Breaking News

શરીરમાં B12 ઘટી જાય તો જોવાં મળે છે આ ખાસ લક્ષણો,જાણીલો આ લક્ષણો વિશે.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મનુષ્ય શરીર મા વિટામિન બી ૧૨ પ્રાણવાયું પહોંચાડવા વાળા રક્તકણો માટે મહત્વ નુ પોષક તત્વ હોય છે. આ સાથે તેના થી શરીર ની માંસ-પેશીઓના સ્વસ્થ રહે અને સારી રીતે કાર્યરત રહે છે. તે શરીર મા રહેલ માંસ-પેશીયો ને ઢાંકે તેમજ તેના આવેગ ને આગળ વધારવા વાળા સુરક્ષાત્મક માઈલિન આવરણ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.

પણ આજ ની ઝડપી જીવનશૈલી ના લીધે શરીર મા વિટામિન બી-૧૨ ની અછત નો ભય વધી રહ્યો છે. આ વિટામિન બી-૧૨ ની અછત આપડા શરીર માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે. તેની ઉણપ થી શરીર મા નબળાઈ, થાક, કબજિયાત જેવી મુશ્કેલીઓ ઉભી થાય છે. તો ચાલો જાણીએ આ વિટામિન બી-૧૨ ની ઉણપ નુ કારણ,લક્ષણ અને બચવા ના ઉપાય.

કેમ થાય છે શરીર મા વિટામિન બી-૧૨ ની ઉણપ.એક સંશોધન બાદ જાણવા મળ્યું કે માંસાહારી લોકો કરતા શાકાહારીઓ મા આ વિટામિન ની ઉણપ વધુ જોવા મળે છે. કેમકે મોટાભાગ ના પ્રાણીઓ મા આ વિટામિન મળી આવે છે. આ સિવાય રોજ દારૂ પીનારા લોકો મા આ ખામી વધુ જોવા મળે છે કેમકે આ વિટામીન જો સંગ્રહ લીવર મા થાય છે અને દારૂ લીવર ને ખરાબ કરે છે. તેમજ જે લોકો ને એસીડીટી કે વાયુ ની તકલીફ હોય અને તે રોજ તેની દવા લેતા હોય તો પણ આ ઉણપ થઇ શકે છે.

વિટામિન બી-૧૨ ની ઉણપ ના લક્ષણ.જો ઘણા સમય સુધી આ ઉણપ વિશે જાણ ન થાય તો તે મોટા શારીરિક નુકશાન ને નોતરે છે. તેના થી શરીર મા નબળાઈ, થાક,કબજિયાત જેવી તકલીફો વધે છે. આ સાથે હાથ તેમજ પગ મા ઝણઝણાટ તેમજ યાદશક્તિ પર ખરાબ અસર કરે છે. આ અછત ને લીધે પેટ સંબંધિત બીમારીઓ અને મૂત્રાશય થી લગતા રોગ પણ થઇ શકે છે

વિટામિન બી-૧૨ ની ઉણપ થી બચવા શું કરવું.આ ઉણપ થી બચવા માટે શક્ય હોય તેટલું ડેરી ના વસ્તુઓ નો પ્રયોગ કરવો. આ સિવાય તેનો સૌથી સારો સ્ત્રોત છે માંસ, મુરઘી અને મચ્છી. મોટાભાગ ની લીલી શાકભાજીઓ મા આ વિટામિન નથી હોતું જેના લીધે જ શાકાહારીઓ મા આ ઉણપ વધુ જોવા મળે છે. આ સાથે જો દારૂ પીતા હોવ તો તેનાથી બચો અને ધુમ્રપાન નો ત્યાગ કરો.

શરીરમાં વિટામિન બી 12 કેમ જરૂરી છે.વિટામિન બી 12 આપણાં શરીરમાં મળતા જીન્સ (ડીએનએ) ના નિર્માણ કરવા અને તેની સંભાળનું કાર્ય કરે છે. આ મગજ, સ્પાઇનલ કોર્ડ, અને નસોના ઘણા તત્વોની રચના કરવામાં મદદ રૂપ થાય છે. આપણાં શરીરમાં રક્તના રેડ બ્લડ સેલ્સનું નિર્માણ પણ આ જ કરે છે. આ ઉપરાંત તે વિભિન્ન અંગો માટે વિભિન્ન પ્રકારના પ્રોટીન પણ ઉત્પન્ન કરે છે.

વિટામિન બી 12 થવાના કારણો.જો કોઈને લાંબા સમય માટે એનીમિયાની બીમારી રહેતી હોય તેને આ રોગ થઈ શકે છે. શાકાહારી લોકો માટે આ વિટામિનની કમી થવાની સંભાવના વધુ રહે છે. કેમ કે આ વિટામિન વધારે પડતો પશુઓના આહારમાં મળે છે. શરીરમાં આ વિટામિનની કમી આનુવાંશિક પણ હોઈ શકે છે. આંતરડાની બીમારીના કારણે, થઈ શકે છે, કારણ કે તેના કારણે વિટામિન બી 12ને લઈ નથી શકતા. આંતરડા અને વજન ઓછું કરવાની સર્જરીથી પણ તમારા શરીરમાં વિટામિન બી 12ની કમી ઉત્પન્ન થઈ શકે છે.

વિટામિન બી 12 થવાના લક્ષણો.જો શરીરમાં વિટામિન બી 12ની ઉણપ હોય તો હાથ-પગમાં ખાલી ચડવી, ધ્રૂજવા વગેરે થવા લાગે છે. યાદ શક્તિ ઓછી થઈ જાય છે. જીભમાં સોજો અને ચાંદા પડવા. ચામડીનો રંગ પીળો પડવો, ચાલવામાં થાક લાગવો. ડ્રીપ્રેશન, થાક, નબળાઈ મહેસુસ થવી. જો શરીરમાં વિટામિન બી 12ની વધુ પડતી કમી હોય તો વ્યક્તિની સ્પાઇનલ કોર્ડની નસ બંધ થઈ શકે છે અને પેરેલેસિસનો એટેક પણ આવી શકે છે.

વિટામિન બી 12ની ઉણપના ઉપચાર. ઈંજેકશન વિટામિન બી 12ની ઉણપને દૂર કરવા માટે સ્નાયુઓમાં ઈંજેકશન દેવામાં આવે છે. દર્દીમાં વિટામિન બી 12ની ઉણપની માત્રા અનુસાર ઈંજેકશન એક કે બે દિવસના અંતરે એક મહિના માટે દેવામાં આવે છે. જરૂર જણાય તો 3 મહિના પછી બુસ્ટર ડોઝ આપવામાં આવે છે. સમય-સમય પર દર્દીના લોહીની તપાસ કરવામાં આવે છે અને ઉણપ લાગે તો ઈંજેકશનનો કોર્સ કરવો પડે છે. દવા – વિટામિન બી 12ની ઉણપ જો વધારે પડતી ન હોય તો ડૉકટર તમને વિટામિન બી 12ની ગોળી પણ લખીને આપી શકે છે.

આહાર – ઈંજેકશન અને દવાની સાથે દર્દીએ પોતાના ખોરાકમાં પણ વિટામિન બી 12 યુક્ત ખોરાક લેવો જોઈએ. શાકાહારી વ્યક્તિ પોતાના ખોરાકમાં દૂધ, ચીઝ, જેવા દૂધયુક્ત આહાર અને એવો ખોરાક કે જેમાં વિટામિન બી 12 હોય તેનો સમાવેશ કરવો જોઈએ. માંસાહારી વ્યક્તિ પોતાના ખોરાકમાં ઈંડા, ચિકન, લૈમ્બ અને સી ફ્રૂડ લઇ શકે છે.

જે લોકો શાકાહારી છે તેમણે અનાજ, સોયાબીનથી બનેલા ખોરાક અને યીસ્ટનું સેવન કરવું જોઈએ. જો તમને આ વિટામિનની ઉણપ વધારે પડતી હોય તો નિયમિત તેની તપાસ કરવી જોઈએ. જે લોકો ડાયાબિટીસની દવા લેતા હોય કે અન્ય એસિડ યુક્ત દવા લેતા હોય તેઓ એ તેમણે પણ નિયમિત રૂપથી વિટામિન બી 12ના લેવલની દવાઓ લેવી જોઈએ. કારણ દરેક દવા વિટામિન બી 12ના લેવલ પર અસર કરે છે. આમ વિટામિન બી 12 એ આપણાં શરીરના સ્વાસ્થ્ય અને સંતુલન માટે ખૂબ જ જરૂરી છે.

આપણા સ્વાસ્થ્ય માટે વિટામીન બીટવેલ ખૂબ જ જરૂરી છે તેમની ઉણપના લીધે શરીરમાં અનેક પ્રકારના રોગ થઈ શકે છે. વિટામીન b12 ની ઉણપ તમારા શારીરિક રીતે જ નહિ પરંતુ માનસિક રીતે પણ બીમાર કરી શકે છે. તેની ઉણપને લીધે ગેસ અને પેટની અનેક સમસ્યા તમને ઘેરી શકે છે.

વિટામિન બી 12 ની ઉણપથી શરીરમાં લોહી ની ઉણપ પણ થાય છે. તેની સાથે જ પાચનતંત્ર માં ગડબડ અને કમજોરી આવી શકે છે. ભૂખ ની ઉણપ અને કબજિયાતની સમસ્યા પણ થઈ શકે છે. એટલા માટે વિટામીન b12 શરીરના સેહત માટે ખૂબ જ જરૂરી છે. આપણા શરીર વિટામીન b12 ખુદ નથી બનાવતું. હવામાન આપણા માટે જરૂરી છે કે આપણે આપણી ડાયટમાં ભરપૂર માત્રામાં વિટામીન b12 લઈ જાય. વિટામીન b12 આપણા તંત્રિક તંત્રની રક્ષા કરે છે અને લાલ લોહી કોશિકા નું વિભાજન કરી શરીરને ઉર્જા પ્રદાન કરે છે. એટલા માટે ખાવામાં એવી વસ્તુ લેવી જોઈએ જે વિટામિન બી 12 નો સારો સ્ત્રોત હોય.

ઉમર ના હિસાબે શરીર અને વિટામિન બી 12 ની અલગ-અલગ માત્રામાં જરૂર પડે છે. એવામાં ત્રણ વર્ષની ઉંમરના બાળકો ને શરીર અને રોજે 0.9 પ્રોગ્રામ વિટામિન બી 12 ની જરૂરિયાત હોય છે. જ્યારે 4 થી 8 વર્ષના બાળકોને રોજ એ 1.2 માઈક્રોગ્રામ વિટામીન b12 ની જરૂર હોય છે. નવ થી લઈને 13 વર્ષની ઉંમરના બાળકોને રોજ 1.8 માઈક્રોગ્રામ વિટામીન b12 ની જરૂર હોય છે. ત્યાં જ વયસ્કો અને રોજે 2.4 માઈક્રોગ્રામ વિટામીન b12 ની જરૂર હોય છે.

ગર્ભવતી મહિલાઓને રોજે 2.6 માઈક્રોગ્રામ વિટામીન b12 ની જરૂર હોય છે. વિટામીન b12 ની ઉણપ ને પૂરી કરવા માટે તમારે હેલ્ધી ફૂડ લેવું ખૂબ જ જરૂરી છે. તમારે તમારા આહારમાં દૂધ ને સામેલ કરવું જોઈએ. એક ગ્લાસ દૂધમાં તમને પોતાની રોજની જરૂરિયાત નું વિટામીન b12 ના 20% મળી રહે છે.

દહીં માં પણ વિટામીન b12 ની સારી માત્રા હોય છે. પોતાના આહારમાં વિટામિન બી 12 ની જરૂરિયાત ને પૂરા કરવા માટે તમારે રોજે દહીંનું સેવન કરવું જોઇએ. જેમાં તમને 51 થી લઈને 79 ટકા વિટામિન બી12 મળી જાય છે. તમે તમારા આહારમાં પનીર પણ સામેલ કરી શકો છો. પનીરમાં ભરપૂર માત્રામાં વિટામીન b12 હોય છે. 30 ગ્રામ પનીર માં તમને પોતાની જરૂરિયાતનું ૩૬ ટકા વિટામિન બી12 મળી જશે.

About bhai bhai

Check Also

ક્યારેય બાળકનું નામ આવું ન રાખવું નહીં તો આવે છે મોટી મુશ્કેલીઓ.

જ્યારે વિશ્વના દરેક વ્યક્તિનો જન્મ થાય છે, ત્યારે તેનું નામ આવે છે, આ નામો બાળકના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *