Breaking News

શેકેલા લસણ ખાવાથી થાય છે આટલા બધા ફાયદા,જાણીને ચોકી જશો….

આમ જોવા જઈએ તો આપણા તમામ રોગનો ઈલાજ આપણા રસોડામાં જ રહેલો છે, પરંતુ આપણે તેના વિષે માહિતગાર હોતા નથી અથવા તો તેને ધ્યાન બહાર કરી દેતા હોઈએ છીએ, આવી જ એક વસ્તુ વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

ખાવાનો સ્વાદ વધારવા માટે આપણે લસણનો ઉપયોગ કરીએ છીએ. તેનો ઉપયોગથી ખાવાનો ટેસ્ટ બદલાઈ જાય છે, પરંતુ તમે જાણો છો કે લસણની એક કળી આપણા શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે?

તે તમારા ખાવાનો સ્વાદ જ નથી વધારતું પણ તમારા આરોગ્યનું પણ ધ્યાન રાખે છે. જો તમે એક કળીનું સેવન ખાલી પેટ કરો છો, તો તે આપણા શરીર માટે અમૃતથી ઓછું નથી. ખાસ કરીને જો લસણને થોડું શેકી લેવામાં આવે તો તે શરીર માટે અમૃત જેવું કામ કરે છે.

લસણ તેના સ્વાદ, એન્ટી બાયોટિક તત્વો અને આરોગ્ય લાભ માટે જાણીતું છે, તેથી તમે તેનો ઉપયોગ ખોરાક કરતા હશો, અથવા ઘણા લોકો તેને કાચું ખાતા હશે. પરંતુ તમે ક્યારેય શેકેલું લસણ નહીં ખાધું હોય. તમે શેકેલા લસણના ફાયદા જાણીને આશ્ચર્યચકિત થઈ જશો.

રીસર્ચ મુજબ કુળ 6 શકેલા લસણની કળી ખાવાના બરોબર એક કલાક પછી આ લસણ પેટમાં પહોચી જાય છે અને અને તેની પોષ્ટિક અસર આપવાનું શરુ કરે છે. આવતા ૨ થી ૪ કલાકમાં આ લસણ માંથી નીકળતા એંટી ઓક્સીડેંટ તત્વો આપણું શરીર પોતાની અંદર શોષવા લાગે છે.

સવારે ખાલી શેકેલું લસણ ખાવાથી કોલેસ્ટ્રોલ પ્રમાણ ઓછું થાય છે, અને કોલેસ્ટ્રોલ સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓ જેવી કે હ્રદયની નળીઓમાં થયેલ કોલેસ્ટ્રોલ માટે ખૂબ જ ફાયદાકારક છે.

જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો તમારે શેકેલું લસણ ખાવું જોઈએ. કારણ કે તમારું વજન કોલેસ્ટ્રોલના સાથે સંકળાયેલ છે લસણ ખાવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે અને તેના કારણે વજન પણ ઘટે છે.

શિયાળાના દિવસ દરમિયાન તે શરદી, ઉધરસ અને કફથી બચાવે છે અને શરીરમાં હૂંફ લાવવામાં મદદ કરે છે. માત્ર આ જ નહીં, તે લોહીના પ્રવાહને યોગ્ય રીતે જાળવી રાખે છે.

2-4 લસણની કળીઓ દેશી ઘી માં તળી લો. પછી કાંચની એક બોટલમાં મધ ભરીને તેમાં તળેલું લસણ નાખીને બંધ કરી દો. હવે આ બોટલને ઘઉં ભરેલા હોય તે ગુણ કે પીપમાં વચોવચ થોડા દિવસો માટે દબાવી લો. તમે ધારો તો લોટના કસ્તરમાં પણ બોટલ દબાવી શકો છો. પછી તેનું સવાર-સાંજ સેવન કરો. આનાથી નપુંસકતા દુર થઇ જશે.

શેકેલું લસણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા સાથે, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને બળતરા વિરોધી અને એન્ટી ફંગલ ગુણધર્મોને કારણે શરીરને ઘણા રોગોથી રક્ષણ આપે છે.

લસણમાં રહેલ કાર્બોહાઇડ્રેટ શરીરની નબળાઇને દૂર કરે છે અને શરીરને નવી ઉર્જા આપે છે. તે બ્લડ શુગરને નિયત્રંણમાં રાખવા માટે પણ ફાયદાકારક છે અને શેકેલું લસણ કબજિયાતને પણ દૂર કરે છે.

લસણ, મસા, કબજિયાત અને કાનના દુખાવાના ઉપચારમાં પણ મદદરૂપ થાય છે. જો તમે મસા અને કબજિયાતના ઉપચારમાં તેનો ઉપયોગ કરવા માંગો છો તો થોડું પાણી ઉકાળો તથા તેમાં સારી માત્રામાં લસણ નાખો.

પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે ડાયરિયા વગેરેના ઉપચારમાં પણ લસણ પ્રભાવકારી હોય છે. કેટલાક લોકો તો એવો દાવો પણ કરે છે કે લસણ તંત્રિકાઓ સંબંધિત બિમારીઓના ઉપચારમાં પણ અસરકારક હોય છે, પરંતુ ફક્ત ત્યારે જ્યારે તેને ખાલી પેટ ખાવામાં આવે.

આ પાચન પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે તથા ભૂખ પણ વધારે છે. લસણ તમારા તણાવને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે. જ્યારેપણ તમને ગભરામણ થાય છે તો પેટમાં એસિડ બને છે. લસણ આ એસિડને બનતા અટકાવે છે.

જ્યારે ડિટોક્સીફિકેશનની વાત કરવામાં આવે છે તો વૈકલ્પિક ઉપચારના રૂપમાં પણ ખૂબ અસરકારક હોય છે. લસણ એટલું શક્તિશાળી છે કે આ શરીરને પરજીવીઓ અને કીડાઓથી બચાવે છે, અલગ-અલગ બિમારીઓ જેમ કે ડાયાબિટીસ, ટ્યુફ્સ, ડિપ્રેશન તથા કેટલાક પ્રકારના કેન્સરની સારવારમાં મદદરૂપ થાય છે.

જો તમને લસણની કોઇ પ્રકારની એલર્જી છે તો બે મહત્વપૂર્ણ વાતોનું ધ્યાન રાખો. ક્યારેય પણ તેને કાચું ન ખાવ તથા તેમછતાં પણ તેને ચામડી સંબંધિત કોઇ સમસ્યા આવે છે, તાવ આવે છે અથવા માથાનો દુખાવો થાય છે તો તેનું સેવન કરવાનું છોડી દો.

ટ્યૂબક્લોસિસ (તપેદિક)માં લસણ પર આધારિત આ ઉપચાર અપનાવો. એક દિવસમાં લસણની એક આખી ગાંઠ ખાવ. તેને થોડા ભાગમાં વહેંચી લો તથા તમને જે પ્રકારે પસંદ હોય એ પ્રમાણે ખાવ. જો તમે તેને કાચું અથવા ઓવન સામાન્ય શેકીને ખાશો તો વધુ સારું પરિણામ મળશે.

જો તમને બ્રોંકાઇનલ બીમારીથી સંબંધિત કોઇ ઉપચારની જરૂર છે તો આ અર્ક બનાવો. 200 ગ્રામ લસણ, 700 ગ્રામ બ્રાઉન સુગર અને 1 લીટર પાણી. પાણીને લસણ સાથે ઉકાળો ત્યારબાદ તેમાં ખાંડ મિક્સ કરો. દિવસમાં ત્રણ ચમચી સેવન કરો.

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *