શારીરિક સંબંધ બાંધતા પહેલાં અપનાવિલો આ ખાસ રીત, આનંદ થઈ જશે બમણો, જાણીલો ફટાફટ……

આવો જાણીએ અમુક શારીરિક સમસ્યાઓ વિશે.હું ૩૪ વર્ષની બે બાળકોની માતા છું, હમણાં બે-ત્રણ મહિનાથી માસિકસ્ત્રાવ નિયમિત નથી આવતો. ગયા વખતે માસિક વધુ આવ્યું અને પેટમાં તથા કમરમાં સખત દુખાવો રહ્યો. ડોેક્ટરને બતાવ્યું, તો તેમણે અલ્ટ્રાસાઉન્ડ કરાવવાની સલાહ આપી. તેના રિપોર્ટ મુજબ ગર્ભાશયમાં એક ૧.૮ સેન્ટીમીટરની અને બીજી ૧.૪ સેન્ટીમીટરની વ્યાસની બે નાની રસોળીઓ છે, જે ગર્ભાશયના સ્નાયુઓ સાથે જોડાયેલી છે. ડોક્ટરનું કહેવું છે કે ઓપરેશન કરીને ગર્ભાશય કાઢી નાખવું જરૃરી છે, તો આ જ રોગથી છૂટકારો મળશે.

શું ઓપરેશન કરાવ્યા વગર હું સાજી ન થઈ શકું.જવાબ ગર્ભાશયની ગાંઠ કે રસોળીનો ઈલાજ બધી રીતે વિચાર કરીને જ કરવામાં આવે છે. જ્યારે ગાંઠ બહુ મોટી હોય, સ્ત્રીને પૂરતાં બાળકો થઈ ચૂક્યાં હોય અને તેને ગર્ભાશય કઢાવવામાં વાંધો ન આવતો હોય, ત્યારે ઓપરેશન દ્વારા ગાંઠ અને ગર્ભાશય કાઢી નાખવામાં આવે છે, પરંતુ ગાંઠ નાની હોય, બહુ તકલીફદાયક ન હોય, સ્ત્રીની ઉંમર નાની હોય કે તેનોે પરિવાર પૂર્ણ ન થયો હોય, તો દવાઓ પણ અજમાવી શકાય છે. તમારી ઉંમર વચ્ચેની છે અને કદાચ તમે ત્રીજું સંતાન પણ ઈચ્છતા નથી, એટલે જ તમારા ડોક્ટરે ગર્ભાશય કઢાવી નાખવાની સલાહ આપી છે.

આમ કરવામાં કોઈ માસિકસ્ત્રાવ નહીં થાય. એટલું જ, બાકી બધુ ઉંતો જેમ છે તેમ ચાલ્યા જ કરશે, કેમ કે આ ઓપરેશનમાં અંડાશયને કાઢવામાં આવશે નહીં અને તમે એ પણ જાણતાં જ હશો કે નારીત્વને નિખારતાં હોર્મોન અંડાશયમાં જ બને છે.ઓપરેશન પછી વૈવાહિક જીવનમાં પણ કોઈ મુશ્કેલી નથી આવતી, કેમ કે યોેનિમાર્ગ પણ પહેલાં જેવો જ રહે છે.સવાલ હું ૨૩ વર્ષની યુવતી છું, થોડા દિવસ પછી મારા લગ્ન થવાના છે. મારા ભાવિ પતિનું બ્લડગ્રૂપ ‘ઓ’ પોઝીટીવ છે. મારું બ્લડગ્રૂપ પણ ‘ઓ’ જ છે.

આ કારણે કેટલાક દિવસથી હું બહુ ચિંતામાં છું. મને શંકા છે કે બ્લડગ્રૂપ એક હોવાના કારણે આગળ જતાં હું ક્યાંક મા ન બની શકું તો? આ સમસ્યાને લીધે અમે બંને બહુ પરેશાન છીએ.જવાબ તમે અને તમારા ભાવિ પતિ નકામી ચિંતા કરો છો. એક જ બ્લ્ડગુ્રપ હોય તો મા ન બની શકાય, આ બાબતે કાં તોે કોઈએ તમને ખોટા ભરમાવ્યાં, કાં તમારા સમજવામાં ક્યાંક ભૂલ થઈ છે. આ સ્થિતિ તો એકદમ સામાન્ય છે. હા, જ્યારે પત્નીનું બ્લડગ્રૂપ આર.એચ. નેગેટિવ અને પતિનું બ્લડગ્રૂપ આર.એચ પોઝીટીવ હોય ત્યારે મુશ્કેલી ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં પણ અગાઉથી સાવચેતી રાખવામાં આવે તો, સામાન્ય રીતે જ સંતાન પ્રાપ્ત કરી શકાય છે.

સવાલ હું ૧૨ વર્ષની છોકરી છું. મને રાત્રે ઓછું દેખાય છે.દિવસે વાંચતી વખતે પણ મુશ્કેલી પડે છે.અને ધૂંધળું દેખાય છે. અમારી સ્કૂલમાં આવેલા આંખોના ડોેક્ટરે કહ્યું કે વિટામીન ‘એ’ની ઊણપને લીધે આમ થાય છે. ઉપચારમાં તેમણે દૂધની સાથે વિટામીન ‘એ’ની ગોળીઓ લેવાનું કહ્યું છે, પણ એનાથી કોઈ ફરક પડયો નથી. હું બહુ પરેશાન છું.જવાબ તમે આંખોના કોઈ નિષ્ણાત ડોક્ટરને મળો. આંખની તકલીફ સામાન્ય રીતે વિટામીન ‘એ’ની ઉણપથી થાય છે. એ વાત સાચી, પરંતુ આંખના નિષ્ણાત ડોક્ટર પૂરતી તપાસ પછી જ તમારી તકલીફનું કારણ અને તેનો ઈલાજ સૂચવશે.

સવાલ હું ૧૯ વરસનો કુંવારો યુવક છું, મેં આજ સુધી કોઈની સાથે સંભોગ નથી કર્યો. હું છેલ્લા ચાર-પાંચ વર્ષથી હસ્તમૈથુન કરું છું, પણ મને એમાં મજા નથી આવતી. મને એવો રસ્તો બતાવો જેનાથી સંભોગ કર્યાનો આનંદ પ્રાપ્ત થાય.જવાબ જ્યારે તમે હસ્તમૈથુન કરવાની કોશીશ કરો ત્યારે તમારી મનગમતી વ્યક્તિની કલ્પના પણ સાથે કરો. કલ્પના કરવાથી ઘણો ફરક પડી જશે. કદાચ એવું બને કે સંભોગ કરતાં પણ તમને એમાં વધારે આનંદ આવે, કારણ કે હકીકત કરતાં હકીકતની કલ્પના વધારે રંગીન હોય છે. આજના એઈડ્સના યુગમાં અજાણી સ્ત્રી જોડે સંભોગ કરતાં હસ્તમૈથુનની આદત ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ અને બિનનુકસાનકારક છે.

મારા ખ્યાલથી આ તમારા માટે ઉત્તમ વિકલ્પ બની જશે.સવાલ મારા લગ્નને બે મહિના થયા છે.અમે સંભોગ કરીએ છીએ ત્યારે મારી પત્ની યોેનિમાં સતત દુખાવાની ફરિયાદ કરે છે. તેનામાં શરૃઆતથી ઉત્તેજના પણ ઓછી જોવા મળે છે. બીજું, સંભોગ પછી તે તરત જ બાથરૃમ જાય છે તો એનાથી સંતાન થવામાં તકલીફ થઈ શકે.જવાબ તમે જે પ્રમાણેની તકલીફ વર્ણવી છે એનાથી એક વાત સાબિત થાય છે કે સંભોગ પહેલાંની ક્રિયામાં તમે યોગ્ય સમય નથી ગાળતા. સંવનનની ક્રિયામાં થોડો વધારે સમય ગાળશો તો ઉત્તેજના વધુ આવશે, કામેચ્છા પ્રબળ બનશે અને પરિણામે યોનિમાર્ગમાં ચીકાશ પણ યોગ્ય માત્રામાં પેદા થશે.

શ્રેષ્ઠ એ છે કે તમે તમારી પત્નીને પૂછી જુઓ કે તને ક્યાં હાથ લગાવું તો વધુ ઉત્તેજના આવે છે કે ગમે છે.એ પછી ત્યાં હાથ ફેરવવાથી તે ઉત્તેજિત થશે અને તેની યોનિમાં ચીકાશ પેદા થશે. આપણે ત્યાં ઘણાખરા પુરુષો પત્નીને ઉત્તેજિત કર્યા પહેલાં જ યોનિપ્રવેશ કરવાની કોશિશ કરે છે. એને લીધે યોનિમાર્ગમાં સૂકાપણુ હોવાને કારણે યોનિપ્રવેશ સમયે પત્ની દુખાવાની ફરિયાદ કરે છે. એનાથી તેની સંભોગ કરવાની ઈચ્છા ઓછી થઈ જાય છે અને પતિ એમ સમજે છે કે મારી પત્ની ઠંડી છે. હકીકતમાં પતિએ પોતાની સંભોગ કરવાની રીત સુધારવાની જરૃર છે.

સંભોગ કર્યા પછી જો તમારી પત્ની તરત જ બાથરૃમ કરવા માટે ઊભી થઈ જતી હોય તો એનાથી ગર્ભ રહેવામાં કોઈ તકલીફ નથી થતી. જેલી કે કોઈ પણ તેલવાળો પદાર્થ આંગળી પર લઈને યોનિમાર્ગની ઉપર અને અંદરના અડધા ઈંચના ભાગમાં લગાવવો. એનાથી શિશ્નના યોનિપ્રવેશમાં સરળતા પડશે અને તમારી પત્નીને દુખાવા કે બળતરાની કોઈ ફરિયાદ પણ નહીં રહે. જો કે જેલી ક્રીમ લગાવવાથી શુક્રજંતુની ગતિ મંદ થવાની શક્યતા છે એટલે તમે બાળકનો પ્લાન કરો એ સમયે એનો ઉપયોગ ન કરવો.સવાલ મારા મિત્રના આઠ માસ પહેલાં લગ્ન થયાં છે. મિત્રના કહેવા પ્રમાણે પેનિસ ખૂબ જ નાનું છે.

તે પોતાને નપુંસક માને છે. પતિપત્ની એકબીજા ઉપર સમાગમ કરે છે. તેની પત્નીને ગર્ભ રહ્યો છે. મારે મિત્ર બેચેન રહે છે શું આ રીતે ગર્ભ રહી શકે? મિત્રનું સમાધાન થાય તેવો ઉત્તર આપશો. તેને તે ઉત્તર વંચાવીશ.જવાબ સવાલમાં બધી વિગતો સ્પષ્ટ નથી. પુરુષના પેનિસની સાઈઝ તે કામોત્તેજિત ન હોય ત્યારે ગમે તેટલી નાની હોય તે બાબતનું મહત્ત્વ નથી. પુરુષને સેક્સની ઈચ્છા થાય અને ઉત્તેજના થાય એટલે પેનિસનું ઉત્થાન થાય. ઉત્થાન પામેલા પેનિસની લંબાઈ ઓછામાં ઓછી બે ઈંચ જેટલી હોય તો પણ તે સ્ત્રી સાથે સમાગમ કરી શકે છે. એટલે જ નહિં તેટલી સાઈઝ હોવા છતાં સ્ત્રીને સમાગમનું સુખ મળી શકે છે.

જો આ રીતે પુરુષનું પેનિસ ઉત્થાન પામતું હોય અને તે સમાગમક્રિયા કરી શકતો હોય તો તેને નપુંસક ન કહેવાય. ગર્ભ રહે તે માટે વીર્યસ્ત્રાવ થવો જોઈએ. વીર્યસ્ત્રાવમાં નોર્મલ પ્રમાણમાં વીર્યજંતુઓ હોવા જોઈએ. આ રીતે તમારા મિત્ર સમાગમ કરી શકતા હોય અને સમાગમ પછી જો યોનિમાં વીર્યસ્ત્રાવ થતો હોય તો સ્ત્રીને ગર્ભ રહે તે કુદરતી બાબત છે. પેનિસની સાઈઝનું પણ મહત્ત્વ નથી અને કયા આસનમાં સમાગમ કરવામાં આવે છે તેનું પણ મહત્ત્વ નથી.સવાલ ૨૨ વર્ષની અપરિણિત યુવાન છું. ચાર-પાંચ દિવસે એક વખત સ્વપ્નદોષ થઈ જાય છે. તેને લીધે સવારમાં વસ્ત્ર-ચાદરમાંથી ઉગ્ર વાસ આવે છે.

મિત્રે સલાહ આપી કે હસ્તમૈથુન કરવાથી સ્વપ્નદોષ ઓછા થઈ જશે, પણ એમ કરવાથી પણ કોઈ જ ફરક પડયો નથી. જોઈન્ટ ફેમિલી હોવાને લીધે સવારમાં આવી વાસથી બહુ જ શરમનો અનુભવ થાય છે. કોઈ ઉપાય બતાવવા વિનંતી.જવાબ રોગોનો ઉપાય હોય. જે રોગ નથી, પણ કુદરતી બાબત છે તેનો ઉપાય ન હોય. સ્વપ્નસ્ત્રાવ (નાઈટ ડિસ્ચાર્જ) તે કુદરતી બાબત છે. સંયુક્ત કુટુંબમાં રહેતા હોવાથી શરમની લાગણી અનુભવો છો, પણ તેવી લાગણીમાંથી મુક્ત થાઓ. એક તો તમને જેવી અને જેટલી ગંધનો અનુભવ થાય છે તેવો ને તેટલો ઘરના બીજા સભ્યોને થવાનો નથી.

તે કંઈ સાવ તમારી સમીપ ન હોય. વડીલ પુરુષ સભ્યોનું આ બાબતમાં ધ્યાન ખેંચાશે તો તેથી તેમને આશ્ચર્ય થવાનું નથી. તેઓ તેમની તરુણ-યુવાન વયે આવા કુદરતી અનુભવોમાંથી પસાર થયા હશે. તમે અંદરના ભાગમાં અંડરવેર પહેરવાનું રાખો. જેથી તે અંડરવેર જ ભીંજાશે. નાહતી વખતે તે અંડરવેર જાતે ધોવાનું રાખો. સ્વપ્નસ્ત્રાવ તે દોષ નથી. તે નથી પાપ કે અપરાધ. તે હાનિકારક પણ નથી. બિનજરૂરી શરમ અનુભવીને ચિંતાતુર રહેવાની જરૂર નથી.

Leave a Comment