Breaking News

શા માટે કપાળ પર ચાંદલો કરતાં સમયે ચોખા લગાવવામાં આવે છે,જાણો તેની પાછળનું કારણ.

શાસ્ત્રોમાં અમુક ખાસ વસ્તુઓનું ખાસ મહત્વ દર્શાવ્યું છે. શરીર પર કઈ-કઈ વસ્તુઓ શા માટે ધારણ કરવામાં આવે છે, તેની પાછળ અમુક તથ્ય હોય છે. ધાર્મિક ગ્રંથો મુજબ લલાટ પર ચાંદલો કરવાનુ કંઇક ખાસ કારણ છે. તહેવારો ની ઊજવણી , લગ્ન વિધી , કર્મ કાંડ જેવા પ્રસંગોએ ચાંદલો કરાય છે. ગ્રંથો તેમજ શાસ્ત્રોમાં કહેવાયુ છે કે કંકુ , રાખ , લાલ તેમજ સફેદ ચંદન , હળદર વગેરે તિલક માટે શુભ ગણાયા છે. અને તેની સાથે ચોખા પણ વપરાય છે. આ ચોખા નુ મહત્વ શું છે તે વિશે જાણીએ.

વિજ્ઞાન દ્વારા સાબિત થયુ છે કે કપાળ પર બંને આંખો ની વચ્ચે ચાંદલો કરો તો તેને અગ્નિચક્ર મનવામા આવ્યુ છે. જ્યા ચાંદલો કરવા થી માનવ શરીર મા ઊર્જા ની પ્રાપ્તી થાય છે અને પોતાના આત્મવિશ્વાસ મા વધારો જોવા મળે છે. આ કારણે ચોખા ને શુદ્ધતાનો પ્રતિક માનવામા આવે છે.

વેદ-પુરાણો મા જણાવ્યા અનુસાર યજ્ઞ વખતે ભગવાન ને અર્પણ કરેલ ચોખા ને શુદ્ધ માનવામા આવે છે. ચાંદલા પર ચોખા લગાવવા થી નકારાત્મક શક્તિ દૂર થાય છે તેમજ હકારાત્મક શક્તિ નો સંચય થાય છે . શાસ્ત્રો મા દર્શાવ્યા મુજબ અલગ-અલગ ચાંદલા નુ અલગ-અલગ મહત્વ તેમજ ફાયદા દર્શાવ્યા છે.હળદર નો ચાંદલો કરવા થી તે એન્ટી બાયોટિક નુ કાર્ય કરે છે. હળદર મા રોગપ્રતિકારક શક્તિ હોવા થી તે વ્યક્તિ ને રોગ થી બચાવે છે.

ધાર્મિક વિધીઓ કરવાવાળા પંડિતો ચંદન ના ચાંદલા કરે છે. જેની પાછળ નુ વૈજ્ઞાનિક કારણ એ છે કે તે મગજ માંથી નિકળતા સ્ત્રાવ ને કંટ્રોલ કરે છે. જેથી તે માનસિક શાંતિ અનુભવે તેમજ સારા કાર્યો કરવા તરફ પ્રેરાય અને માતા લક્ષ્મી ની વિશેષ કૃપા રહે છે. જ્યોતિષ શાસ્ત્ર એવૂ માને છે કે આમ કરવાથી કોપાયમાન ગ્રહો શાંત સ્થિતી મા આવી જાય છે.

ઘણા બાવા સાધુ તેમજ મંદિર ના પૂજારીઓ ચાંદલો કરવા ભસ્મ નો ઉપયોગ કરે છે. આધ્યાત્મિક રીતે તેનુ વધારે મહત્વ છે. એવુ મનાય છે કે તેનો ચાંદલો કરવા થી વિશુદ્ધિ દૂર થાય તેમજ પાપ માથી મુક્તિ મળે છે. આવો ચાંદલો કરવાથી નામના મા વધારો થાય છે.સુહાગની નિશાની હોય કે મહિલાઓનો શ્રૃંગાર, માથા પર ચાંલ્લો સુંદરતા વધારે છે અને મહિલાઓની હેલ્થને માટે પણ જરૂરી ગણાય છે. વિવાહ પહેલાં છોકરીઓ ચાંલ્લો સુંદરતા વધારવા કરે છે પણ વિવાહ બાદ ચાંલ્લો સુહાગનું પ્રતિક ગણાય છે.

યોગવિજ્ઞાનના આધારે જાણીએ તો ચાંલ્લાનો સંબંધ મન સાથે જોડાયેલો હોય છે. જ્યાં ચાંલ્લો લગાવવામાં આવે છે ત્યાં આજ્ઞાચક્ર હોય છે. આ ચક્ર મનને સંગ્રહિત કરે છે. જ્યારે ધ્યાન મુદ્રામાં હોવ છો તો તમારું ધ્યાન અહીં કેન્દ્રિત થાય છે. ધ્યાન મનને નિયંત્રિત કરે છે. આ સ્થાન ઘણું પ્રભાવશાળી હોય છે. મનને એકાગ્ર કરવા માટે આ ચક્ર પર દબાવ કરવામાં આવે છે અને અહીં સ્ત્રીઓ ચાંલ્લો લગાવે છે.

આજ્ઞા ચક્રના સ્થાને આ ત્રીજા નેત્રની કલ્પના કરવામાં આવી છે. આ સ્થાન પર ચાંલ્લો કરવાથી સ્ત્રીઓનું મન નિયંત્રિત રહે છે. વિચલિત થતું નથી. સામાન્ય માન્યતા છે કે મહિલાઓનું મન ચંચળ હોય છે. હાવર્ડ યુનિવર્સિટી દ્વારા હાલમાં કરાયેલા સર્વેમાં આ સાબિત થયું છે, આ કારણે ક્યારેય પણ સ્ત્રીનું મન બદલાતા સમય લાગતો નથી.

ચાંલ્લાને આર્યુવેદથી લઇને એક્યુપ્રેશર સુધીમાં મહત્વ અપાયું છે. તેને મહિલાઓની હેલ્થની સાથે જોડાયેલી અનેક સમસ્યાઓમાં ઉપચારમાં મદદગાર માનવામાં આવે છે. ચાંલ્લાને ફક્ત વેશભૂષાનું અંગ માનવું યોગ્ય નથી. ચાંલ્લો લગાવવો આજથી નહીં પણ પ્રાચીન કાળથી ફક્ત ભારત જ નહીં વિશ્વ ભરમાં અપનાવાયું છે.ચાંલ્લો લગાવવાની સાચી જગ્યા બંને ભ્રમરની વચ્ચેનું મધ્યબિંદુ છે. જેને આર્યુવેદમાં શરીરનું મહત્વપૂર્ણ ચક્ર- આજ્ઞા ચક્ર કહેવામાં આવ્યું છે. આર્યુવેદ અનુસાર આ ચક્ર પર થોડા દબાવથી માનસિક શાંતિ અને ગભરાહટના ઉપચારમાં મદદરૂપ ગણાય છે. આ સ્થિતિમાં ચાંલ્લો બહુમૂલ્ય શ્રૃંગાર છે.

એક્યુપ્રેશરની વિધિથી ચાંલ્લાના સ્થાન પર ભાર બનાવીને માથાના દુઃખાવાને કંટ્રોલ કરી શકાય છે. આ બિંદુથી નસ અને રક્ત કોશિકાઓ સક્રિય બને છે. તેનાથી દર્દથી જલ્દી રાહત મળે છે. સાઇનસના દર્દીઓને માટે ચાંલ્લો કરવો લાભદાયી હોય છે કારણ કે આ પોઇન્ટ પર દબાવથી નાકની નળીનો સીધો સંબંધ અને તેની પર દબાવથી મ્યૂક્સ નિકળવું સરળ બને છે.આર્યુવેદમાં ચાંલ્લો લગાવવાના સ્થાનને ન ફક્ત માનસિક શાંતિને માટે મહત્વનું ગણાય છે પણ આ અથાગ શ્રમને દૂર કરીને સારી ઊંઘને માટે પણ આવશ્યક છે. શિરોધરા વિધિથી આ બિંદુ પર દબાવ રાખીને અનિદ્રાની સમસ્યાને દૂર કરી શકાય છે.

સુપ્રાટ્રોક્લિયર નર્વ સાથે શું સંબંધકપાળના મધ્ય ભાગ પર જ્યાં ચાંલ્લો કરવામાં આવે છે તે સુપ્રાટ્રોક્લિયર નસ સાથે સંબંધ ધરાવે છે. તેમાં આંખો અને ત્વચાને માટે જરૂરી ફાઇબર મળે છે. આ આંખોને અલગ અલગ દિસાઓમાં જોવામાં મદદ કરે છે. ચાંલ્લા લગાવવાના સ્થાનની પાસે કાનથી સંબંધિત નસ પણ પસાર થાય છે. તેના દબાવના કારણે સાંભળવાની ક્ષમતા વધે છે. અનેક પ્રકરણોમાં જોવા મળ્યું છે કે ચાંલ્લો લગાવવાથી તબિયત ઓછી ખરાબ થાય છે અને સહનશીલતા વધે છે.

એક્યુપ્રેશરની વિધિમાં ચાંલ્લાના પોઇન્ટનું મહત્વ ત્વચાને કસીને રાખવામાં અને કરચલીઓને દૂર કરવાનું ગણાય છે. તેની પર ભાર પડવાથી રક્ત સંચાર વધે છે અને તે લાંબા સમય સુધી ટાઇટ રહે છે. આજે કરચલીઓ એ સામાન્ય વાત છે. એવામાં ચાંલ્લો લગાવવાનું લાભકારી અને હિતકારી છે.

ચાંલ્લો લગાવવાના શું છે નુકશાનચાંલ્લો લગાવવાના કેટલાક નકારાત્મક પ્રભાવ પણ ગણાવવામાં આવ્યા છે. જેની પર ધ્યાન આપવું આવશ્યક છે. ચાંલ્લો લગાવવામાં વપરાતા પદાર્થને કારણે વાતાવરણની રજ-તમ પ્રધાન આવૃત્તિ વ્યક્તિની તરફ ખેંચાય છે.આજ્ઞાચક્ર દ્વારા નકારાત્મક ઉર્જાનો પ્રવેશસ્ત્રીઓના શરીરમાં આ આવૃત્તિઓનો પ્રવેશ માથા પરના આજ્ઞા ચક્રની મદદથી થાય છે. જેના કારણે સંબંધિત નારી શરીરમાં રજ-તમ ગુણોની વૃદ્ધિ થવા લાગે છે. તેના સિવાય માથા પર એક જ સ્થાન પર સતત ચાંલ્લો કરવાથી ત્યાં નકારાત્મક ઉર્જાનું સંકેદ્રણ થાય છે.

About bhai bhai

Check Also

શું તમે જાણો છો ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જ કેમ સંભળાવી હતી ગીતા જાણો શું છે રહસ્ય.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણે બધા કૃષ્ણ અને રામના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *