Breaking News

શાલિગ્રામની આ રીતે પૂજા કરવાથી ઘરમાં થશે લક્ષ્મીજીનો વાસ થશે પૈસાનો વરસાદ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તમે દરેક લોકો જાણતા હશો કે શૈવ સંસ્કૃતિમાં વર્ણિત કથા અનુસાર શિવ ભગવાન જ્યાંથી પસાર થયા ત્યાં તેમના પગમાં નીચે આવનાર દરેક પથ્થર અને કાંકરા જેની પર તેમની કૃપા થઇ. તે વિક્સિત થવા લાગ્યા અને તેના વિકાસમાં એક આખો યુગ લાગ્યો જે બાદમાં શાલિગ્રામ કહેવાયા. શાલિગ્રામને ઘરમાં રાખવા ખૂબ જરૂરી હોય છે. તમે રોજ તેની કોઇપણ ભૂલ વગર પૂજા-અર્ચના કરો. તેનાથી લાભ થાય છે. જો તેમની યોગ્ય રીતે પૂજા કરવામાં ન આવે તો નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થવા લાગે છે.

હિન્દૂ ધર્મની અંદર શાલિગ્રામની પૂજા કરવી ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે, જેના કારણે ઘણા ઘરોમાં શાલિગ્રામ રાખવામાં આવતું હોય છે. શાલિગ્રામ શિવલિંગ જેવો જ એક પથ્થર હોય છે જે નેપાળના મુક્તિનાથ, કાલી ગંડકી નદીના તટ ઉપર મળી આવે છે.

શિવલિંગને ભગવાન શંકરનું પ્રતીક માનવામાં આવે છે તો શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર ઘરની અંદર શાલિગ્રામનું હોવું તીર્થસ્થાન બરાબર છે. સ્ક્ન્દપુરાણના કાર્તિકેય માહત્મ્યમાં શિવજીએ પણ શાલિગ્રામની પૂજા કરી હોવાનું જાણવા મળે છે.

આમ તો શાલીગ્રામ મળવા મુશ્કેલ છે. પરંતુ તેમા કાળા અને ભૂરા શાલિગ્રામ સિવાય સફેદ, વાદળી અને જ્યોતિયુક્ત શાલિગ્રામ મળવા વધારે દુર્લભ છે. પૂર્ણ શાલિગ્રામમાં ભગવાન વિષ્ણુના ચક્રની આકૃતિ અંકિત હોય છે.તમને જણાવી દઇએ કે જે ઘરમાં શાલિગ્રામનું પૂજન થાય છે તે ઘરમાં મા લક્ષ્મીનો સદૈવ વાસ રહે છે. શાલિગ્રામ સાત્વિકતાનું પ્રતીક છે અને તેની પૂજા કરવાથી આગળના તેમજ દરેક જન્મોના પાપ નષ્ટ થઇ જાય છે.

જો ઘરમાં શાલિગ્રામ રાખો છો તો તમારા ઘરમાં એક ખાસ પ્રકારનું પવિત્ર વાતાવરણ બને છે. કોઇ મંદિર જેવું પવિત્ર વાતાવરણ થઇ જાય છે. શાલિગ્રામને ઘરમાં રાખતા પહેલા કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જોઇએ. ઘરમાં માત્ર એકજ શાલિગ્રામની પૂજા કરવી જોઇએ. શાલિગ્રામ પર ચંદન લગાલીને તેની પર તુલસીનું એ પાન અવશ્ય રાખવું જોઇએ. રોજ શાલિગ્રામને પંચામૃતથી સ્નાન કરાવવું જોઇએ. શાલિગ્રામની પૂજામાં આચાર-વિચારની શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ.

શાલીગ્રામને વિષ્ણુજીનો પથ્થર માનવામાં આવે છે, અને તેની પૂજા કરી વિષ્ણુજીને પ્રસન્ન કરી શકાય છે. શાલીગ્રામ પથ્થર નેપાળના મુક્તિનાથ અને કાલી ગન્ડકી નદી ઉપર જ મળી આવે છે, અને તે કુલ ૩૩ પ્રકારના હોય છે. આ ૩૩ પ્રકારમાંથી ૨૪ પ્રકારના શાલીગ્રામને વિષ્ણુજીના ૨૪ અવતારો સાથે જોડાયેલા માનવામાં આવે છે. તે ઉપરાંત તે ૨૪ શાલીગ્રામ વર્ષમાં આવતી ૨૪ એકાદશીને પણ દર્શાવે છે.

શાસ્ત્રો મુજબ શાલીગ્રામના આકાર ઉપર આધાર રહે છે કે, તે વિષ્ણુજીનો કયો આકાર દર્શાવે છે. જો શાલીગ્રામનો આકાર માછલી જેવો હોય છે તો તે વિષ્ણુજીના મત્સ્ય અવતારનું પ્રતિક હોય છે. જો શાલીગ્રામનો આકાર ગોળ હોય છે તો તે વિષ્ણુજીનું ગોપાલ રૂપ માનવામાં આવે છે. જો શાલીગ્રામ કાચબાના આકારનું હોય છે, તો એ કચ્છપ અને કુર્મ અવતારનું પ્રતિક હોય છે.

માનવામાં આવે છે તુલસીના પતિ.શાલીગ્રામ પથ્થરની અંદર ચક્ર અને રેખાઓ બનેલી હોય છે અને આ ચક્ર અને રેખાઓ વિષ્ણુના બીજા અવતારો અને કૃષ્ણના કુળના લોકોનું પ્રતિક હોય છે. દર વર્ષે લોકો દ્વારા તુલસીના લગ્ન શાલીગ્રામ સાથે કરવામાં આવે છે, અને એટલા માટે તેને તુલસીના પતિ પણ માનવામાં આવે છે.

આવી રીતે કરવી જોઈએ શાલીગ્રામની પૂજા.શાલીગ્રામની પૂજા કરવા સાથે થોડા નિયમ જોડાયેલા હોય છે, અને આ નિયમો હેઠળ જ તેમની પૂજા કરવી જોઈએ. આ નિયમ નીચે મુજબ છે.શાલીગ્રામની પૂજા કરવા માટે તમે સૌથી પહેલા શાલીગ્રામને પંચામૃતથી સ્નાન કરાવો.

પંચામૃતથી સ્નાન કરાવ્યા પછી તમે તેની ઉપર ચંદન લગાવો, અને એક તુલસીનું પાંદડું રાખી દો. ખાસ કરીને તુલસી વિષ્ણુજીને ખુબ જ પ્રિય માનવામાં આવે છે. એટલા માટે જયારે પણ વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે, તો તેમને તુલસીના પાંદડા જરૂર ચડાવવામાં આવે છે.ત્યાર પછી તમે શાલીગ્રામને ફૂલ અર્પણ કરો અને તેમની પૂજા કરો.

શાલીગ્રામ સાથે જોડાયેલી મહત્વની વાતો.પંડિતોના જણાવ્યા મુજબ ઘરમાં માત્ર એક જ શાલીગ્રામ હોવું જોઈએ. એટલા માટે તમે ક્યારે પણ એકથી વધુ શાલીગ્રામ તમારા ઘરમાં ન રાખો.શાલીગ્રામને માત્ર મંદિરમાં જ રાખવા જોઈએ, અને તેમને હંમેશા વિષ્ણુજીની મૂર્તિ પાસે જ સ્થાપિત કરવા જોઈએ.

શાલીગ્રામની પૂજા તમે રોજ કરો અને શાલીગ્રામને હંમેશા લાલ રંગના કપડા ઉપર જ રાખો.શાલીગ્રામની પૂજા કરવાથી મળતા લાભ.એવું માનવામાં આવે છે કે, શાલીગ્રામની પૂજા કરવાથી વિષ્ણુજી સરળતાથી પ્રસન્ન થઇ જાય છે અને તમારી દરેક મનોકામનાને પૂરી કરી દે છે.

જે ઘરમાં રોજ શાલીગ્રામની પૂજા કરવામાં આવે છે, તે ઘરમાં હંમેશા લક્ષ્મીજીનો વાસ જળવાઈ રહે છે અને ક્યારે પણ ધનની અછત નથી થતી.સાચા મનથી શાલીગ્રામની પૂજા કરવાથી તમામ પાપનો નાશ થઇ જાય છે, અને પાપોના દંડથી તમે બચી જાવ છો. શાલીગ્રામની પૂજા કરવાથી મગજ શુદ્ધ થઇ જાય છે અને મનને શાંતિ મળે છે.શાલીગ્રામનું ઘરમાં હોવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દુર રહે છે, અને ઘરનું વાતાવરણ સારું જળવાઈ રહે છે.

શા કારણે વ્યક્તિ થાય છે બરબાદ.જ્યોતિષ અને વિદ્વાનો માને છે કે શાલિગ્રામનો પથ્થર બ્રહ્માંડીય ઉર્જાનો સ્ત્રોત હોય છે. જેન અર્થ થાય છે કે તે એક નાના ગૅલક્સી જેવો છે. જેની અંદર ઘણી જ એનર્જી હોય છે. એનો પ્રભાવ ઘરની આસપાસ રહે છે. એનર્જીના આ સ્ત્રોતને પવિત્ર અને સકારાત્મક બનાવી રાખવો ખુબ જ જરૂરી છે.

પરંતુ જો તમે કોઈપણ રીતે તેને દુષિત કરો છો તો નિશ્ચિત રૂપે તમારા ઘરમાં ગૃહ કલેશ, ઘટના કે દુર્ઘટના બનાવની સંભાવના વધી જાય છે. જો તમે શાલિગ્રામને સારી રીતે સાચવી શકો, ઉપર જણાવેલ નિયમોનું પાલન કરી શકો તો જ તમે તેને ઘરમાં રાખી શકો છો.

About bhai bhai

Check Also

જો તમે આ હનુમાનજીના ચમત્કારિક ટોટકા અપનાવશો, તો તમે ખરાબ સમયને ટાળવામાં મદદરૂપ થશે.

મિત્રો આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક નવો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *