  તે હાથથી જ કરે છે આ  હાથ જ અર્થ, કર્મ અને મોક્ષની કુંજી છે.

મૂળ  શ્લોક્માં જણાવ્યું છે કે માનવ જીવનની સફળતા માટે સંસારમાં ત્રણ વસ્તુઓની જરૂર  હોય છે. ધન, જ્ઞાન અને ઈશ્વર એમાંથી એક પણ વગર જીવન અધૂરુ  છે.  આ ત્રણ લભ્યભૂત વસ્તુઓ આપણા હાથ , જે કર્મના પ્રતીક છે માં નિવાસ કરે છે. એટલે હાથ દ્વારા શુભ કાર્ય કરી આપણે આ વસ્તુઓ મેળવી શેકીએ છીએ. આથી હાથના અવલોકન કર્લિતો શ્લોક બોલીને ભાવનાને  આત્મસાત કરવું જોઈએ. અને દૃઢ નિશ્ચય કરવો  જોઈએકે હું બીજાના સહારે ન રહી પોતાના હાથ ઉપર નિર્ભર રહીશ એનાથી પરિશ્રમ કરી દરિદ્રતાને પરાસ્ત કરીશું અને અંતમાં મારા ગોવિંદને મેળવી જીવનમુક્ત થઈ જઈશુ.

About bhai bhai

Check Also

ઘણી મેહનત કર્યા પછી પણ નથી બચતા પૈસા તો આ પ્રમાણે કરો આ ઉપાય થશે ધન લાભ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણે ત્યાં કહેવત છે કે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *