Breaking News

સવારે ચા અથવા કોફી નહીં પરંતુ પીવો આ વસ્તુ છે અમૃત સમાન થાય છે અઢળક લાભ……

દરેક વ્યક્તિની શરૂઆત ચા અને કોફીથી થતી હોય છે.અમુક લોકો એવા પણ હોઈ છે કે ચા કે કોફી ન મળે તો આખો દિવસ ચીડચીડિયા રહે છે અને બીજા પર ગુસ્સો કરતા હોય છે. જ્યારે અમુક લોકોને ઓછામાં ઓછા બે વાર ચા અથવા કોફી પીવાની ટેવ હોય છે પરંતુ ચા અથવા કોફીને બદલે જો છાશ પીશો તો આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જો આપણે છાશનું નિયમિત સેવન કરીએ તો શરીરની અનેક બીમારી દૂર રહેશે. જેવી કે કબજિયાત અને પાચનની ગંભીર સમસ્યાઓથી બચી શકાય છે.એટલે જ આપણા વડીલો તેમના સમયમાં નિયમિત રીતે છાશ પીતા અને તેમનું આરોગ્ય સારું રહેતું હતું.

ભોજન લેતી વખતે કઈક લિક્વિડ સાથે હોવું જરૂરી છે તોજ ભોજન ને ધક્કો લાગશે. મોટાભાગે લોકો છાશ નો ઉપયોગ ભોજન સાથે કરતાં હોય છે. જો છાશ ને ભોજન સાથે લેવામાં આવે તો તેનો ફાયદો એ થશે કે તે શરીરમાં રહેલાં ઝેરી તત્વોને બહાર કાઢી નાખશે. ગરમીમાં તો છાશ અમૃત જેવું કાર્ય કરે છે. છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. સારું પીણું શરીરને ઊર્જા આપવાની સાથે શરીરમાં રોગપ્રતિકાર શક્તિમાં પણ વધારો છે. પરંતુ દરેક વસ્તુ માટે યોગ્ય સમય અને કેટલીક બાબતોનું ધ્યાન રાખીએ તો તે વસ્તુઓ ક્યારેય આડઅસર કરતી નથી.

છાસમાં મીઠું, જીરું પાવડર અને આદુ પાવડર વગેરે ઉમેરીને આપણે તેને વધુ સ્વાદિષ્ટ પીણું બનાવી શકીએ છીએ. આરોગ્ય માટે આ ખૂબ ફાયદાકારક રહેશે. ચાલો જાણીએ છાશના અમૃત ફાયદા.

મોટાભાગના લોકોમાં આરોગ્યની સૌથી સામાન્ય સમસ્યા એસિડિટી છે. પેટમાં ગેસ અને બર્ન થવાની સમસ્યામાં રોજ સવારે એક ગ્લાસ છાશનો ઉપયોગ કરો. મીઠા લીમડાના પાન, જીરું પાવડર અને મીઠું છાશમાં નાખીને પીવા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.છાશ મા અનેક વિટામીનો રહેલા હોય છે. જેમ કે વિટામીન સી, વિટામીન એ, વિટામીન ઈ, વિટામીન કે અને વિટામીન બી. જે માનવદેહ ને જરૂરી હોય તેવા પોષકતત્વો પહોચાડે છે.છાશ મા વિટામીનો સાથે કેલ્શિયમ નામ નુ તત્વ પણ રહેલુ છે. આ કેલ્શિયમ નામ નુ તત્વ હાડકા ની મજબુતાઈ માટે ખુબ જ આવશ્યક માનવા મા આવે છે.

હંમેશાં એક ગ્લાસ છાશ અને આદુનો પાઉડર તેમાં નાખો તેનાથી તમારી પાચક શક્તિ પણ ઘણી મજબૂત થશે. તેને પીવાથી કબજિયાત પણ થતું નથી.જો શરીરમાં પાણી ઘટી જતું હોય તો પછી તમે એક ગ્લાસ છાશમાં મીઠું ભેળવીને પીશો એટલે બહુ જલ્દી રાહત મળશે.જો તમે ઝાડાની સમસ્યાથી પરેશાન હોવ તો તમારે અડધો ચમચી સુકા આદુનો પાવડર એક ગ્લાસ છાશમાં મેળવીને દિવસમાં 3 વખત પીવી જોઈએ.

જો નિયમિત રીતે સવારના નાસ્તા બાદ અને બપોરના ભોજન બાદ જો છાશ પીવામાં આવે તો તેનાથી શક્તિ વધે છે અને વાળ સંબંધી રોગો પણ દૂર થાય છે અને કસમયે વાળ સફેદ થવાની સમસ્યા પણ દૂર થાય છે.એમાં પણ જો છાશ એ ગાયના દૂધમાંથી બનેલી હશે તો તે અમ્રુત સમાન કહી શકાઈ છે. છાંસ પીવાથી રોગો આપણી આસપાસ પણ નથી ભટકતા અને કેટલાક એવા રોગો જ દૂર થાય છે તે ફરી ક્યારેય થતા નથી.

છાશનો નિયમિત ઉપયોગ હરસ, પેશાબની વિકૃતિઓ, તરસ અને ચામડીના રોગોમાં ફાયદાકારક છે.જો ગરમીને કારણે ઝાડા થાય છે તો વરિયાળીને પીસી લો અને તેને છાશમાં મિક્ષ કરી લો. છાશમાં સુગર કેન્ડી, કાળા મરી અને સેંધાલૂણ મીઠું નાખીને રોજ પીવાથી એસિડિટી મૂળમાંથી સાફ થાય છે.નિયમીત એક ગ્લાસ છાશ ના સેવન થી કોલેસ્ટ્રોલ ના પ્રમાણ મા ઘટાડો જોવા મળે છે તથા તે હ્રદયરોગ ના હુમલા ના ભય ને પણ ઘટાડે છે.

જે વ્યક્તિ ને ઉનાળા મા લૂ લાગી ગઈ હોય અથવા તો અન્ય કોઈ શારીરિક તકલીફો થતી હોય તો તેઓ એ છાશ નૂ દરરોજ સેવન કરવુ જોઈએ. કેમ કે છાશ ઠંડી તાસીર ધરાવે છે.ઉનાળા ની ઋતુ મા વ્યક્તિ ની આંખો મા અસહ્ય જલન થતી હોય તો તેઓ એ દહી ની મલાઈ ને પાંપણ પર લગાવવી તથા નિયમીત છાશ નુ પણ સેવન કરવુ. આમ કરવા થી આંખો ને ઠંડક મળે છે.

મોટા ભાગે આપણે છાશ ને ફ્રિજ માં રાખતા હોઈએ છીએ અને આમ પણ છાશ ના ગુનો ઠંડા છે તેથી તે શરીરને ઠંડક આપે છે અને એટલે જ ઉનાળામાં લોકો છાશ પીતા હોય છે. છાશ આપણા વાળ અને આંખો માટે પણ અત્યંત લાભકારી હોય છે. પણ એક વાતનુ ખાસ ધ્યાન રાખવું કે જો તમે બે ત્રણ દિવસની વાસી છાશનુ સેવન ના કરવુ જોઈએ. નહીતર તેની આડઅસર પણ થઈ શકે છે.

જમતી વખતે ખોરાક સાથે છાશ પીવામા આવે તો તમને ભોજન સરળતાથી પચી જાય છે અને તમારા શરીરને વધુ પોષણ મળે છે. માટે છાંસમા તમારે ચપટી મરી, જીરું અને સિંધાલું મીઠું નાખવાથી તે તમને ગજબનુ અસર કરે છે.તેની અંદર એવા ઘણા પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે જે શરીર માટે અત્યંત ફાયદાકારક લાભદાયક હોય છે. પરંતુ ક્યારેય બહારની લસ્સીનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી શરીરમાં કેલરીનું પ્રમાણ વધે છે જેથી તમે સ્થૂળતાનો શિકાર પણ બની શકો છો.

About bhai bhai

Check Also

રાત્રે સૂતા પહેલા કરો આ 7 વસ્તુઓનું સેવન સવારમાં ઉઠતા ચરબી થઈ જશે ગાયબ, જાણી લો આજે જ

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *