લાડકી દિકરી ગ્રીષ્મા ખોયા બાદ પિતા નંદલાલભાઇ નું દુઃખ જોઈને તમે પણ થઇ જશો ભાવુક, મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ એવું કે…

0
33

દીકરીઓની સુરક્ષાના મામલે અનેક પ્રશ્નો ઉભા થયા છે. સુરતમાં થયેલા કેસ ના પડઘા આખા રાજ્યમાં પડ્યા છે. રાજ્યમાં સતત છેલ્લા થોડા દિવસોથી ગુનાઓનું પ્રમાણ વધ્યું છે. એવામાં સુરત થી કઈ ઘટના સામે આવી રહી છે જેમાં યુવક દ્વારા યુવતીનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. જેના લીધે ભયનો માહોલ ઉભો થયો છે.

કેમકે આ મોત એટલી ભયંકર હતી કે યુવતી તેના પરિવારની સામે સેંકડો લોકોની સામે મોતને ભેટી છે. સુરત સહિત અન્ય રાજ્યમાં જન ધન ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.દીકરીના પિતા નંદલાલભાઇ ને પરિવારના સભ્ય નું બીમારીનું બહાનું કાઢી તેમને આફ્રિકાથી બોલાવવામાં આવ્યા હતા.

ભારત આવ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમની લાડકી દીકરી હવે આ દુનિયામાં નથી ત્યારે તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેઓને ધીરે ધીરે ખબર પડી કે તેમની દીકરી નો જીવ લઈ લેવામાં આવ્યો છે. હાલમાં મીડિયા દ્વારા તેમના ઘરની મુલાકાત લેવામાં આવે છે અને તેમને પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે તેઓ મીડિયા સાથેની વાતચીતમાં પોતાનું દુખ વ્યક્ત કરી રહ્યા છે.

દીકરીના પિતા નંદલાલભાઇ આફ્રિકા જતા સમયની ઘટનાને યાદ કરતાં કહ્યું કે, ત્યારે પણ તે ખૂબ જ રડી હતી અને મને કહ્યું કે પપ્પા તમારે નથી જવું ત્યારે મેં તેને કહ્યું હતું કે હું દીકરા એક બે વર્ષ માટે જઈ આવું તો તેને ટેન્શન ના રહે. છેલ્લે મારા ઉપર ફોન આવ્યો શનિવારે સવારમાં ત્યારે મને ફક્ત એટલું જ કહ્યું કે પપ્પા હવે મારે વડોદરા ભણવા જવું છે.

એક મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં ગ્રીષ્માના પિતા દ્વારા જલ્દી આ કેસમાં ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી. તે સાથે તેમણે સરકાર ઉપર પૂરો વિશ્વાસ હોવાની વાત જણાવી છે અને કહ્યું છે કે સરકાર અને પોલીસ હાલમાં તેમના સાથમાં છે અને તેમને વિશ્વાસ છે કે એમને જલ્દીથી જલ્દી ન્યાય મળે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.