Breaking News

સૈફ અલી ખાનની પેહલી પત્ની રાખી ચુકી છે આટલાં લોકો સાથે અફેયર,બીજા નંબરનું નામ ચોંકાવી દેશે.

બોલીવુડમાં પ્રેમ પ્રકરણો,અફેર,બ્રેકઅપ આ બધામાં કઈ નવું નથી બોલીવુડમાં આ બધુ ચાલ્યા જ કરે છે.ક્યારેક કોઈને પોતાનો પ્રેમ મળી જાય છે તો ક્યારેક એ પ્રેમ નો અંત આવી જાય છે.સૌથી વધારે ચર્ચામાં અફેર રહેતા હોય છે.બોલીવુડનાં જાણીતા અભિનેતા સૈફ અલી ખાનની પૂર્વ પત્ની અને એક્ટ્રેસ અમૃતા સિંહ અને સૈફઅલી ખાનની લવ સ્ટોરીનાં વિશે તો મોટાભાગના લોકો જાણતા જ હશે, પરંતુ સૈફ સિવાય અમૃતાનું ઘણા સ્ટાર્સ સાથે અફેર રહી ચુક્યું છે. તેવામાં આજે અમે તમને અભિનેત્રી અમૃતાનાં તે અફેર વિશે જણાવીશું, જેમને જાણીને તમે આશ્ચર્યમાં પડી જશો.

સની દેઓલફિલ્મ “બેતાબ” માં સની દેઓલ અને અમૃતા સિંહે એક સાથે કામ કર્યું હતું. સની દેઓલની આ પહેલી ફિલ્મ હતી. ફિલ્મ હિટ થઈ. ફિલ્મની શૂટિંગ દરમિયાન અમૃતાનું દિલ હેન્ડસમ સની દેઓલ માટે ધડકતું હતું. બંનેનો રીલ લાઇફ રોમાન્સ રિયલ લાઇફ રોમાન્સમાં બદલાઈ ગયો. અમૃતા સની દેઓલને એ હદ સુધી પ્રેમ કરવા લાગી હતી કે તે પૂરી દુનિયાની સામે તેને કબૂલ કરવા માટે તૈયાર પણ હતી પરંતુ સની દેઓલ તેના માટે તૈયાર હતાં નહી.

તેમણે અમૃતાની સાથે પોતાનો સંબંધ છૂપાવીને રાખ્યો હતો. વળી અમૃતાની માં પણ સની અને અમૃતાના સંબંધને પસંદ કરતી હતી. તે ઇચ્છતી હતી કે અમૃતાનાં લગ્ન એવા યુવક સાથે થાય, જે કોઈ મોટા ફેમિલીમાંથી હોય. અમૃતાએ ત્યારબાદ સનીના પરિવારની તપાસ શરૂ કરી દીધી. જેમાં તેમને જાણવા મળ્યું કે સની દેઓલ પહેલાથી જ પરણિત છે. ત્યારબાદ અમૃતા સંપૂર્ણ રીતે તૂટી ગઈ અને તેમણે આ સંબંધ ખતમ કરી નાખ્યો.

અમિતાભ બચ્ચન એકવાર પાર્ટીમાં મહાનાયક અમિતાભ બચ્ચને અમૃતા સિંહને કિસ કરી લીધી હતી. કહેવામાં આવે છે કે એક પિયાનો બારમા પાર્ટી ચાલી રહી હતી. અમૃતા સિંહ પાર્ટીમાં પોતાના મિત્રોની સાથે પહોંચી હતી. આ પાર્ટીમાં અમિતાભ બચ્ચન પોતાના મિત્રો ડેનીની સાથે પહોંચ્યા હતા. થોડા સમય બાદ અમૃતા ઘરે જવા લાગી પરંતુ અમિતાભ બચ્ચને તેમને રોકી લીધી. અમિતાભ બચ્ચનનાં કહેવા પર અમૃતા ત્યાં રોકાઈ ગઈ. પાર્ટીમાં અમૃતા ડેની સાથે ફ્લર્ટ કરવા લાગી.

અમૃતાને ફ્લર્ટ કરતી જોઈને ડેનીથી રહેવાયું નહીં અને તે તેને લઈને ડાન્સ ફ્લોર પર ચાલ્યા ગયા. આ બધું જોઇને અમિતાભ ગુસ્સામાં આવી ગયા અને તેમણે ડેનીને ખેંચીને અલગ કરી દીધા પરંતુ ત્યારબાદ અમિતાભે અમૃતાને પોતાની તરફ ખેંચી લીધી અને કિસ કરવા લાગ્યા. ઘણી મિનિટો સુધી અમિતાભે અમૃતાને કિસ કરતા રહ્યા. અમૃતા આ બધું જોઈને આશ્ચર્યમાં પડી ગઈ અને બાદમાં રેસ્ટ રૂમમાં ચાલી ગઈ. કહેવામાં આવે છે કે અમિતાભે આવું એટલા માટે કર્યું હતું કારણકે તે વિનોદ ખન્નાનાં સ્ટારડમથી ચીઢાઇ રહ્યા હતાં. તે સમયે વિનોદ ખન્ના અને અમૃતાનું અફેર ચાલી રહ્યું હતું. જેના લીધે અમિતાભ તેમની સાથે બદલો લેવા માંગતા હતાં.

વિનોદ ખન્નાએક્ટ્રેસ અમૃતા સિંહનું દિલ એકટર વિનોદ ખન્ના પર પણ આવ્યું હતું. કહેવામાં આવે છે કે વિનોદ ખન્નાને જોઈને જ અમૃતા તેના પર ફિદા થઇ ગઇ હતી પરંતુ વિનોદ ખન્નાને અમૃતામાં કંઈ રસ હતો નહી. વર્ષ ૧૯૯૦માં અમૃતા સિંહ અને વિનોદ ખન્ના સાથે એક ફિલ્મની શૂટિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમની વચ્ચે નિકટતા વધવા લાગી. ફિલ્મના શૂટિંગ બાદ પણ બંને એકબીજાને મળવા લાગ્યા. આ વાતની જાણ અમૃતા સિંહની માં રુખસાના સુલતાનને થઈ. તેમણે અમૃતાને વિનોદ ખન્નાની સાથે પોતાનો સંબંધ ખતમ કરવા માટે કહ્યું. વળી બીજી તરફ વિનોદ ખન્નાને પણ અમૃતામાં કંઈ ખાસ રસ હતો નહી. તેમણે પણ અમૃતાને મળવાનું બંધ કરી દીધું. આ રીતે બંનેનો સંબંધ ખતમ થઈ ગયો.

રવિ શાસ્ત્રીક્રિકેટર રવિ શાસ્ત્રી સાથે પણ અમૃતા સિંહનું અફેર રહી ચુક્યું છે. અમૃતા ખુલ્લેઆમ તેમને સ્ટેડિયમમાંથી ચિયર પણ કરતી હતી. બંને એક મેગેઝીનના કવર પર પણ જોવા મળ્યા હતા, ત્યારબાદ બંનેના અફેરની ખબરો સામે આવી હતી. વર્ષ ૧૯૮૬ માં બન્નેએ સગાઈ કરી લીધી હતી. રવિ શાસ્ત્રીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું ક્યારેય પણ એક્ટ્રેસ પત્ની ઇચ્છતો નથી. હું ક્રાંતિકારી છું અને મારું માનવું છે કે મારી પત્નિની પહેલી પ્રાથમિકતા ઘર હોવું જોઈએ. તેના પર જવાબ આપતા અમૃતાએ તરત જ કહ્યું કે, હાલના સમયમાં તો હું પણ પોતાના કરિયરના કારણે આ રિલેશનશિપને આગળ નહી વધારી શકું પરંતુ મને વિશ્વાસ છે કે થોડા વર્ષો પછી હું ફૂલ ટાઈમ માતા અને પત્નિ બની જઈશ. બંનેની લવ સ્ટોરી લાંબા સમય સુધી ચાલી નહી.

સૈફ અલી ખાન ભલે અમૃતાનું દિલ ઘણા સ્ટાર્સ પર આવ્યું પરંતુ તેમણે પટૌડી નવાબ સૈફ અલી ખાનને પોતાનાં લાઈફ પાર્ટનર તરીકે પસંદ કર્યો. અમૃતા સૈફ થી ૧૨ વર્ષ મોટી હતી પરંતુ સૈફને તેના વિશે કોઈ ચિંતા હતી નહી અને તેમની સાથે લગ્ન કર્યા. તે બંનેના બે બાળકો છે, સારા અલી ખાન અને ઈબ્રાહિમ ખાન. વર્ષ ૨૦૦૪ માં સૈફ અલી ખાન અને અમૃતા સિંહનાં છૂટાછેડા થઈ ગયા. પતિને છુટાછેડા આપ્યા બાદ અમૃતા ફરી ફિલ્મોમાં આવી પરંતુ તેમને સપોર્ટિંગ રોલ જ મળ્યા.

હાલના દિવસોમાં અમૃતા સિંહ પોતાના બાળકોની સાથે ખુશહાલ જીવન પસાર કરી રહી છે.સૈફ અલી ખાને એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે અમૃતા સિંહે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને કેટલીક વાર તેને ઘરની બહાર પણ નીકળી દેતી હતી, જેના કારણે હું આખો દિવસ ઘરની બહાર ભટકતો રહેતો હતો. આવી સ્થિતિમાં સૈફ અલી ખાન અમૃતાના સ્વભાવથી નારાજ થયા હતા અને ત્યારબાદ 2004 માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

જોકે છૂટાછેડા પછીના કેટલાક વર્ષો સુધી અમૃતા સિંહે સૈફ અલી ખાનને તેના બાળકોને મળવા પણ દીધો નહોતો, જેના કારણે સૈફ અલી ખાન ખૂબ નારાજ હતો.સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાનને બધા જ જાણે છે. હા, સારા અલી ખાન આજકાલ બોક્સ ઓફિસ પર શાસન કરી રહી છે. સારા અલી ખાન સતત બે હિટ ફિલ્મો કર્યા પછી કદમમાં ઉગે છે અને એક સફળ સુપરસ્ટારની જેમ વર્તે છે. સારા અલી ખાન પણ મીડિયાને મળતા રહે છે.

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના લગ્નની જેમ જ બંનેના છૂટાછેડા પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. સૈફ અલી ખાનએ પોતાનાથી ૧૩ વર્ષ ઉમરમાં મોટી અમૃતા સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્નજીવનનો અંત લગ્નના ૧૩માં જ આવી ગયો હતો. સૈફ અલી ખાનએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘અમૃતા સિંહએ છૂટાછેડા લેતા સમયે ૫ કરોડ રૂપિયાની માંગ કરી હતી, અમૃતા સિંહને તે સમયે અડધી રકમ એટલે કે, ૨.૫ કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યા હતા, આ સાથે જ સૈફ અલી ખાન અને અમૃતા સિંહના બંને બાળકોની દેખરેખ માટે દર મહીને ૧ લાખ રૂપિયા પણ અમૃતા સિંહને આપવામાં આવે છે.

હાલ સારા અલી ખાન હાલમાં તેની ફિલ્મો કરતા વધારે તો તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. એવામાં ફરી એકવાર તેની પર્સનલ લાઈફ સોસીયલ મીડિયા પર વાઈરલ થઇ રહી છે. પરંતુ આ વખતે તેની માં અમૃતા સિંહનું નામ જોડાઈ રહ્યું છે. જી હા, અમૃતા સિંહને તેની દિકરી સારા અલી ખાનની ઘણી ચિંતા થાય છે. જેના કારણે તે તેની દિકરીથી નારાજ છે, કેમ કે તે તેનું માનતી નથી. એવામાં હવે સારા અલી ખાન અને અમૃતા સિંહ વચ્ચે થોડી પ્રોબ્લેમ્સ જોવા મળી રહી છે.

મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે અમૃતા સિંહ તેની લાડલીની હરકતો થી ખુશ નથી. તે ઈચ્છે છે કે તેની દિકરી હજુ કામ પર ધ્યાન આપે, પરંતુ સારા અલી ખાનનું ધ્યાન તો કોઈ બીજા ઉપર જ છે. અમૃતા સિંહ નથી ઈચ્છતી કે તેની દીકરી સારા કોઈ સાથે અફેર કરે અને તેનું કરિયર બરબાદ કરે. કેમ કે તેનું કરિયર પણ અફેર નાં કારણે જ બરબાદ થયું હતું. એવામાં તે તેની દિકરીને વારંવાર સમજાવી રહી છે.

અમૃતા સિંહ તેની દિકરીને લઈને ખુબ જ ચિંતિત છે, જોવા જઈએ તો સારા અલી ખાનની દોસ્તી કાર્તિક સાથે વધતી જાય કે અને બંને ખુબ જ નજીક આવતા જાય છે, આ બધું તેની માં ને સારું નથી લાગતું અને તેને નાં પણ પાડી રહી છે. અમૃતા સિંહએ વારંવાર નાં પાડી હોવા છતાં સારા અલી ખાન અને કાર્તિક આર્યન એકબીજાની વધુ નજીક આવતા જાય છે. જે તેની માં ને બિલકુલ પસંદ નથી. તેની હાલમાં તે તેની લાડલીથી નારાજ છે.

જાણવા મળેલ માહિતી મુજબ સારા અલી ખાન અને કાર્તિક આર્યન એકબીજા સાથે ન્યુયર સેલીબ્રેટ કરવાનો પ્લાન બનાવી રહ્યા છે. જેના લીધી તેની માં વધુ નારાજ થઇ ગઈ છે. જણાવી દઈએ કે સારા અલી ખાને અને કાર્તિક આર્યને પાછલા થોડા દિવસોથી એકબીજા સાથે દેખાવાનું પણ બંધ કરી દીધું છે, પરંતુ માનવામાં આવે છે કે બંને એકબીજાને છુપાઈને મળે છે. જેથી તેની માં પર આ વાતની અસર ન પડે, પરંતુ તેની માં ને બધી ખબર છે.

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર સારા અને કાર્તિકનાં બ્રેકઅપની અફવાઓ ઉડી હતી. ત્યારબાદથી બંને એકબીજા સાથે જોવા મળ્યા નથી. જો કે દિવાળી પાર્ટીનાં દિવસે બંને એકસાથે જોવા મળ્યા હતા. એવામાં એ કહેવું થોડું મુશ્કેલ છે કે બંનેનું બ્રેકઅપ થયું છે કે નહિ, પરંતુ જાણવા મળ્યું છે કે હાલમાં બંને વચ્ચે બધું બરોબર જ છે, બસ પ્રોફેશન પર ધ્યાન દેવા માટે એકબીજા સાથે જાહેર થવાથી બચે છે.

About bhai bhai

Check Also

માત્ર 21 વર્ષ ની ઉંમર માં જ આ મોડલ બની ગઈ હતી અરબોપતિ,અને એક દિવસ માં લે છે 500 સેલ્ફી,જોવો તસવીરો….

નમસ્કાર મિત્રો આજ ની અમારી પોસ્ટ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *