Breaking News

શરદી ઉધરસ માટે રામબાણ ઇલાજ એટલે ફક્ત એક ઔષધી,જાણી લો કામ ની માહિતી..

વિશ્વના ઘણા રોગોની સારવાર ઘરેના રસોડામાં રહેલા મસાલામાંથી જ જોવા મળે છે.જેમ કે શરદી અથવા ઉધરસ માટે હળદર
જરૂરી છે,તેમજ ગળાની તકલીફ માટે મીઠાના પાણીથી કોગળા કરવાનું કહે છે.એવી જ રીતે, આજે અમે તમને અરડૂસીનાં ફાયદા
જણાવવા જઈ રહ્યા છીએ.તમને જાણીને આશ્ચ્ર્ય થશે,પણ આ સાચું છે.અરડૂસી અનેક પ્રકારના ગંભીર રોગ માટે એક સરળ ઉપાય.

અરડૂસી એક ઔષધિય વનસ્પતિ છે. તેના પાંદડાં, ફૂલ, મૂળ તેમજ આખા છોડને દવા તરીકે વાપરવામાં આવે છે પરંતુ પાંદડાં સવિશેષ વપરાય છે. દુનિયાભરમાં અનેક બીમારીઓનો ઇલાજ ઘરમાં જ અને તે પણ રસોડામાં મળી જાય છે. એવામાં આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ અરડુસીના પાનથી થતા ફાયદા.. આ એક ઝાડીદાર છોડ છે અને તેના ફુલ સફેદ હોય છે તમને જણાવી દઇએ કે આ ઝાડ જડી બુટ્ટી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આજે અમે તમને જણાવીશું તેનાથી થતા ફાયદાઓ…અડૂસીને આયુર્વેદમાં શ્રેષ્ઠ કફનાશક કહી છે. કારણકે અડૂસીમાં રહેલો કડવો અને તૂરો રસ સારી રીતે કફનો નાશ કરે છે. અડૂસીને આયુર્વેદમાં શ્રેષ્ઠ કફનાશક કહી છે. કારણકે અડૂસીમાં રહેલો કડવો અને તૂરો રસ સારી રીતે કફનો નાશ કરે છે.

અરડૂસી એક ઔષધિય વનસ્પતિ છે. એનાં પર્ણોમાં વેસિન નામક ઉપક્ષાર હોય છે, જેનો ઉપયોગ વિભિન્ન પ્રકારની દવાઓના રૂપમાં કરવામાં આવે છે. ઔષધિઓ અરડૂસીનાં પાંદડાંઓ તેમજ મુળિયાંઓમાંથી તૈયાર કરવામાં આવે છે.તેનો છોડ ૪ થી ૧૦ ફૂટ ઉંચો થાય છે તેના પાન જામફળીનાં પાનને મળતાં ૩-૪ ઇંચ લાંબા અને દોઢ બે ઇંચ પહોળાં તથા અણીદાર હોય છે. તેની પર તુલસીની માંજરની જેમ હારબંધ સફેદ રંગના ફૂલ થાય છે. તેની ધોળી અને કાળી એમ બે જાતોમાં કાળી વધુ ગુણકારી, ગરમ અને કફનાશક છે. ઘણે સ્થળે બાગ-બગીચા તથા ખાનગી ખેતર-વાડીમાં તે વવાય છે.

સુકી અને કફવાળી એમ બન્ને ઉધરસમાં અરડૂસી ખૂબ જ:હિતાવહ છે.કફ છૂટતો ન હોય, ફેફસામાં અવાજ કરતો હોય, કાચો ફીણવાળો કફહોય, ઉધરસ દ્વારા તેને કાઢવામાં તકલીફ થતી હોય, તેમાં અરડૂસીસારુ કામ કરે છે. અડૂસી એ ક્ષયમાં ખુબ જ સારી છે.ક્ષયની આધુનિક દવા ચાલતી હોય તેની સાથે પણ અરડુસીનો ઉપયોગ થઈ શકે. અડૂસી ઉત્તમ ઉત્તેજક, કફનિઃસારક અને સંકોચ વિકાસ પ્રતિબંધક છે, તેના ફૂલો, તીખાં, કડવા, તૂરા, મૂત્રજનન, કફધ્ન, જવરધ્ન અને લોહીની ઉષ્ણતા ઓછી કરનાર છે.અરડૂસી નો ઉપયોગ – ખાંસી, શ્વાસ, કફ અને ક્ષય રોગ માટે અડૂસીનાં પાન તથા તેનાં પુષ્‍પોનો રસ કાઢી, તેમાં મધ નાખી રોજ સવાર-સાંજ આપવો.

મોંમાં થયેલા ચાંદા કરશે દૂર:અરડુસીના બે-ત્રણ પાન ચાવીને તેના રસને ચુસવાથી ચાંદા સારા થાય છે. તમે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે ચાવેલા પાનનો રસ ચુસીને થુંકી દેવો જોઇએ.દાંત અને જડબાના દુખાવોઅરડુસીના લાકડાથી દાંતણ કરવાથી દાંત અને જડબામાં થતા દુખાવાની સમસ્યા સારી થાય છે. તેની સાથે તેનાથી નિયમિત રીતે દાંતણ કરવામા આવે તો દાંતના દુખાવો દૂર થાય છે.

શ્વાસ સંબંધિત રોગ માટે:અરડુસીના તાજા પાનનો રસ નીકાળ્યા બાદ તેમા મધ મિક્સ કરીને ચાટવાથી ઉધરસ અને શ્વાસ સંબંધિત સમસ્યાઓ સારી થાય છે. તેની સાથે જ સુકી ઉધરસ દૂર કરવા માટે અરડુસીના પાન, મુનક્કા અને સાંકળનો ઉકાળો દિવસમાં ત્રણ ચાર વખત પીવાથી આ સમસ્યાથી રાહત મળે છે.

માસિક ધર્મમાં ઉપયોગી:મહિલાઓને માસિક ઘર્માં અનિયમિતતાને લઇને તમે અરડુસીના પાનનો ઉપયોગ કરી શકો છો. અરડુસીના ૧૦ ગ્રામ પાનસ મુળો અને ગાજરના બીજ ૬ ગ્રામ લઇને અડધો લીટર પાણીમાં ઉકાળો અને જ્યારે આ પાણી અડધુ રહી જાય તો આ ઉકાળો પીવાથી માસિક ધર્મની સમસ્યા સારી થઇ જાય છે. તેની સાથે જ વધારે રક્તસ્ત્રાવની સમસ્યા પણ દૂર થાય છે.

શરદી :બે ચમચી અરડૂસીના રસમાં એક ચમચી તુલસીનો રસ એક ચમચી મધ મેળવીને સવારે-સાંજે-રાત્રે પીવું. અરડૂસીના તાજા પાનને ખૂબ લસાટી કાઢેલો બે ચમચી રસ અને એક ચમચી મધ સવાર-સાંજ ચાટવાથી ખાંસી મટે છે, કફ જલદી છૂટ્ટો પડે છે.પેશાબની સમસ્યામાં રાહતજેમને પેશાબ યોગ્ય રીતે ન થતો હોય અથવા વારંવાર પેશાબ જવું પડે છે,તેઓને 10 ગ્રામ તરબૂચના બી અને 10 ગ્રામ અરડૂસીનાંપાંદડા બરાબર પીસીને ખાવાથી આ સમસ્યાથી મુક્તિ મળે છે

સાંધાના દુખાવામાં અરડૂસીનાં ફાયદાઅરડૂસીનો ઉપયોગ સાંધામાં થતા દુખાવા અને સોજા ઘટાડવા માટે થાય છે.તેમાં જોવા મળતા બળતરા વિરોધી ગુણધર્મો સાંધાનાસોજા ઘટાડવામાં મદદગાર છે.અરડૂસીનાં પાંદડાની પેસ્ટને સોજોવાળા વિસ્તારમાં લગાવવાથી સાંધાનો દુખાવો અને સોજા મટે છે.આ ઉપરાંત અરડૂસીના પાન ક્ષયના દર્દી માટે ખૂબ સારી દવા છે. જો તમારી ક્ષયની દવા ચાલે છે તો પણ તમે તેની સાથે અરડૂસીનો ઉપયોગ કરી શકો છો. જેને સૂકી કે કફવાળી બંને ઉધરસ હોઇ તેને અરડૂસી ખૂબ ફાયદાકારક છે. સવારે કે સાંજે અરડૂસીના પાનનું સુરણ બનાવી ૨-૩ ચમચી પાણીમાં નાખી ડેઈલિ સ્નાન કરવાથી જે લોકોનો પરસેવો ખૂબ ગંધાંતો હોય તેને સારી રાહત મળે છે. અરડૂસીનો રસ અને મધ નાના બાળકને પાવાથી વરાધ-સસણી માં રાહત થાય છે.

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *