Breaking News

સવારે ઉઠીને તરત જ પીલો ધાણા નું પાણી,થશે એટલાં ફાયદા કે જાણી દિલ ખુશ થઈ જશે……

લગભગ બધા જ ભારતીયોના ઘરમાં કોથમીર હોય છે. ભોજનમાં સ્વાદ વધારનાર કોથમીર દુનિયાભર માં ફેમસ છે. ભારતીય રસોઈમાં આનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. આ ફક્ત સ્વાદ વધારવા માટે જ ઉપયોગી નથી પરંતુ આમાં ઔષધીય ગુણધર્મો પણ ભરપૂર માત્રામાં રહેલ છે. આને અંગ્રેજીમાં ‘કોરીયાન્ડર’ નામના શબ્દથી પ્રયોગ કરવામાં આવે છે.

કોથમીર ખાવાના અનેક લાભ હોય છે. જેના સેવનથી અનેક સમસ્યાથી રાહત મેળવી શકાય છે. કોથમીરના બીજને ખાવાના સ્વાદને વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જો તેનુ પાણી દરરોજ પીવામાં આવે તો શરીરને ઘણા પ્રકારના સ્વાસ્થ્ય લાભ પણ મળી શકે છે. તેમા રહેલા પોટેશિયમ, વિટામીન સી, કેલ્શિયમ અને મેગ્નેશિયમ સ્વાસ્થ્યથી જોડાયેલી અનેક સમસ્યાઓ દૂર કરવામાં મદદગાર છે. કોથમીર એક આયુર્વેદિક ઔષધિ છે. જે પેટની બિમારીથી લઇને શરીરમાં લોહી વધારવા માટે ઉપયોગી છે.

હકીકતમાં કોથમીરને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. તેનું સેવન કેટલીય બીમારીઓથી બચાવાની સાથે જ તમને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ સાબિત થઇ શકે છે. કોથમીર અથવા મસાલા ઉપરાંત કોથમીરનું પાણી પણ તેટલું જ ઉપયોગી માનવામાં આવે છે. ખાસકરીને થાઇરોઇડ અને વજન ઓછું કરવામાં તો આ રામબાણ ઇલાજની જેમ માનવામાં આવે છે. જાણો, સવારે ખાલી કોથમીરનું પાણી પીવાથી કયા ફાયદા થઇ શકે છે.

પાચનશક્તિમાં સુધારો કરે છે કોથમીરનું પાણી.કોથમીરનું પાણી પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આ પાચન અગ્નિને કંટ્રોલ કરીને પેટમાં એસિડિટીના સ્તરને વધતાં અટકાવે છે જેનાથી પેટમાં દુખાવો, બળતરા, ગેસ વગેરે જેવી પાચન સાથે સંકળાયેલી સમસ્યાઓને દૂર કરવામાં મદદ મળે છે. વજન ઘટાડવામાં મદદ કરે છે કોથમીરનું પાણી કોથમીરનું પાણી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. હકીકતમાં, કોથમીરનાં પાણીમાં એક એવું તત્ત્વ મળી આવે છે જે મેટાબૉલિઝ્મની પ્રક્રિયાને સક્રિય કરે છે. તેનાથી શરીરમાં જમા થયેલ ચરબીને દૂર કરવામાં મદદ મળે છે જેનાથી તમારું વજન ઘટવા લાગે છે.

થાઇરોઇડની સમસ્યામાં ફાયદાકારક છે કોથમીરનું પાણી.થાઇરોઇડનો ઘટાડો અથવા વધારો બંને પ્રકારની સમસ્યાઓમાં કોથમીરનું પાણી ફાયદાકારક માનવામાં આવે છે. હકીકતમાં કોથમીરમાં કેટલાય પ્રકારનું ખનિજ અને વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે, જે થાઇરોઇડ હૉર્મોનને નિયમિત કરવામાં મદદ કરે છે. મહિલાઓની સમસ્યા પીરિયડ યોગ્ય સમયે ન આવવા પર સવારે ખાલી પેટે તેના સેવનથી લાભ મળે છે. તેનાથી PCODની સમસ્યા પર પણ લાભ થાય છે. આયુર્વેદમાં પણ કોથમીરના અનેક ફાયદા જણાવ્યા છે. ડાયાબિટીસ અને થાઇરોઇડમાં કોથમીરનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. કારણકે તેના સેવનથી લોહીમાં શુગરનું પ્રમાણને કંટ્રોલ કરી શકાય છે.

કોથમીર ના પાન ખાવાથી ત્વચાની સમસ્યા દુર થાય છે. આમાં એન્ટી ફંગલ, એન્ટી સેપ્ટિક અને ડિટોકસીફાઈંગ જેવા ગુણધર્મો જોવા મળે છે. ત્વચામાં આવતી ખંજવાળને દુર કરવા કોથમીર ખુબ જ બેનિફિશિયલ છે. જે જગ્યાએ તમને ખંજવાળ આવતી હોય ત્યાં કોથમીરની પેસ્ટ બનાવીને લગાવવી. આ ત્વચાની વિભિન્ન સમસ્યા જેમકે ખરજવું, શુષ્કતા અને એલર્જી થી રાહત આપે છે.ડાઈજેસ્ટિવ સિસ્ટમ ઠીક કરેઆ ડાઈજેસ્ટિવ સિસ્ટમ (અપચો) ને દુર કરે છે. આના લીલા પાંદડા પિત્તનાશક હોય છે. પિત્ત અથવા કફની સમસ્યા થાય ત્યારે એક ચમચી કોથમીરના ગ્રીન લીવ્સનું સેવન કરવું. કોથમીરમાં વિટામીન સી, વિટામીન કે અને પ્રોટીનનું પણ સારું પ્રામણ હોય છે.

આંખ માટે બેનિફિટકોથમીર માં વિટામિન ‘એ’ પ્રચુર માત્રામાં હોય છે. તેથી કોથમીરની ચટણી નિયમિત રૂપે ખાવાથી આપણી આંખો માટે ફાયદાકારક નીવડે છે. આમાં ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, ખનિજ પદાર્થ જેવા કે કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, કેરોટિન, થીયામીન, પોટેશિયમ અને વિટામિન સી ભરપૂર માત્રામાં મળી આવે છે.વિકનેસ દુર કરેજો તમને શરીરમાં થાક અને નબળાઇ વધારે મહેસૂસ થાય છે તો તમે બે ચમચી કોથમીરના રસમાં 10 ગ્રામ ખાંડ અને અડધી વાટકી પાણી મિક્સ કરીને સવાર સાંજ પી લો. તેનાથી શરીરમાં ઉર્જા મળશે અને તમે આખો દિવસ તરોતાજા રહેશો.

કોથમીરનું પાણી બ્લડ શુગર ઓછું કરવામાં મદદરૂપ થાય છે.કોથમીરના પાણીને બ્લડ શુગરને ઓછું કરવામાં અસરકારક માનવામાં આવે છે. જો કે, જેમનું બ્લડ શુગર લેવલ પહેલાથી જ ઓછું હોય તેમણે તેનું સેવન કરવાથી ટાળવું જોઇએ, કારણ કે તેનાથી તેમનું બ્લડ શુગરનું સ્તર વધારે ઓછું થવાનું જોખમ થઇ શકે છે. કોથમીરનું પાણી લિવરને સાફ કરવામાં મદદ કરે છે.કોથમીરનું પાણી ઝેરી પદાર્થોને શરીરમાંથી બહાર કાઢીને શરીરને અંદરથી સાફ કરવામાં મદદ કરે છે. એટલા માટે તેને ‘ડીટૉક્સ વૉટર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આ લિવરને પણ સાફ કરવામાં મદદ કરે છે.

ખીલની સમસ્યા દુર.કોથમીર માં Antiseptic અને antioxidants નામના તત્વો મળી આવે છે. જે આપણી ત્વચા માટે ફાયદાકારક છે. જો તમારા ચહેરા પણ વારંવાર Pimples આવે તો બે ચમચી કોથમીર પીસીને તેમાં અડધી ચમચી ગ્લિસરીન મેળવીને ચહેરા પર લગાવવાથી એક્ને ની સમસ્યા દુર થાય છે.પેશાબ સાફ કરે.જો તમને પેશાબ પીળો આવતો હોય તો સુકાયેલ કોથમીરને પીસીને એક ગ્લાસ પાણીમાં બે ચમચી પીસેલ કોથમીરનો પાવડર નાખીને પાંચ થી સાત મિનીટ સુધી ઉકાળવું. આ પાણી ઠંડુ થાય એટલે સવાર સાંજના સમયે પીવું આનાથી તમારો પેશાબ સાફ થઇ જશે.

કોથમીરનું પાણી બનાવવાની પદ્ધતિ, એક ચમચી કોથમીરના બીજને એક કપ પાણીમાં નાંખો અને તેને આખી રાત માટે રહેવા દો. બીજા દિવસે સવારે પાણીમાંથી બીજ કાઢી લો અને પાણીને ગાળી લો. ત્યારબાદ તે પાણીનું સવારે ખાલી પેટ સેવન કરો. આ ઉપરાંત તમે કોથમીરનાં પાંદડાની મદદથી પણ પાણી બનાવી શકો છો. એટલા માટે કોથમીરના પાંદડાંને એક ગ્લાસ પાણીમાં નાંખીને તેને આખી રાત માટે રહેવા દો. બીજા દિવસે સવારે પાણીમાંથી કોથમીરના પાંદડા ગાળી લો અને તે પાણીમાં લીંબૂના ટીપાં મિક્સ કરીને તેનું સેવન કરો.પરંતુ કોઇ પણ વસ્તુનું સેવન કરતાં પહેલાં ડૉક્ટર અથવા નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

About bhai bhai

Check Also

રાત્રે સૂતા પહેલા કરો આ 7 વસ્તુઓનું સેવન સવારમાં ઉઠતા ચરબી થઈ જશે ગાયબ, જાણી લો આજે જ

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *