Breaking News

શરીર માં હમેંશા રહે છે નબળાઈ અને થાકી જવાઈ છે તો કરો આટલું કામ, આવી જશે એકદમ સ્ફૂર્તિ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે અમે તમને આળસ અને નબળાઈ દૂર કરવા માટે ના ઉપાય લાવ્યા છીએ. આજકાલની ખરાબ અને ફાસ્ટ લાઈફસ્ટાઈલની અસર શરીરને ભોગવવી પડે છે. બેદરકારીને કારણે આજકાલ સ્ત્રી હોય કે પુરૂષ શરીરમાં નબળાઈ, અશક્તિ, આળસ જેવી સમસ્યાઓ સતત વધતી જઈ રહી છે. શરીરમાં પૂરતું પોષણ ન મળવાને કારણે અશક્તિ આવી જતી હોય છે. જો કે શરીરમાં અશક્તિને થવાને કારણે કોઇ પણ કામ કરવામાં મન નથી લાગતુ.

ગાજરનો રસ પીવાથી શરીરમાં સારી શક્તિ આવે છે. જેને અશક્તિ રહેતી હોય તેને ગાજરનો રસ ખૂબ ફાયદાકારક થાય છે. જમ્‍યા પછી ત્રણચાર પાકાં કેળાં ખાવાથી અશક્તિ દૂર થાય છે. એક કપ દૂધમાં એક ચમચી મધ નાખી પીવાથી અશક્તિ દૂર થાય છે. જમ્યા પછી ૩ થી ૪ પાકાં કેળા ખાવાથી અશક્તિની સમસ્યા રહેતી નથી.અંજીરને દૂધમાં ઉકાળીને ખાવાથી અને દૂધ પીવાથી શક્તિ આવે છે. લોહી વધે છે. ખજૂર ખાઈ, ઉપરથી ઘી મેળવેલું ગરમ દૂધ પીવાથી, ઘા વાગવાથી કે ઘામાંથી પુષ્‍કળ લોહી વહી જવાથી આવેલી નબળાઈ-અશક્તિ દૂર થાય છે. રોજ સવારે અને રાત્રે સૂતી વખતે સાકર અને સોનામૂખી સરખે ભાગે લઈ ચૂ્ર્ણ ફાકવાથી અશક્તિ મટે છે. સફેદ કાંદો ચોખ્‍ખા ઘીમાં શેકીને ખાવાથી શારીરિક નબળાઈ, ફેફસાની નબળાઈ, ધાતુની નબળાઈ દૂર થાય છે. મોસંબીનો રસ પીવાથી શરીરની નબળાઈ દૂર થાય છે.

પાંચ પેશી ખજૂર ઘીમાં સાંતળીને ભાત સાથે ખાવાથી અને કલાક ઊંઘ લેવાથી નબળાઈ દૂર થઈ શક્તિ અને વજન વધે છે. એક સૂકું અંજીર અને પાંચદસ બદામ અને સાકર દૂધમાં ઉકાળીને પીવાથી લોહીની શુદ્ધિ થઈ, ગરમી મટી, શરીરમાં શક્તિ વધે છે. દૂધમાં બદામ, પીસ્‍તાં એલચી, કેસર અને ખાંડ નાખી ઉકાળીને પીવાથી ખૂબ શક્તિ આવે છે. ચણાના લોટનો મગજ, મોહનથાળ અથવા મૈસૂર બનાવી રોજ ખાવાથી તમામ પ્રકારની નબળાઈ દૂર થાય છે અને શક્તિ આવે છે.

ફણગાવેલા ચણા રોજ સવારે ખાવાથી શરીર બળવાન અને પુષ્‍ટ બને છે. પણ ચણા પચે તેટલા માપસર જ ખાવા.ઘીમાં શેકેલા કાંદા સાથે શીરો ખાવાથી માંદગીમાંથી ઊઠ્યા પછી આવેલી અશક્તિ દૂર થઈ જલદી શક્તિ આવે છે. મેથીનાં કુમળાં પાનનું શાક બનાવીને ખાવાથી લોહીનો સુધારો થઈ શક્તિ આવે છે. સૂકી ખારેકનું ૨૦૦ ગ્રામ ચૂર્ણ બનાવી, તેમાં ૨૫ ગ્રામ સૂંઠનું ચૂર્ણ નાખી બાટલી ભરી દેવી, તેમાંથી ૫ થી ૧૦ ગ્રામ ચૂર્ણ ૨૦૦ ગ્રામ દૂધમાં ઉકાળી, તેમાં જરૂર જેટલી ખાંડ નાખી, સવારે પીવાથી શક્તિ આવે છે.

સવાર-સાંજ 2-4 કેળાંની સાથે એક ગ્લાસ દૂધ લેવાથી ફાયદો થાય છે.દાડમની છાલને સૂકવીને લો. રોજ સવાર-સાંજ 1-1 ચમચી ખાવાથી નબળાઇ દૂર થશે. આમળાના પાઉડરમાં સાકર મિક્સ કરીને પીસી લો. રોજ રાતે સૂતા પહેલાં એક ચમચી આ મિશ્રણ ખાઓ. 4-5 છુહારા, 2-3 કાજૂ અને 2 બદામને એક ગ્લાસ દૂધમાં ઉકાળી લો. તેમાં 2 ચમચી સાકર મિક્સ કરી રેગ્યલુર રાતે સૂતા પહેલા પીવો.ભોજન કર્યા બાદ 2 ચમચી ઘીમાં એક ચમચી મધ મિક્સ કરીને ખાઓ.

એક ગ્લાસ દૂધમાં 1/4 ચમચી તજનો પાઉડર અને એક ચમચી મધ મિક્સ કરીને પીવો. -સફેદ ડુંગળી ચોખ્ખા ઘીમાં શેકીને ખાવાથી શારીરિક નબળાઈ, ફેફસાની નબળાઈ દૂર થાય છે. એક કપ દૂધમાં એક ચમચી મધ નાખી પીવાથી અશક્તિ દુર થાય છે.એલચી, ખજૂર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી અશક્તિની સમસ્યામાં ફાયદો થાય છે.કામ કરતાં થાકી જવાય, સ્ફુર્તિનો અભાવ હોય, શરીરમાં નબળાઈ વર્તાતી હોય તો વડનું દૂધ પતાસા સાથે લેવું. એનાથી હૃદયની નબળાઈ, મગજની નબળાઈ અને શરીરની નબળાઈ પણ દૂર થાય છે. ૧-૧ ચમચી જેઠીમધનું ચુર્ણ મધ સાથે સવાર-સાંજ ચાટી ઉપર એક કપ દૂધ પીવાથી શરીરની શક્તિ ઉપરાંત મગજની શક્તિમાં પણ વધારો થાય છે. એકાદ અઠવાડીયામાં જ ફરક માલુમ પડે છે.મેથીના કુમળા પાનનું શાક બનાવીને ખાવાથી લોહીનો સુધારો થઇ શક્તિ આવે છે.

રોજ સવારે અને રાત્રે સુતી વખતે સાકર અને સોનામુખી સરખે ભાગે લઇ ચૂર્ણ ફાકવાથી અશક્તિ મટે છે.પાંચ પેસી ખજૂર ઘીમાં સાંતળીને ભાત સાથે ખાવાથી અને અડધો કલાક ઊંઘ લેવાથી નબળાઈ દુર થઇ શક્તિ અને વજન વધે છે. ખસખસ વિટામિન બીથી ભરપૂર હોય છે તે મેટાબોલિઝમને સ્ટ્રોંગ કરે છે. એક ચમચી ખસખસને પાણીમાં રાત્રે પલાળી દેવી. સવારે તેમાં 1 ચમચી મધ ઉમેરી તેનું સેવન કરવું.અળસી શરીરમાંથી કોલેસ્ટ્રોલને દૂર કરે છે. તે ઓમેગા 3થી ભરપૂર હોય છે. તેનાથી હૃદય સ્વસ્થ રહે છે. જો કે અળસીની તાસીર ગરમ હોય છે. તેથી તેનું સેવન સપ્તાહમાં બે વખત જ કરવું જોઈએ. અડધી ચમચી અળસીને રાત્રે પાણીમાં પલાળી અને રાખી દેવી. સવારે તેને પાણીમાંથી કાઢી અને ચાવીને ખાઈ લેવી તેના થી નબળાઈ દૂર થાય છે.

ફાયબર અને પ્રોટીનથી ભરપૂર ચણા સવારે ખાવાથી અનેક લાભ થાય છે. સપ્તાહમાં 3થી 4 વખત રોજ રાત્રે એક મુઠ્ઠી ચણા પલાળી અને તેનું સેવન કરવું. સવારે તેને ગોળ સાથે પણ ખાઈ શકાય છે. ચણાના લોટનો મગસ, મોહનથાળ અથવા મૈસૂર બનાવી રોજ ખાવાથી તમામ પ્રકારની નબળાઈ દૂર થાય છે અને શક્તિ આવે છે.આળસ દૂર રાખવામાં પૂરતી ઊંઘ ઘણી અસરકારક હોય છે. જો આળસ દૂર કરીને એક સક્રિય જીવન જીવવા માંગો છો, તો સૌ પ્રથમ સુવા અને જાગવાનો સમય સુનિશ્ચિત કરો. સવારે ઉઠ્યા પછી કસરત શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેનાથી શરીરમાં સકારાત્મક શક્તિનો પ્રવાહ થાય છે. જે શરીર સાથે સાથે મનને પણ કાર્યશીલ બનાવી દે છે. જે લોકોને ખૂબ વિચારવાની આદત હોય છે, તેમને કસરત જરૂર કરવી જોઈએ, જેથી મન સ્થિર રહે.

ખોરાકમાં ઘણી વધારે ચરબી, શુગર અને કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ શરીરમાં આળસને વધારી દે છે. તેથી તેનું સેવન ઘણું વધારે ન કરો. કોઈપણ કામને કાલ ઉપર ટાળવાની ટેવ ધીરે ધીરે ધીરે આપણા સ્વભાવને આળસુ બનાવે છે. તેથી પોતાને આ સ્વભાવથી બચાવું ખૂબ જરૂરી છે. આ સ્વાભાવમાં જો કોઈ ફેરફાર ઈચ્છો છો, તો તેનો સૌથી સારો ઉપાય છે.10 ગ્રામ વરીયાળીને એક તપેલીમાં નાખીને તેને ઉકાળો જ્યાં પાણી ચોથા ભાગનું રહે. ત્યાર પછી પાણી ઠંડું કરીને સિંધા મીઠું ભેળવીને તે પીવો. આમ સવાર સાંજ રોજ કરવાથી વધારે ઊંઘથી છૂટકારો મળશે. શરીરમાં ગ્લુકોઝનો અભાવ પણ થાક ઉત્પન્ન કરે છે, જેનાથી કામ કરવામાં આળસનો અનુભવ થાય છે. આવી સ્થિતિમાં કેળાનું સેવન કરો. તેમાં નેચરલ ગ્લુકોઝ હોય છે.

કોઈ પણ પ્રકારની નબળાઈ હોય તો, દૂધનું સેવન કરો. તેમાં ઘણા પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ હોય છે, જે શરીરને અંદરથી સ્વસ્થ બનાવે છે. આળસ દૂર કરવા માટે લીંબુનું સેવન કરી શકાય છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન સી હોય છે, જે આળસને દૂર કરે છે. તુલસીની ચા આળસને દૂર કરે છે. તેમાં ઘણા એન્ટિ ઑક્સીડેન્ટ હોય છે, જે શરીરને ઉત્સાહી બનાવે છે. તુલસીની ચા બનાવવા માટે તુલસીના 10-15 પાંદડાઓ પાણીમાં ઉકાળી લો, ત્યાર પછી તે પીવો. તેનું સેવન દિવસમાં ઘણી વાર કરી શકાય છે.

About bhai bhai

Check Also

રાત્રે સૂતા પહેલા કરો આ 7 વસ્તુઓનું સેવન સવારમાં ઉઠતા ચરબી થઈ જશે ગાયબ, જાણી લો આજે જ

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *