Breaking News

શાયર હતાં ઝવેરચંદ મેઘાણી,જાણો તેમનાં વિશેની કેટલીક અદ્દભૂદ વાતો…….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શૌર્યસભર રચનાઓથી સાહિત્યકાર અને પત્રકાર તરીકે પ્રખ્યાત ચોટીલાના વતની એવા રાષ્ટ્રીય શાયર ઝાલાવાડના પનોતા પુત્ર એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલામાં 28 ઓગષ્ટ 1896 માં અઘોરવાસના પોલીસ ક્વાર્ટરમાં થયો હતો. ઝવેરચંદ મેઘાણીના પિતા કાળીદાસ દેવચંદભાઈ મેઘાણી બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે કાર્યરત હતા. ઝવેરચંદની માતાનું નામ ધોળીબાઈ મેઘાણી હતું.

ઝવેરચંદ મેઘાણીએ વર્ષ 1913માં કોલેજ શિક્ષણનો ભાવનગર શામળદાસ કોલેજમાં પ્રારંભ કર્યો અને વર્ષ 1917માં અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. ની ડિગ્રી મેળવી હતી તેમજ જૂનાગઢ ની બહાઉદીન કોલેજમાં પણ અભ્યાસ કર્યો હતો. શરૂઆતથી જ તેમનામાં સ્વદેશી ચળવળના બીજ રોપાયા હતા. મહાત્મા ગાંધીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના ગૌરવભર્યા બિરુદથી નવાજ્યા હતા.ઝવેરચંદ મેઘાણી શાયરની સાથે લોકસાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વતંત્રતા સેનાની સાથે સાથે પત્રકાર પણ હતા.

ઝવેરચંદ મેઘાણી રચિત કાવ્યો, નવલકથાઓ, લોક કથાઓ, શૌર્ય ગીતો તેમના અવસાનના 70 વર્ષ બાદ આજે પણ સાહિત્યકારોના કંઠે ગુંજી રહ્યા છે. તેમના રચિત અમર કાવ્યો જેવા કે કસુંબીનો રંગ, શિવાજી નું હાલરડું અને કોઈનો લાડકવાયો આજે પણ લોકોના હૈયા વસે છે અને યુવાનોને પણ પસંદ છે. તેમજ માત્ર ગુજરાત જ નહિ પરંતુ દેશ-વિદેશથી લોકો ચોટીલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળની મુલાકાત લે છે.

ઝંવેરચંદ મેઘણીએ પંચોતેર જેટલાં રસાન્વિત ગ્રંથો પોતાની છવ્વીસ વર્ષની સાહિત્યકીય કારકિર્દીમાં આપનાર ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં ઘણી લોકપ્રિયતા સંપાદિત કરી હતી. મેઘાણીએ લોકસાહિત્યનો પુનરુદ્વાર કર્યો અને રાસ, લોકગીતો, લગ્નગીતો, સંતકથા, ઈતિહાસ બાલકથા, વ્રતકથા, ભજન, ઈત્યાદિ લોકસાહિત્યના સર્વ પ્રકારોનું સંશોદન ને વિવેચન કર્યું.

સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, ચુંદડી, કંકાવટી, રઢિયાળી રાત, ઋતુગીતો, સોરઠી ગીત કથાઓ, દાદાજીની વાતો, સોરઠી સંતો, પુરાતન જ્યોત, સોરઠી સંતવાણી વગેરે તેમનાં લોકસાહિત્ય સંપાદનો છે. યુગવંદના, કિલ્લોલ, વેણીનાં ફૂલ, એક તારો અને રવીન્દ્ર વીણા એ એમનાં કાવ્યસંગ્રહો છે. જીવનમાં સામાન્ય લાગતા સ્ત્રી પુરુષોમાં કેટલી ઉચ્ચ માનવતા પ્રગટે છે તે વેવિશાળ અને તુલસી કયારોમાં સફળતાથી દર્શાવાયું છે.

તેમની માતાનું નામ ધોળીબા અને પિતાનુ નામ કાળીદાસ હતું. ઝવેરચંદનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાઓએ થયું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્‍કૂલ અને હાલની ટીપી ગાંધી એન્‍ડ એમટી ગાંધી ગર્લ્‍સ સ્‍કૂલમાં ૧૯૧૦ થી ૧૯૧૨ સુધી માધ્‍યમિક શિક્ષણ મેળવીને ૧૯૧૨ મૅટ્રીક થયા હતા.

ઝવેરચંદ મેઘાણી તેમની પુત્રી ઈન્દુ સાથે.ત્યારબાદ તેમને ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ પુર્ણ કર્યો. ભણતર પુરુ કર્યા બાદ ઇ.સ. ૧૯૧૭માં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતુ. વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. ૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા.

ઝવેરચંદ મેઘાણી પહેલા પત્ની દમયંતીબહેન સાથે.નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં ‘સૌરાષ્ટ્ર’ નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. તેમને નાનપણથી જ સાહિત્યમાં રસ હતો. તેમણે કાવ્ય 6 સંગ્રહ, 13 નવલકથા, 7 નવલિકા, 13 જીવન ચરિત્ર, એમ ઘણુ બધુ સાહિત્ય રચ્યું છે. તુલસીનો ક્યારો તેમની શ્રેઠ નવલકથા કહી શકાય.કવિતા લેખનમાં તેમણે પગલાં ‘વેણીનાં ફુલ’ નામનાં ઇ.સ. ૧૯૨૬માં માંડ્યા. ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું.ઇ.સ. ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાયી થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા.

બીજા પત્ની ચિત્રાદેવી સાથે.ઇ.સ. ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં ‘મરેલાનાં રુધીર’ નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર ‘ઝેરનો કટોરો’ કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં.આખાય પરિવાર સાથે મેઘાણી.ઝવેરચંદ મેઘાણીએ યુગવંદના, વૈવિશાળ, અપરાધી, ગુજરાતનો જય, સોરઠ તારા વહેતાં પાણી જેવી ઘણી બઘી સાહિત્ય રચનાઓ આપી હતી. ૯ માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયું.

કાળીદાસ અને ધોળીબાઇ મેઘાણીને ત્યાં 1897ના ઑગસ્ટની 17 મી તારીખે ઝવેરચંદનો જન્મ થયો. મેઘાણી કુટુંબ રહેવાસી હતું બગસરાનું, પણ ઝવેરચંદ મેઘાણીનો જન્મ થયો ચોટીલામાં. પિતા કાઠિયાવાડ એજન્સીની પોલીસમાં નોકરી કરતા એટલે અવારનવાર તેમની બદલી થતી રહેતી. આથી બાળક ઝવેરચંદે અનેક ગામડાંના પાણી પીધાં. રાજકોટ, દાઠા, પાળિયાદ, બગસરા વગેરે ગામોમાં પ્રાથમિક શિક્ષણ; માધ્યમિક શિક્ષણ વઢવાણ કૅમ્પ, બગસરા અને અમરેલીમાં. 1912માં મૅટ્રીકની પરીક્ષા પસાર કરી. થોડા મહિના જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં ભણ્યા પછી ભાવનગર જઇ ત્યાંની જોડાયા અને ત્યાંથી જ 1917માં અંગ્રેજી અને સંસ્કૃત સાથે બી.એ. થયા.

શાળાની નોકરીની સાથોસાથ એમ.એ.નો અભ્યાસ ભાવનગરમાં જ રહી શરૂ કર્યો પણ પછી સ્વદેશી વસ્તુના પ્રચારની સ્વયંસેવક તરીકેની પ્રવૃત્તિમાં ઊતરી પડ્યા અને મેઘાણી પોતે નોંધે છે તેમ ‘છેવટે બંને બગાડ્યા’. કૌટુંબિક કારણોને લીધે તેઓ કલકત્તા જઇ જીવણલાલ ઍન્ડ કંપનીની પેઢીમાં જોડાયા. પેઢીના માલિક સાથે 1919માં ચાર મહિનાનો ઇંગ્લૅન્ડનો પ્રવાસ કર્યો. જીવણલાલનો મૂળ વિચાર કદાચ મેઘાણીને પોતાની પેઢીના પ્રતિનિધિ તરીકે ઇંગલૅન્ડ રાખવાનો હશે. કારણ મેઘાણી પાછળથી નોંધે છે : ‘ત્યાંના વેપારકામમાં હું એમને નકામો નીવડ્યો. વેપારમાં શૂન્ય સાબિત થયો. ચાર મહિને એમની સાથે જ પાછા આવવું પડ્યું. જો થોડીક કુનેહ હોત તો મને વિલાયત રાખી આવ્યા હોત, પણ પણ હું ‘હોપલેસ’ હતો.’

1932માં મેઘાણી ‘ફૂલછાબ’ સાપ્તાહિકમાં જોડાયા, પણ બે વર્ષમાં તેમાંથી છૂટા થઇ મુંબઇ આવ્યા અને અમૃતલાલ શેઠના ‘જન્મભૂમિ’ માં જોડાયા. ‘જન્મભૂમિ’ માં કલમ અને કિતાબ’નું સાહિત્યપાનું ચલાવીને મેઘાણીએ લેખક અને વાચક બન્નેને ઉપકારક એવા સજીવ વિવેચનની નવી જ પ્રણાલિકા આપણે ત્યાં આરંભી. 1936માં ફરી ‘ફૂલછાબ’ ના તંત્રી તરીકે જોડાયા.

1942માં અંગ્રેજ સરકારે ‘ફૂલછાબ’ જ્પ્ત કર્યું ત્યારે પ્રેસને નિભાવવા માટે ‘ફૂલછાબ પ્રકાશન શ્રેણી’ શરૂ કરી. 1945 માં ‘ફૂલછાબ’ માંથી નિવૃત્તિ લીધી. હૃદયરોગના હુમલાથી 1947ના માર્ચની 9મી તારીખે વહેલી સવારે બોટાદ ખાતે મેઘાણીનું અવસાન થયું. જેતપુરનાં દમયંતીબહેન સાથે 1922માં મેઘાણીનું લગ્ન થયું હતું. 1930માં જેલમાં ગયા ત્યારે દમયંતીબહેનની મુલાકાત હોય તે દિવસે વરણાગિયા વેશ કાઢતા એમ નોંધાયું છે અને એમની સાથે જેલવાસ ભોગવી રહેલા રામનારાયણ વિ.પાઠકે ફૂલમાળા સાથે અભિસાર કરતા કવિનું રસિક વર્ણન એક કાવ્યમાં કર્યું છે.

પણ પતિ-પત્ની વચ્ચે વિસંવાદ શરૂ થયો હશે. 1933માં દમયંતિબહેને અગ્નિસ્નાન કર્યું અને 1934માં મેઘાણીએ નેપાળના હરિહર શર્મા અને દુર્ગાદેવીની વિધવા પુત્રી ચિત્રાદેવી સાથે બીજું લગ્ન કર્યું. 1928માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને 1946માં મહીડા પારિતોષિક મેઘાણીને અપાયાં. 1943માં મુંબઇ યુનિવર્સિટીને આશ્રયે ‘લોકસાહિત્યનું સમાલોચન ‘ વિશે વ્યાખ્યાનો આપ્યાં. દર વર્ષે અપાતાં આ વ્યાખ્યાનોમાં ઘણીવાર તો હાજર રહેલા શ્રોતાઓની સંખ્યા એક આંકડાની જ હોય એવું પણ બન્યું છે.

પણ મેઘાણીના આ વ્યાખ્યાનો વિશે કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી લખે છે: “એક વ્યાખ્યાનમાં શ્રીમતિ હંસાબહેન મહેતા પ્રમુખ હતાં; તેમને પ્રમુખની ખુરશીએ પહોંચાડતાં ઘણી તકલીફ પડી, એટલી બધી માનવમેદની ઊભરાતી. કૉન્વોકેશન હૉલની બહાર કમ્પાઉન્ડ મા શ્રોતાઓ ઊભરાતા. અવાજ બુલંદ એટલે એમણે લાઉડસ્પીકરની ના કહેલી. આ અતિશય ભીડ ને ધક્કામુક્કીને પરિણામે કૉન્વોકેશન હૉલનાં બારણાં ને કાચ ભાંગી ગયાં” આ ઉપરાંત 1946માં રાજકોટ ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના પ્રમુખ બન્યા હતા.

About bhai bhai

Check Also

મોબાઈલમાં શા માટે હોય છે આ 3 બટન,આ બટનથી આ કામ પણ થાય છે,ખૂબ કામ માં આવશે આ માહિતી…

આજના સમયમાં, દરેક વ્યક્તિ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઇલ ફોન એ લોકોની સૌથી મહત્વપૂર્ણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *